Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

નાનાજી

નાનાજી

3 mins
7.2K


અનિમેષ અમેરિકા ભણવા આવ્યો ત્યારે તો વિચાર હતો ભણીને પાછો જઈશ અને માતા પિતાની સાથે રહી તેમને સુખ આપીશ.

તે પાછો તો ન જઈ શક્યો પણ માતા પિતાને સુખ આપવામાં પાછી પાની ન કરી. દર વર્ષે તેમને મળવા ભારત જતો. નસીબ જોગે અનુ પણ સુંદર અને સંસ્કારી હતી. બંને જણાની સુંદર નોકરીને કારણે જિંદગીમાં પ્રગતિ સારી કરી.

બે દીકરીઓથી કલ્લોલ કરતો સંસાર. અનુએ ઘરમાં એક બહેન મદદ માટે રાખ્યા. બાળકો સચવાય અને ઘરકામમાં થોડી રાહત થાય. અનુ અમેરિકામાં જન્મીને મોટી થઈ હતી. સમયની આગ્રહી તેમજ સુંદર સંસ્કારવાળી. બંને દીકરીઓ મોટી થતી જતી હતી અચાનક એક દિવસ બોલી, "મને શંકા છે?"

અનિમેષ બોલ્યો, "શાની?"

અનુ કહે, "આ વખતે પિરિયડ બે અઠવાડિયા લંબાઈ ગયો છે."
અનિમેષ, "એ તો ખુશ ખબર છે."

અનુ, "શું શરમાતો નથી, અવની ૮ની અને અંશુ ૭ની થઈ."
અનિમેષ, "કદાચ આ વખતે કુળદીપક આવે..." કહીને અટ્ટાહાસ્ય કરવા લાગ્યો.

અનુ નોકરી, ઘરકામ અને બાળકોને કારણે થાકી જતી. ઉંમર પણ ૩૮ની થવા આવી હતી.

ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જતાં ખબર પડી જોડિયા બાળક છે. તેની તબિયત નરમ ગરમ રહેવાથી નોકરી છોડી દીધી. અનિમેષે નોકરીની સાથે ‘રિયલ એસ્ટેટમાં’ પણ જંપલાવ્યું હતું. આવક સારી હતી. અનુએ ઘરકામમાં મદદ માટે જે બહેન રાખ્યા હતાં તે અનુનું ધ્યાન રાખતાં.

ભારતથી અનિમેષના ‘મા’ આવી પહોંચ્યા.

એકલાં હતાં, એ બહાને બાળકો સાથે રહેવાનો અવસર પામ્યાં.

અનુ, "આજે હોસ્પિટલ જવું પડશે."

અનિમેષ, "ગાડી ગરાજમાં છે બેસી જા. મા છે તું ફિકર ન કર."

માએ દહીં ખવડાવ્યું અને શુકનની કાંકરી ગોળની પણ આપી. આ વખતે સોનોગ્રાફી કરાવી ન હતી. બરાબર ચાર કલાકના દર્દ પછી અનુ છૂટી થઈ. બંને દીકરીઓએ ધરતી પર અવતરણ કર્યું. ખૂબ સુંદર હતી. ૩૮ વર્ષની ઉમર અને નરમ તબિયત રહેતી હોવાથી અનુ બાળકોને જન્મ આપી શાંત નિંદ્રામાં પોઢી ગઈ. ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યા. કુદરત આગળ તેમણે હાર કબૂલી.

એમાં નિર્દોષ બાળકોનો શું વાંક ! અનિમેષ ભાંગી પડ્યો. માએ તેને સાચવ્યો. વચન આપ્યું હવે એ ભારત કદી પાછાં નહીં જાય. અવની અને અંશુ થોડું ઘણું સમજ્યા કે મમ્મી ભગવાન પાસે ગઈ. મોના, લીસાને દાદીમાએ અને રમાબહેન જે કામ કરતાં હતાં તેમણે પાંખમાં ઘાલ્યાં. ભલું થજો પૈસાની ચિંતા ન હતી તેથી ઘરકામ માટે એક ‘મેઈડ’ રાખી લીધી.

અનિમેષને સમય જ ક્યાં હતો કે અનુ ગઈ તેનું દર્દ વ્યક્ત કરે. રાતના એકલો પડે ત્યારે અનુના ફોટા સાથે લવારો કરી લેતો. મા સમજતી પણ ઉફ ન કરતી. અનિમે્ષની કાળજી નાના બાળકની જેમ કરતી. ચાર દીકરીઓ હતી એટલે અનિમેષને કોઈ પણ વાતમાં કશી સલાહ ન આપતી.

અનિમેષે પોતાનું જીવન ચારે ચાર બાળકીઓને મોટા કરવા માટે સમર્પિત કરવાનો મનોમન નિર્ધાર કર્યો. "અનુ, યાદ રાખજે તેં જવાબદારીમાંથી મુક્તિ મેળવી. હું એ નિભાવીશ. અમને તારી સમઝણ અને પ્રેમ આપજે !"

જાણે અનુ ફોટામાંથી તેની વાતમાં સૂર ન પુરાવતી હોય. માએ જીવનના છેલ્લા શ્વાસ સુધી અનિમેષને ચાર દીકરીઓ મોટી કરવામાં પોતાનો સક્રિય ફાળો આપ્યો.

મા ગઈ અવની અને અંશુ કોલેજમાં આવ્યાં, મોના, લીસા સાત વર્ષનાં થયાં. દીકરીઓની દેખરેખ અને ઘરની વ્યવસ્થામાં અનિમેષ એવો ગુંથાયો કે જુવાની હાથતાળી દઈને પસાર થઈ ગઈ.

અમેરિકામાં હોવા છતાં દીકરીઓ ખૂબ સમજુ અને સંસ્કારી નીકળી. ભણી ગણીને યોગ્ય વ્યક્તિ સાથે પપ્પાની સંમતિ મેળવી પોતાનો સંસાર શરૂ કર્યો.

મોના, લીસા બંનેને ડોક્ટર થવું હતું. અનિમેષ કદી દીકરીઓને કોઈ વાતની ના પાડી ન હતી. બંને જણાં ભણવા માટે શહેર છોડીને જ્યાં એડમિશન મળ્યું ત્યાં ગયાં.

વર્ષો પછી આજે અનિમેષ એકલો પડ્યો. હવે શું? ખાલી ઘરમાં ભણકારા વાગતાં. અનુ કોક દિ' સ્વપ્ને આવતી અને કહેતી, "તેં કેટલો બધો ભોગ આપ્યો. હું સ્વાર્થી નીકળી તને અધવચ્ચે છોડી ચાલી નીકળી." એવામાં અવનીએ સમાચાર આપ્યા "પપ્પા હું મા બનવાની..."

અનિમેષ વિમાસણમાં પડી ગયો. તેને થયું અનુ હોત તો ખૂબ ખુશ થાત. દીકરી માટે કેટલી બધી તૈયારી કરત.

અનિમેષે અંશુને બોલાવી ઘણી બધી વસ્તુઓ ખરીદી અને અવનીને ઘરે ગયો.

"અવની બેટા, હું નાનાજી બનવાનો. નાનીજી તો હાજર નથી પણ મને ખાસ્સો અનુભવ છે. ચાર દીકરીઓનો બાપ છું."

તારા આવનાર બાળકને નાની અને નાના બંનેનો પ્યાર હું આપીશ. યથા સમયે ખોળામાં અવનીએ જ્યારે ‘અવી’ મૂક્યો ત્યારે નાનાજી ખુશ ખુશાલ થઈ તેનું ‘ડાઈપર’ બદલી રહ્યાં.


Rate this content
Log in