Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Romance

2  

Alpesh Barot

Romance

પંખ - ૬

પંખ - ૬

5 mins
7.5K


(રિવરફ્રન્ટ ઉપર પ્રકાશના અંજવાળામાં સામે પારે દેખાઈ રહેલી રંગબેરંગી લાઈટોને જોઈ રહી હતી.

આનંદના આવવાથી મારા જીવનમાં પર હવે રોશની આવી જશે. પણ હવે આગળ શું તેની ચિંતા તો મને પણ છે. પણ આનંદની સામે કઈ રીતે લાવું.

"પૂજા......"

ચપટી વગાડી બોલ્યો "ક્યાં ખોવાઈ ગઈ?"

"ક્યાંય નહીં..."

"આંખ બંધ કર જલ્દી" 

"કેમ પણ, અને પાછળ શું છુપાવી રહ્યો છે?"

"અરે આંખ બંધ કર બધી ખબર પડી જશે." ઘૂંટણ ઉપર બેસી, એક હાથમાં ગુલાબનો ગુલદસ્તો અને બીજા હાથમાં ડાયમંડ રિંગ...

"વિલ યુ મેરી મી પૂજા?"

"વોટ આનંદ આ તું શું કઈ રહ્યો છે? આર યુ મેડ?"

"યેસ આઇ એમ, હું છું પાગલ તારા પ્રેમમાં ! તું એક વખત મારથી અલગ થઈ બીજી વખત નહિ થવા દઉં. બસ હવે હું તને માત્રને માત્ર મારી અર્ધાંગિનીના રૂપે જોવા માગું છું. આઈ લવ યુ, વિલ યુ મેરી મી પૂજા?"

"યેસ આઈ વિલ મેરી યુ.."

આનંદે રિંગ પહેરાવી જાણે લગ્નના તાંતણે બંધાવાનું બંને નકી કરી જ લીધું હોય.

"આનંદ પણ કઈ રીતે કરશું? કેમ કરશું? ક્યાં રહેશું?"

"એ બધું તું મારી પર છોડી દે, તને મારા પર ભરોસો છે ને?"

"હા, મારા જીવથી પણ વધુ, પણ આપણા ઘરવાળા?"

"આપણા ઘરવાળાને પણ જોઈ લઈશું, બસ તું ખુશ તો છે ને પૂજા?"

"હા હું ખુશ છું આનંદ... બસ બધું સારું નમું થઈ જાય."

"તું સાથે છે, તો મને મારી દુનિયા મળી ગઈ."

પૂનમનો પૂર્ણ ચાંદ ખુલા આકાશમાં સાબરમતીના તટે બે યુવા હદય ધડકી રહ્યા હતા.

નજદીકના બાંગમાંથી આવતી ફૂલોની ફોરમ..

અને શીતળ પવન, બે યુવા દિલને પિંગાળી દેવા માટે પૂરતાં હતાં.

આનંદે પૂજાના કેશમાં હાથ રાખી ખોલી મુક્યા, અને તેને વધારે ને વધારે નજદીક ખેંચી, તેના હોઠો પર હોઠ અર્પી દે છે, જાણે શબનમની બુંદને પી રહ્યો હતો.

હવે આગળ)

આખરે એ દિન આવી જ ગયો, જેનો બંને બેપનાહ ઇન્તજાર કરી રહ્યા હતા. આનંદે બ્લેક કૉટ નીચે વાઈટ શર્ટ, બ્લેક પેન્ટ પહેર્યું હતું. કોટના ઉપરના ખીસામાં ગુલાબનું ફૂલ મુકુયું હતું.

આમ તો હેર સ્ટાઇલ સ્પાઈક રાખી ફરતો પણ આજે વાળને વેક્સ લગાવી થોડા દબાવીને ઓળ્યા હતાં.

આનંદ તેના કેટલાક મિત્રોને લઈને રજીસ્ટ્રાર ઓફિસ આવી ગયો હતો.

વકીલ દ્વારા તમામ પ્રોસિઝર પતી ગઈ હતી.

હવે માત્ર પૂજાની રાહ જોવાઈ રહી હતી.

"બ્રો આજે તો, આલ્કોહોલીક પાર્ટી આખી રાત.. બસ તું નળ ચાલુ કરી દેજે, આ ટાંકા ભરવા ત્યાર જ છે.."

આનંદ હસ્યો "આ પીધેલને સવાર-સવારના પણ દારૂના સપનાઓ આવે છે!"

"બે લુખ્ખા લગ્ન કરે છે, આ દારૂ એ શગુન કહેવાય કંઈ ભાન છે કે નહીં?"

આનંદના ફોનની રિંગ રણકી.

"બેબી વેર આર યુ? કેટલે પહોંચી? બધા તારી જ રાહ જુએ છે."

આનંદ એકી શ્વાસે બધું બોલી જાય છે.

"આનંદ મારે તારાથી વાત કરવી છે, પણ તું અહીં આવને, પ્લીઝ"

પૂજાના અવાજમાં કંપન હતું. પૂજા હીબકા લઈ લઈને બોલી રહી હતી.

"બેબી કેમ રડે છે? હું બસ આવું જ છું."

ફોન મુકતા આનંદ તેના બધા મિત્રોને કહે છે "તમે થોડી રાહ જોવો હું આવું છું.."

દસથી પંદર મિનિટની દૂરી પર જ એક ફ્લેટમાં પૂજા રહેતી હતી.

પણ આજે તે જ પંદર મિનિટ જીવનની સહુથી કપરી પંદર મિનિટ જણાઈ રહી હતી.

મગજમાં કેટલાયે વિચારો ફરી વળ્યા હતાં.

ભાગતો, લથડતો, આનંદ પૂજાના રૂમ સુધી પહોંચી જાય છે.

અને ત્યાં સુધી બેલ વગાડતો રહે છે જ્યાં સુધી દરવાજો ખોલે નહી "કમ ઓન પૂજા જલ્દી કર ને" આનંદ મનમાં જ બબડી રહ્યો હતો. અવની દરવાજો ખોલે છે.

"રિલેક્સ આનંદ...રિલેક્સ.."

"પૂજા ક્યાં છે?"

"બેડ રૂમમાં બેઠી છે?" પૂજાના વિખરાયેલા વાળ, તો આંખો રડી  રડીને લાલ થઈ ગઈ હતી, ચેહરો ફિક્કો અને નિસ્તેજ જણાતો હતો.

"શું થયું પૂજા? કેમ રડે છે?" હજુ તો આનંદ પૂછે જ છે ને પૂજા આનંદને ભેટી પડે છે..

અને તેના જવાબમાં ફક્ત સુનકાર મળે છે, જે આનંદને કોરી ખાય છે.

"આનંદ.."

"શું થયું પૂજા?"

"આનંદ આઈ લવ યુ.."

"આઈ લવ યુ ટુ પૂજા, પણ શું થયું?"

"આનંદ, તે મારી સામેં લગ્નનો પ્રપોઝલ મૂક્યું તો હું ના ન કરી શકી."

પૂજા હિબકાં લેતાં બોલી.

"તો, તારે લગ્ન નથી કરવા?"

"કરવા છે! પણ હું મારા મા-બાપ વિરુદ્ધ નહિ જઉં, હું તને પણ નથી ખોવા માંગતી તેઓને પણ નહીં."

આનંદ પૂજાથી દુર થઈ ઉભો થાય છે, પૂજા તેન પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. મનમાં કેટલાયે તોફાનો હિલોળે ચડ્યા હતા, જાણે આખી ધરાને હમણાં જ ભરખી જશે. એક હાથ બારીના ખૂણે મૂકી, અને આકાશ તરફ એકીટશે જોઈ રહ્યો હતો.

"પૂજા તું જાણે છે, આ પૃથ્વી પર સાત અરબ લોકો રહે છે, પણ ભગવાને મારી લાઈફ જ કેમ આટલી કોમ્પ્લિકેટડ બનાવી?"

પૂજના વિખરાયેલા વાળ બારી બહારથી આવતા પવનમાં ઉડી રહ્યા હતા.

તો તેના ચહેરા પર આંસુ સાફ સાફ દેખાઈ રહ્યા હતાં.

તે ધીમેક ઉભી થઈ અને પાછળ આવી આનંદને ભેટી પડે છે.

"આનંદ તને મારા પર ટ્રસ્ટ નથી?"

આનંદે કોઈ જ પ્રત્યુતર ના આપ્યો.

ખીસામાંથી ફોન કાઢી પંકજને લગાડ્યો "હલ્લો પંકજ, વકીલને તેની ફી આપી અને તમે લોકો નીકળી જાવ આજે અમે નહિ આવી શકીએ."

"પણ બકા થયું શું?"

"એ બધી વાત પછી કરીયે, હાલ તું આ કામ પતાવી દે."

"ઓકે..."

"આનંદ, આનંદ" પૂજા પહેલા ધીમે અને પછી થોડો અવાજ વધારતા બોલી.

પણ આનંદ સ્થિતપ્રજ્ઞ રહ્યો, જાણે કોઈ વૃક્ષ, કેટલાય તુફાનો, વરસાદ તડકો, અને કોઈ કઠિયારના ઘા!

આનંદ પણ આજે વૃક્ષની જેમ કોઈ જાતનો પ્રતિસાદ નહોતો આપી રહ્યો, અંદર એક જવાળામુખી પાળ્યું હતું.

આનંદ અચાનક જ ઉંધો ફરી પૂજના હોઠો પર હોઠ મૂકી દે છે, જેના માટે પૂજા તૈયાર નહોતી.

અને બંને એક-મેકને પુરી તાકાતથી કિસ કરી રહ્યાં હતાં.

પથારીની પાસેની ટેબલ પર રહેલો ગુલદસ્તો પણ નીચે પડી ચકાનાચૂર થઈ ગયો, અને આખા ઓરડામાં તેનો કાંચ પથરાઈ વળ્યો. તેની કણીઓ બન્નેના પગમાં ખૂંચતા બંનેને ભાન થયું.

આનંદે પૂજાને બેડની ઉપર ધક્કો માર્યો, અને પોતાનો ટી-શર્ટ ઉતારી ફરીથી  પૂજાના ગુલાબ જેવા મુલાયમ હોઠ પર, પોતાના સિગારેટથી કાળા થઈ ગયેલા ગરમ હોઠ ધરી દે છે, અને પૂજાના ગુલાબી હોઠનો રસ જાણે પી રહ્યો હતો.

પૂજના ટી-શર્ટ ખેંચી અને ફાડી નાખે છે, અને ભૂખ્યા વરૂની જેમ તેના વક્ષ પર તૂટી પડે છે.

જે માટે પૂજા પણ તૈયાર નહોતી, આટલા વર્ષોમાં તેણે પહેલી વખત આવું રાક્ષસી રૂપ જોયું!

તે પણ સદમામાં હતી કે આ શું થઈ રહ્યું છે.

અને શરીરનો બધો જ ફોર્સ લગાડી અને આનંદને ધક્કો મારે છે. જેથી તે સીધો બેડની નીચે પડ્યો.

જેથી જાણે પરિસ્થિતિનું ભાન થયું હોય, તેમ શરમથી પાણી પાણી થઈ નજર મળાવ્યા વગર જ ત્યાંથી જતો રહે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance