Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

એક્સિડન્ટ : પ્રેમના પગલાં -૧૧

એક્સિડન્ટ : પ્રેમના પગલાં -૧૧

7 mins
14.8K


પૂર્ણિમાની રાતનો પ્રકાશ માદક હતો. ઉપરથી અમે શહેરની બહાર આવેલી મૂનલાઈટt હોટલમાં જમવા જઈ રહ્યા. માધવીએ જે માંગ્યું તે મેળવી લીધું હતું. હું મહુવાથી આવ્યો એને એક અઠવાડિયું થઇ ચૂક્યું હતું. મારા કામની પ્રસંશા આખા ડિવિઝનમાં થઈ રહી હતી. અને ડિવિઝન ઓફિસ તરફથી મારૂ સન્માન પણ થઈ ચૂક્યું હતું. આ બધા જ ઘટનાથી પ્રેરાઈને માધવીએ મારુ બજેટ વધારી દીધું હતું.

હું સવારથી તેને સાથે છું. તે કહે છે ત્યાં જવાનું, તે કહે છે ત્યાં જમવાનું અને તે કહે તે કરવાનું. હા લિટરલી બે વાર મને મુરઘો પણ બનાવી ચૂકી છે. બપોરે મોલમાં ગયા અને છ વાગ્યા એટલે ત્યાંથી સીધા જ મુવી અને મૂવી બાદ હવે અહીં હોટેલ મૂનલાઈટ!

અમે એ.સી. હોલમાં જમવાને બદલે ગાર્ડન રેસ્ટોરન્ટ પસંદ કર્યું. ઇટ વોસ બેટર ઓપ્શન. ઠંડી ઠંડી હવા માધવીના વાળ સાથે રમી રહી હતી. અને તે બિચારીને એની ખબર પણ નહોતી.

રસ્તાની વચોવચ થોડા થોડા અંતરે લેમ્પ પોસ્ટ અને બંને બાજુ થોડા થોડા અંતરે ટેબલની કતાર.ગાર્ડન રેસ્ટોરન્ટ હોવાથી જાણે કુદરતને ખોળે બેસીને જમતા હોઈ તેવું લાગે.

"સારું થયું આપણે અહીં આવ્યા. એ.સી. હોલ તો ફૂલ હતો. આપણે ઘણો વેઈટ કરવો પડેત નહીં?" માધવી ચેર પર બેસતા બોલી. મેં તેનું સમર્થન કર્યું.

"બોલ શું તીર મારીને આવ્યો છો. તારી પાસે માત્ર ઓર્ડર આવે ત્યાં સુધીનો જ સમય છે." માધવી હસતા હસતા બોલી.

મેં તેને બ્રીફ આપી. ખાસ કરીને તેને રવીની વાત કરી. તે બીચારાની જિંદગી બગડી ગઈ અને તેની પાછળ પૈસાનો લાલચુ તેનો જ પીતા હતો તે સાંભળીને માધવીને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને એકાઉન્ટ વિશે તો અલરેડી વાત કરેલી જ હતી. એટલે તે વાત કરી. મેં તેને રાઘવભાઈની મિત્રતા વિશે કહ્યું અને તેના પરીવારની વાત કરી. હું એથી વધારે બોલવું ત્યાં તો અમારું સ્ટાર્ટર આવી ચૂક્યું હતું.

"ટાઈમ્સ અપ, હવે કઈ નહીં સાંભળું હો" તે બોલી અને ક્યુંનીંગ સ્માઈલ કરી.

અને મારી મુખ્ય વાત તો રહી જ ગઈ. હું કહેવા માગતો હતો કે આ છ દિવસ મેં તેને બહુ જ મિસ કરી હતી પણ એ જ વાત મિસ થઇ ગઇ.

"ચાલ હવે તૂટી પડ. નહીં તો તને જ ખોટ જશે." માધવી મારા તરફ પ્લેટ પાસ કરતાં બોલી.

''હું જ્યાં સુધી તારે સાથે છું ત્યાં સુધી નફામાં છું. એટલિસ્ટ તું મને સ્ટાર્ટર આવે ત્યાં સુધી તો સાંભળે છો." અમે હસી પડ્યા.

"ચાલ હવે મારો વારો આવ્યો." માધવી બોલી અને તેણે આટલા દિવસનો અહેવાલ વિસ્તૃત રીતે આપ્યો અને મેં મારી નૈતિક ફરજ માની તેને પ્રેમથી સાંભળ્યો. અફકોર્સ બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અમે બધી જ બધી જ વાનગીઓ સફાચટ કરી અને ઉભા થયા.

"આઈસક્રીમ?" મેં કહ્યું.

"ચાલ આજે તને હું આઈસક્રીમ આપવું નહીં તો રડવા લાગીશ. અને હા મારું દિલ તો બહુ મોટું છે એટલે કોઈને રડવા તો નહીં જ દઉં" તેણે ફરી મારી ખીંચાઈ કરી. આઈસક્રીમનો ઓર્ડર આપી માધવીએ પોતાના પર્સમાંથી બ્રાન્ડ ન્યુ ટેબ્લેટ બહાર કાઢ્યું.

"અરે શું? આ આઈસક્રીમ આ ટેબલેટની ખુશી માં છે?" મેં પૂછ્યું.

"ના બેટા આ તો મને ગિફ્ટમાં મળ્યું છે. એક નવી કંપનીનું એકાઉન્ટ ચેક કર્યું તો તેમણે મને ગિફ્ટમાં આપ્યું છે." તે બોલી

"એટલે પ્રાઇવેટ પ્રોફેશનમાં પણ બ્રીબ એલાઉ હોય છે એમને?" મેં તેના ખભા સાથે મારો ખભો અથડાવતા કહ્યું.

"શટઅપ, જો તને એક વાત કહી દઉં, કાગળો પર આંકડા મેળવવાવાળાને ઝીંદગીનો રોમાંચ કેવો હોય છેને એની જરાય ખબર જ નથી હોતી." માધવી બોલી.

"મને ખબર છે તારી સાથે રહેવું તે રોમાંચથી ઓછું છે? લોકો તને એડવેન્ચર સ્પોર્ટ કહે છે તે ખબર છે તને?" મેં કહ્યું અને તે હસવા લાગી.

"હવે સાંભળ તું હોઈશ એકાઉન્ટનો રાજા. ઓકે તે ઘણા ગોટાળા સોલ્વ કર્યા હશે. પરંતુ આજે તને એક ચેલેન્જ ફોર્સ ફૂલી આપું છું એટલે કે તું 'ના' નહીં કહી શકે. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ" તે ફરી લુચ્ચાઈ હસી.

"અરે બાપ રે! મને ડર લાગે છે." મેં વિંક કરતા કહ્યું.

"જો હવે તારી ઉમર આ ડોસાઓ સાથે મોતીચૂરના લાડુ ખાવાની નથી રહી કે પછી ખુદ ડોસાની જેમ રાત દિવસ એકાઉન્ટ જ ટેલી કરવાની નથી રહી."

"તો શેની છે. મોઇ દાંડિયા રમવાની?"

"ના, ખાલી દાંડિયા રમવાની, એ પણ કોઈ સભ્ય, સુશીલ અને સંસ્કારી સ્ત્રી સાથે. તારા પપ્પાને તો તારી ચિંતા જ નથી. તો મારે જ ફરજ બજાવવાની રહી."

"ઓય તું શું બોલે છો ?"

"સુગમ શાદીનું નામ સાંભળ્યું છે?"

"પેલી મેટ્રીમોનીયલ વેબ સાઇટ?''

"હા તે જ વેબ સાઇટ, મે મારી બીજી લાઇફમાંથી ઘણો સમય કાઢીને તારી પ્રોફાઈલ બનાવી છે.

"તો હવે?"

"હવે, આજે તારે જોવાનું અને મારે ખેલ કરવાના. જો આ ટેબલેટમા તારું એકાઉન્ટ સાઇન ઇન કરું છું."

થોડાક જ સમયમાં મારી તમામ વિગત તેના ટેબલેટની સ્ક્રીન પર દેખાઇ રહી હતી.

"લવ ઈસ બ્લાઈન્ડ તે સાંભળ્યું છે ને ? તો હવે જોઈ પણ લે." તેણે પોતાની આંખો બંધ કરી.

"જો હું બંધ આંખે તારા માટે પરફેક્ટ દુલ્હન શોધી રહી છું." તેણે આંખો બંધ કરતાં પહેલા 'મેચ ફોર યુ' પર ક્લિક કરી રાખ્યું હતું. હવે ઢગલાબંધ ઓનલાઈન માંગા આવવાની તૈયારી પર હતા. તેણે પોતાની આંગળી વડે લીસ્ટને સ્ક્રોલ કર્યું. ઘણા બધા બાયોડેટા બુલેટ ટ્રેઈનની ગતી માફક નીચેથી ઉપર ચાલ્યા ગયા.

"હવે હું જેના પર આંગળી મૂકીશ. તારે તેને એની હાઉ ડેટ પર લઈ જવાની છે."

"મારી નાખ્યા આવું. બધુ મને નહીં આવડે" મેં માથા પર હાથ મુકતા કહ્યું.

"તો ક્યારે આવડશે નેવુ વર્ષનો થઈશ ત્યારે?" તે આંખો બંધ કરીને હજી સ્ક્રોલ કરી રહી હતી .

"માનવ રેડી? હવે હું તારા માટે પરફેક્ટ મેચ કરું છું. થ્રી... ટૂ..... વન...." તેની આંગળી ક્યાં પડે છે હું તે કુતૂહલતાપૂર્વક જોઈ રહ્યો હતો. સંભાવના પ્રમાણે જોઈએ, તો લગભગ એક ૯૦ કિલો વજનની છોકરીની પ્રોફાઈલ સૌથી નીચે હતી અને તેથી તેની ઉપર આવવાની સંભાવના પૂરેપૂરી અને થયું એવું જ. તે છોકરી ઉપર આવી અને માધવીએ દુલ્હન સિલેક્ટ આંગળી આગળ વધારી. મને થયું કે આજે તો મરી જ ગયા. મેં ડરના કારણે આંખો બંધ કરી દીધી.

"અને તમારા માટે સ્પેશ્યલ પત્ની સિલેક્ટ થઈ ગઈ છે' માધવી પોતાની આંખો ખોલતા બોલી. મારી આંખો હજી બંધ હતી. માધવીએ જોયું તો ખરેખર તે જ છોકરી હતી જેની મને શંકા હતી. પરંતુ કોણ જાણે ક્યાંથી માધવીને સદવિચાર આવ્યો કે ધીસ ઈસ નોટ ફેર બિચારાને ચેલેન્જ આપવાની છે, દુઃખ નહિ. એટલે તેણે સફળતાપૂર્વક સિલેક્ટ થયેલી પ્રોફાઈલની ઉપરની પ્રોફાઈલ પર આંગળી મૂકી દીધી.

"આંખો ખોલ એટલી પણ ખરાબ નથી હવે"

"મને ખબર છે પેલી 90 kg વાળી છોકરી જ હશે" આજે માધવી મનમાંને મનમાં માનવના આઈ.કયું. ઉપર કુરબાન થઈ ગઈ.

"અરે તે નથી. આંખ ખોલી ને જો તો ખરા માનવ" સિલેક્ટેડ પ્રોફાઇ પિક્ચર પરથી જરા હેલ્ધી તો હતી જ પરંતુ ૫૦-૫૫ કી.ગ્રા. ની 90કી.ગ્રા.ની નહીં.

"આ કેવી રીતે થયું ?" મેં પૂછ્યું.

"મેં પ્રોફાઈલ બદલી નાખી. આફ્ટર ઓલ હું તારી દુશ્મન તો નથી જ ને" તેણે વિન્ક કરતા કહ્યું.

"ચાલ તે વાત પર આઈસક્રીમ પણ મારા તરફથી." વેઈટરને આઈસક્રીમ લાવતા જોઈને હું બોલ્યો.

હું તે છોકરીની પ્રોફાઈલ ચેક કરી રહ્યો હતો. "આ વેબ સાઈટમાં તો વ્યક્તીના નામને બદલે કોડ છે અને વ્યક્તીની પર્સનલ જાણવા માટે મેમ્બરશીપ અપડેટ કરવાનું કહે છે મતલબ કે પૈસા માંગે છે." મેં કહ્યું.

"બચ્ચુ તને શું લાગે છે? હું તને ઇઝી ટાસ્ક આપીશ? એકાઉન્ટમાં તો બહુ મગજ ચલાવ્યું હવે આમાં ચલાવ." તેણે આઈસ્ક્રીમનો સ્વાદ માણતા કહ્યું.

·"લેટ મિ ચેક !"

·"ઓ શેરલોક હોલ્મ્સ, આ ટેબલેટ ઘરે લઈ જા અને તારે જે કરવું હોય તે કરજે. લેટ મિ એન્જોય માય આઈસ્ક્રીમ "

"આ તો સારું છે, આઈ મીન તારી ગિફ્ટ હું કેમ લઈ જાવ ડફર."

"ડફર મેં પહેલા જ કહ્યું હતું કે આ ગિફ્ટ છે. પણ તારા માટે. મને કોઈએ નથી આપી. આટલું મોટું કામ કરીને આવ્યો છું. તો ગિફ્ટ તો બનતા હૈ. એટલે હું તારા માટે લાવી છું અને હા નો ઈમોશનલ અત્યાચાર પ્લીઝ."

***

"હાઈ માધવી" મેં ધીમા સ્વરે કહ્યું.

"શું છે માનવ, સમય જોયો છે? અડધી રાત થઈ છે" માધવી બગાસું લેતા બોલી.

"સોરી આઈ નો ધેટ. બટ આઈ હેવ ફાઉન્ડ ધ નેમ ઓફ પ્રોફાઈલ ગર્લ."

"શું વાત કરે છે ? શું છે તેનું નામ" માધવી રાજી થઈ ગઈ.

"તેનું નામ છે સિમ્પલ કૌર"

"તું બ્લફ તો નથી કરી રહ્યો ને? જો મને ખબર પડી કે તે મને અડધી રાત્રે માત્ર ગેઝ કરેલું નામ સંભળાવવા જગાડી છે તો તારી ખેર નથી."

"આઈ એમ સ્યોર. હું તને તેના ફોન નંબર આપીશ. તું જાતે તેને પૂછી લેજે"

"તે વળી તેને કેવી રીતે શોધી?"

"તારે શું છે ? મને મળી ગઇ તે મહત્વનું છે. કેમ મળી તે નહીં."

"ઓયે પ્લીઝ કહી દે. કહી દે નહીંતર મને આખી રાત નીંદર નહીં આવે." તેણે મેલોડ્રામા શરૂ કર્યો.

"બહું ઇઝી હતું. તેની પ્રોફાઈલ પર ઘણું બધું લખેલું હતું. પરંતુ મારે તો માત્ર ત્રણ વસ્તુ જ કામની હતી. એક તો તે ભાવનગરમાં રહે છે. બીજું તે કાન્વેંટ કોલેજમાં ભણે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ તે પંજાબી છે."

"હા તો એમાં શું વળી. ઈટ્સ નોર્મલ."

"માધવી પંજાબમાં પંજાબી નોર્મલ કહેવાય ગુજરાતમાં નહીં."

"પણ આટલી માહિતીથી તું એને કેવી રીતે શોધી શક્યો."

"તેની પ્રોફાઇલ માથી તેની જન્મતારીખ લઈ તેના હાલના ઉમર શોધી. તે ૧૯ વર્ષની હતી એટલે એમાં સેકન્ડ યરમાં હોવી જોઈએ. બસ તેથી મેં કોલેજનીની વેબસાઈટ કરી. લાસ્ટ યીઅરનું રીઝલ્ટનું ડાઉનલોડ કરી કરી એક્સલને કામ સોંપી દીધું. નેમ વાઈસ ડેટા શોર્ટિંગ કરી હું એક પછી એક નામ ચેક કરતો ગયો અને સદનસીબે આખી બેચમાં એક માત્ર નામ પંજાબી હતું. 'સિમ્પલ કોર' જસત સિમ્પલ" મેં કહ્યું.

"બ્રેવો" માધવી બોલી.

"નામ મળે એટલે એફ.બી., ટ્વીટર, ગૂગલ પ્લસ જે સોસીયલ સાઈટ પર કનેક્શન જોઈતું હોય તે મળી જાય. જસત સિમ્પલ" મેં હસતા હસતા કહ્યું.

"બસ હવે, મને જસ્ટ સિમ્પલ સુવા દે." અને અમે બંને ખડખડાટ હસી પડ્યા.


Rate this content
Log in