Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Romance Others

2.4  

Pravina Avinash

Romance Others

ઉમંગનું લોલક 7

ઉમંગનું લોલક 7

8 mins
14.3K


પ્રકરણ : મુકેશનો એકરાર

જે પળનો ઘણા વખતથી ઈંતજાર હતો એ આજે અનાયાસે આવી મળી. કોઈ તૈયારી ન હતી. દિલની વાત જાણવા અને જણાવવા મુકેશ ઘણા વખતથી વિચારી રહ્યો હતો. આજે પણ અવઢવમાં હતો. માઝમ રાત વિતી જાય છે. જેની આગળ દિલ ખોલીને વાત કરવી છે તેનો સાથ છે. મનમાં બબડ્યો હજુ મોટેથી કહેવાની હિમત એકઠી કરવાની બાકી હતી. આમ તો ખૂબ બોલકણો અને દિલના ભાવ વ્યક્ત કરવામાં જરાય સંકોચ ન અનુભવતો. અંહી વાત જરા જુદી હતી. જો જુવાની હોત તો એક ઘા ને બે ટુકડા કર્યા હોત. મન વિચારી રહ્યું,

'હવે શાની રાહ જુએ છે'?

દિલ બેકરાર છે.

એકરાર કરી લે મૂરખ'.

યાદ છે ને ભર જુવાનીમાં બેદરકારીને કારણે ગાડી છૂટી ગઈ હતી. આજે સોનેરી તક સાંપડી છે. વિચાર થંભવાનું નામ લેતાં ન હતા. મુકેશ ગાડી તો સહજ ચલાવતો હતો પણ જોરથી બ્રેક દબાઈ ગઈ. ચીં, કરતી ગાડી ઉભી રહી. અમિતા સમતોલન ગુમાવી બેઠી. સીટ ઉપર પડી. બચી ગઈ સીટ બેલ્ટને કારણે, નહી તો કદાચ મુકેશને તેના સ્પર્શનો લહાવો માણવા મળત ! અચાનક કેમ આમ થયું, તેનો તેને જરા પણ અંદાઝ ન હતો. તેણે મુકેશની સામે જોયું .

મુકેશમાં આંખ મિલાવવાની શક્તિ ન હતી. ધીમેથી 'સૉરી, કહી ગાડી ચલાવવા પર ધ્યાન આપ્યું. ' નરિમન પૉઈન્ટ પાસે 'આનંદો મિલ્ક' જ્યાં મળે છે ત્યાં ગાડી ઉભી રાખી. મુકેશનું બીજું નામ 'બેતાજ બાદશાહ' હતું. દિલનો દિલાવર, બધાને પ્રેમથી બોલાવી પોતાનું કામ કઢાવે. જે માણસ તેને સર્વિસ આપતો હોય તેને છુટ્ટે હાથે ટીપ પણ આપે. 'ગુડ્ડુ' દોડતો આવ્યો. સાહેબને બરાબર ઓળખતો હતો. સલામ મારી.

'બે આનંદો મલાઈ મારકે'!

'હમણાં જ લાવ્યો'. સાહેબની સાથે કોઈ રૂઆબદાર સ્ત્રી જોઈ તેને પણ સલામ મારી. ગ્લાસ સરખાં ધોયા અને બે આનંદોના ગ્લાસ લઈને આવી પહોંચ્યો. પહેલો ગ્લાસ અમિતાને આપ્યો. બીજો આપતી વખતે મુકેશ શેઠની સામે આંખ મારી. મુકેશે લાફો મારવા હાથ ઉગામ્યો પણ અમિતા જોઈ જાય તો ખરાબ લાગે એટલે માથું ખંજવાળ્યું. અમિતા બધું જોઈ રહી હતી પણ કોઈ પ્રતિભાવ ન આપતી. તેના મનમાં પણ મુંઝવણ હતી.

મુકેશને પણ લાગ્યું કે અમિતાને કાંઈક કહેવું છે. અબોલાની આ દિવાલ ભેદવી બન્ને માટે કપરી હતી. આખરે મુકેશને લાગ્યું આ વિકટ કાર્ય મારે જ કરવું પડશે!

'આનંદો મિલ્ક કેવું લાગ્યું'?

ધડ માથા વગરનો સવાલ પૂછ્યો. એ મિલ્ક એવું સરસ છે કે સહુને ભાવે. અરે પેટ ભરેલું હોય તો પણ સમાઈ જાય.

અમિતાએ સ્મિત દ્વારા જવાબ આપ્યો.

હજુ પણ અવાજ નિકળતો ન હતો. હવે મુકેશ બરાબર મુંઝાયો. ગુડ્ડુ પૈસા લેવા આવી ને ઉભો હતો. અમિતાના હાથમાંથી પહેલાં ગ્લાસ લેવા એ બાજુની બારી પાસે હતો. મુકેશે ૫૦૦ રૂ.ની નોટ અમિતાને આપી. જ્યારે ગુડ્ડુ તેની પાસે ગ્લાસ લેવા આવ્યો ત્યારે ધીરેથી કહે 'છુટ્ટા રહેવા દેજે'.

અમિતા આભી થઈ ગઈ. આટલી બધી ટીપ ! મુકેશની સામે જોયું. તેની આંખનો પ્રશ્ન મુકેશ સમજી ગયો.

'ગુડ્ડુ ખૂબ પ્રેમાળ છોકરો છે . દિવસે ભણે છે. રાતના નોકરી કરી કમાય છે. માબાપની કાળજી પણ કરે છે'.

અમિતાને મુકેશની આ બાજુ ખૂબ ગમી. તેના દિલમાં જરૂરિયાતમંદો માટે નો પ્યાર તેને ગમ્યો. દૂધ પીને ગાડી ઑબરૉયની સામે પાર્ક કરી બન્ને જણા પાળી પર ગોઠવાયા. અરબી સમુદ્ર મોજાં ઉછાળી બન્નેનું સ્વાગત કરી રહ્યો હતો. હૈયા ધબકતાં હતાં. મોજાના અવાજમાં ધડકનનો અવાજ દબાઈ જતો. મુકેશને થયું જો આ પળ ગુમાવીશ તો હાથમાં આવેલી સોનેરી તક સરી જશે. પેટ તો ભરેલું હતું . ઉપરથી આનંદો મિલ્ક, માત્ર હિમતની જરૂરિયાત હતી.આટલો પરવશ તો તે કદી ન હતો. અમિતાની પ્રતિભા અને મુખ પરની નિશ્ચલતા તેને અંજાવી દેતાં હતાં. હતી તેટલી બધી હિમત ભેગી કરી.

'અમિતા, મારે તને કાંઈ કહેવું છે".

અમિતા સડક થઈ ગઈ. તેને હતું આજે જરૂર કંઈક બનશે. તેને માટે મનોમન તૈયારી કરી રહી હતી. આમ સીધો સવાલ આવશે તેની કલ્પના ન હતી.

'શું મને કહ્યું '?

'ના, આ દરિયાના મોજા સાથે વાત કરું છું' !

બન્ને જણા ખડખડાટ હસી પડ્યા. આંખ મળી અને અમિતાના નયનો ઝૂકી ગયા.

મુક્શને લાગ્યું તીર નિશાના પર લાગ્યું છે. 'થઈ જા તૈયાર , જે કહેવું હોય તે મલાજો રાખીને કહી દે. દિલની વાત દિલદાર પાસે કરવી છે. જે ફુલથી નાજુક અને હીરા કરતાં તેજસ્વી છે.'

અવાજમાં બને તેટલી નરમાશ લાવીને ફરીથી કહ્યું, 'અમિતા, આજે તને કંઈક કહેવું છે. જો તું નારાજ ન થાય તો'!

અમિતાએ આંખથી સંમતિ આપી. તેના ગળામાંથી શબ્દો નિકળવા જોઈએ ને ? પોતાની મુંઝવણ છતી ન થાય તેનો ખ્યાલ રાખ્યો. તેને પણ જાણવી હતી મુકેશના દિલની વાત'. આજે એ પ્રસંગ દ્વાર ખટખટાવી રહ્યો હતો. અંતરનો ઉમળકો ઉછળી ન પડે તેનો ખ્યાલ રાખવો રહ્યો. અમિતા વીસ વર્ષની ન હતી. બે જુવાન બાળકોની 'માતા' અને બે ભુલકાંઓની' નાની' ! વર્તન સૌમ્ય અને સંયમશીલ હોય તેમાં નવાઈ નહી. છતાં મન રાજીપામાં રાચ્યું. તેને ખબર હતી ગમે ત્યારે આ ઘડી આવશે ત્યારે તેનો સામનો કરવો પડશે. એકલતા તેને પણ સતાવતી હતી. હા, પ્રવૃત્તિમય જીંદગી જરૂર હતી. 'ખાલિપો' ડરાવતો. સંધ્યા ટાણુ થાય ત્યારે નજર બારણામાં ખોડાઈ જતી. કોઈક આવશે ! પદ સંચાર સાંભળવા કાન તત્પર થતાં. કોણ હરિનો લાલ આવવાનો હતો ? આશા નિરાશામાં ફેરવાઈ જતી. પુસ્તક લઈને વાંચવા બેસતી દિલ ચોંટતું નહી. નાના ભુલકાંઓના સ્વેટર કે મોજા ગુંથતી. તેનો પણ કંટાળો આવતો. જાણે કોઈની રાહ ન જોતી હોય! અમૂલખ એ તો હવે સ્વપનામાં પણ માંડ આવતાં. તેની મધુરી યાદોમાં ખોવાઈ જવાનું ગમતું. ચહલ પહલથી ગુંજતું ઘર મુખ પર સ્મિત રેલાવતું. વળી પાછી હકિકતની હરિયાળી લહેરાતી અને સ્મિત વિલાઈ જતું, ઉદાસી છાઈ જતી. કોને ખબર આજનું મુકેશનું વર્તન તેને ગમ્યું. પરિસ્થિતિ જોતાં તેને અંદાઝ આવી ગયો હતો ,'કદાચ આજે એ પળ આવીને ઉભી રહે'? પ્રતિભાવ કેવો આપવો તે હજુ ચોક્કસ ન હતું. કાંઈ નહી તો ઇન્કાર લાગે તેવું વર્તન નહોતું બતાવવું. મુકેશ દિલની વાત કરે તેવું મનમાં ઈચ્છતી હતી.

અમિતાની આંખો દ્વારા મળેલી સંમતિથી મુકેશમાં હિમ્મત આવી. નરિમાન પોંઈન્ટ પરની પાળી પર એક ફૂટના અંતરે બેઠો હતો. થોડો અમિતાની નજદિક સર્યો. અમિતાએ વાંધો ન લીધો, તે તેને ગમ્યું. અમિતાને લાગ્યું મુકેશ હિમત એકઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેની આંખમાં આંખ પરોવીને કહ્યું, ' આજે ને આજે કહેવું જરૂરી ન હોય તો રહેવા દો ' !

'ના, ના આજે અને હમણાં જ કહીશ. ખાત્રી આપ કે તું નારાજ નહી થાય'. મુકેશ ઉછળી પડ્યો.

અમિતાએ નોંધ્યું દર વખતે તમે કહેતો મુકેશ આજે એકદમ તું પર ઉતરી આવ્યો હતો. તેનું દિલ ધબકારો ચૂકી ગયું. ધડકન વધી હતી મુકેશની નજરમાં ન આવે તેનું ધ્યાન રાખવું રહ્યું.

મુકેશ જરા ટટ્ટાર થયો. વાત ધીરે ધીરે સાવચેતીથી આગળ વધારવાની તકેદારી રાખી. 'જો તને ઘણા વખતથી કહેવાનો વિચાર કરતો હતો પણ મનમાં થતું કે ્તું નારાજ તો નહી થાય ને '?

અમિતાના મુખના ભાવ જોવા રોકાયો. અમિતા નીચી નજરે સાંભળી રહી હતી. મુકેશને લાગ્યું ,'મારી વાત તેને ગમે છે'.

મુકેશનો ઉત્સાહ વધ્યો. ધડાક દઈને બોલાઈ ગયું,'તું મને ગમે છે'.

બોલતાં તો બોલાઈ ગયું. હાથ લગાવવાની હિમત ન હતી. અમિતાનો પ્રતિભાવ શું મળશે તેની કલ્પના કરવાની તેનામાં તાકાત ન હતી.

અમિતા ટટ્ટાર થઈ ગઈ. કાંઈ બોલી ન શકી. પોતાના મનના ભાવ બતાવવાની તેની તૈયારી ન હતી. માત્ર વધારે નીચું જોઈ ગઈ. દિલ તેજ ચાલતું હતું. વગર બોલ્યે તેના દિલના ભાવ મુકેશ સમજી શક્યો.

આ પ્રતિભાવ મુકેશના ખૂબ ગમ્યો. સજ્જનતા બતાવવા બોલ્યો,

'તારે હમણાં કાંઈ પણ કહેવાની જરૂર નથી. તું શાંતિથી મારી વાત સાંભળે છે તે મારે માટે ઘણું છે.' મુકેશનું હૈયુ હાથ ન રહ્યું. બધા ભાવ વ્યક્ત ન થઈ જાય તેની સાવચેતી રાખી. લાગણીઓ પર લગામ ખેંચી બોલ્યો.

'ચાલ બહુ મોડું થઈ ગયું ,તને ઘરે છોડી દંઉ.'

અમિતા એ ઉઠવાની ચેષ્ટા કરી. ચાવી દીધેલ પૂતળાંની માફક ઉભી થઈ ચાલવા લાગી. મુકેશ સમજી ગયો. ઝડપથી ચાલી ગાડીનો દરવાજો ખોલ્યો. આખે રસ્તે બન્ને એક પણ અક્ષર બોલ્યા નહી. અમિતા બીજે માળે રહેતી હતી. ગાડીનો દરવાજો ખોલ્યો. તેને બીજે માળે ઘરે મૂકવા ગયો.

ચાલ. જય શ્રી કૃષ્ણ'

અમિતાએ વળતાં જય શ્રી કૃષ્ણ કહ્યા. મુકેશે હિમત કરી તેની પીઠ પર હાથ લગાડી લાગણીથી કહ્યું , 'શાંતિથી સૂઈ જજે. કોઈ વાતની ઉતાવળ નથી'. આટલી હિમત ક્યાંથી આવી તે એક કોયડો હતો !

મુકેશ ગાડી ઘરે હંકારી ગયો. મુકેશના ગયા પછી ચંપલ કાઢી હાથ મોં ધોઈ અમિતા પલંગ પર ઢગલો થઈને પડી. આજે નહી તો કાલે આ સ્થિતિ આવવાની હતી તેની તેને ખબર હતી. આટલી જલ્દી આવશે તે ખબર ન હતી. આ પળ ખૂબ સુંદર રીતે પસાર થઈ તેનો તેને આનંદ હતો. મુકેશ માટે લાગણીનો પ્રવાહ વહેતો હતો. હજુ તે દર્શાવવાની તેની તૈયારી ન હતી. જુવાન બાળકો પાસે કયા મોઢે પોતાની લાગણીઓનો એકરાર કરે ? બાળકો કોઈ વાંધો લેવાના નથી તેની તેને ખાત્રી હતી. આ તો તેમના માટે પણ ગમતું હતું. મમ્મીની એકલતા તેમને જચતી ન હતી. અમિતા હજુ પણ અંદરથી તૈયાર છે કે નહી તે જાણતી ન હતી. તેને થતું,' અમૂલખને દગો તો નથી દેતી ને' ? વિચારોની દુનિયામાં ખોવાઈ ગઈ. ક્યારે આંખ મિંચાઈ ગઈ તેનું ભાન પણ ન રહ્યું. આખી રાત લાઈટ ચાલતી રહી. 'કોને ખબર અજવાળામાં સ્વપના બરાબર જોઈ શકી હશે' ? સ્વપનાના અજવાળામાં મુકેશને ધારીને જોવાનો લહાવો માણ્યો ! મુકેશના સવાલનો જવાબ આપ્યો ન હતો. મનમાં આનંદ થયો.મોઢામાંથી હા, કે ના કશું ન નિકળી શક્યું. 'મૌન એટલે સંમતિ ' એ મુકેશને બરાબર ખબર હતી.

અમિતાને તેના ઘર સુધી મુકી મુકેશ ગાડીમાં આવ્યો. બાજુની સિટ ખાલી જોઈ આછો નિસાસો મૂક્યો. નિરાશા ખંખેરી અને કોણ જાણે કેટલા વર્ષો પછી સીટી મારી, 'પ્યાર હુઆ એકરાર હુઆની 'ધુન વગાડી રહ્યો. ગાડીના અરિસા પર નજર ગઈ. ખુદનું મુખારવિંદ જોઈને ઝુમી ઉઠ્યો. કોને ખબર આટલા બધા આનંદી મિજાજમાં એ છેલ્લે ક્યારે હતો ? તેને હૈયે પરમ શાંતિનો અનુભવ થયો. આખરે એકરાર કર્યો. ક્યાંથી આટલી બધી હિમત આવી ગઈ. કારણ ભલેને ગમે તે હોય મુકેશ પોતાની જાત ઉપર મુસ્તાક હતો. અમિતાને મનના ભાવ કહેવા કેટલા વખતથી ઉત્સુક હતો.

સાઈઠ વર્ષની ઉમરે પ્યાર થાય ?

આવી સુંદર વ્યક્તિનો સહવાસ મળશે એ વિચાર જો આટલો રોમાંચક હોય તો હકિકત કેટલી અદભૂત હશે !

બસ હવે તો જીંદગીમાં બહાર આવશે.

'યાર, આખરે હિમત કરીને કહી દીધું', ભગિરથ કાર્ય પાર પાડ્યું.

'હા, યાર કહ્યું તો સારું કર્યું. મસ્તતક ઉપરથી દસ મણની શીલા હટી ગઈ'.

અરિસા સામે જોઈને જાતજાતની અલ્લડ વાતો કરતો હતો. ભૂલી ગયો કે એ પચ્ચીસ વર્ષનો નથી. ખેર, મન મનાવવામાં સફળ થયો. 'પ્યાર' ગમે તે ઉમરે થાય. તેની અસર બહાર લાવે. યુવાની દરમ્યાન જેનાથી વંચિત રહ્યો હતો તે અત્યારે વ્યાજ સાથે મળવાની આશા સેવી રહ્યો. તેને ખબર હતી જુવાની કેવી રીતે વેડફી હતી. પરિણામે અત્યાર સુધી "વાંઢો" રહ્યો. હવે જ્યારે સાન આવી ત્યારે આ સુવર્ણ તક જવા દેવી ન હતી. તેને સ્ત્રીના સાથની ઝંખના હતી. આચરણ ઘણું સુધર્યું હતું. આવી સુંદર, પ્રતિભાશાળી અને સંસાર શોભાવે તેવી નારીના પ્રભાવ તળે આવી ગયો હતો.

જાણે ઈડરિયો ગઢ ન જીત્યો હોય તેવી ભાવના સારા બદનમાં પ્રસરી રહી. પોતાની જાત પર ગર્વ થયો. પત્તાની બાજીના બધા પના ખુલ્લા મુકાઈ ગયા હતા. અમિતાના વર્તન અને પ્રતિભાવથી લાગ્યું બસ હવે 'હાથ વેંતનું છેટુ છે" ! અમિતાની સાથેની સુહાની રાત્રી યાદ કરતાં ક્યારે ઉંઘ આવી ગઈ તેનો ખ્યાલ પણ ન રહ્યો. પેલો ચાંદ બારીમાંથી મુકેશના મુખ પર રેલાઈ રહેલાં હાસ્યને નિરખી રહ્યો. કોઈ તેના સિવાય જોનાર ન હતું !. ચાંદને પણ ધોખો થયો, 'શું આ મુકેશ ખરેખર આધેડ છે?'


Rate this content
Log in

Similar gujarati story from Romance