Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Crime Others

3  

Mahebub Sonaliya

Crime Others

એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૭

એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૭

10 mins
14.8K


દિવસ-૩, ૧૧.૧૦

રાજુભાઈ પેલી પોલીસીનું પેકેટ લઈને આવી ગયા. મારી નજર સામે ૧,૨૫,૩૮૫ રૂપિયાની જરનલ એન્ટ્રી હતી. મેં એક પછી એક ને બધી જ એન્ટ્રીઓ તપાસી. મેં પાનાં ફેરવ્યા. છેલ્લી એન્ટ્રી ઉપર આવે તેથી હું પાનાં પલટવા લાગ્યો. સૌ પ્રથમ એન્ટ્રીનું ડિસ્ક્રિપ્શન આ મુજબ લખ્યું હતું.

'બિંગ જર્નલ એન્ટ્રી પાસ ડ્યું તો સમ ટેકનીકલ ફોલ્ટ, પેમેન્ટ થ્રૂ ચેક બટ પી.એલ. ઈસ નોટ ક્રેડીટ.'

હા આવું પહેલા ઘણીવાર થતું હતું. જુના સોફ્ટવેરમાં મોડ્યુલ એકાઉન્ટસની માત્ર એક જ અસર લખતું હતું અને બીજી અસર કોઈ એરરના કારણે અપાતી નહોતી. એટલે આ એન્ટ્રી તો બરાબર છે તે બાદ ચેક રીલીઝ થતાં ખબર પડી કે પોલીસી એક્સપેન્સની ચેકબુકને બદલે મેનેજમેન્ટ એક્સપેન્સની ચેકબુકમાંથી ચેક ઇસ્યુ થઈ ગયો હતો. તેથી તેને સુધારવા જરનલ નંબર ૨ પાડવામાં આવી. વળી પછી ખબર પડી કે ખોટા બેંકની જેમ જ ખોટા એકાઉન્ટ હેડમાંથી પૈસા ચૂકવાયા છે. તેને રેક્ટિફાય કરવા ત્રીજી એન્ટ્રી પાડવામાં આવી અને છેલ્લે ઓડિટમાં આ કેસ આવતા ખબર પડી કે આ રેકટીફિક્શન એન્ટ્રીને પણ રેક્ટિફાય કરવી પડશે કારણકે કોઈએ નોન પાર્ટિસિપેન્ટ એકાઉન્ટ હેડ યૂસ કર્યો હતો. જેથી નવી જરનલ એન્ટ્રી પાર્ટિસિપેન્ટ એકાઉન્ટ હેડ હેઠળ પાસ કરવામાં આવી. હા થોડું ગડબડ વાળું છે પણ વાસ્તવમાં હવે કોઈ ગરબડ લાગતી નથી. મેં આ પોલીસી પેકેટને સાઇડ પર મૂકી બીજા મોટા થોથામાં માથું નાખ્યું.

"તમે મારું કામ નથી કરી દીધું હો મને યાદ છે" મેં રાજુભાઈને કહ્યું.

"હા હા મને ખબર જ છે ને. હું હમણાં અહીંનું પરચુરણ કામ પતાવ્યું, બેંકે જ જવાનો છું." રાજુભાઈ બોલ્યા.

દોઢક વાગ્યાની આસપાસ રાજુભાઈનો ફોન આવ્યો. તેઓ બેંકે ગયા હતા પરંતુ ત્યાં કનેક્ટિવિટી ન હોવાથી સ્ટેટમેન્ટ મળ્યા નથી. આફ્ટરનૂન તેઓ બેન્કે પાછા જવાના હતા પરંતુ હજી તેમનો કોઈ અતો પતો નહોતો. ઉપરથી મેનેજર એફ અને એની ઉઘરાણી પણ શરૂ થઈ ગઈ. માત્ર ત્રણ દિવસમાં જ તેમની ધીરજ ખૂટી ગઈ. પોલીસી હોલ્ડર એકાઉન્ટનું વોલ્યુમ ખૂબ જ મોટું હોવાથી તેમાં સમય તો લાગે જ તે પણ સ્વાભાવિક છે. પણ આ બધું હાયર ઓફિસને કેમ ખબર નહીં હોય?

·"શું થયું" મેં રાજુભાઈને ફોન લગાડ્યો.

"અહીં કનેક્ટિવિટી નથી સાહેબ. હજી નેટવર્ક પ્રોબ્લેમ છે" રાજુભાઈએ જવાબ આપ્યો.

"તમે ત્યાંના કોઈ ઓફિસર સાથે મારી વાત કરાવો"

"હા બે જ મિનિટ રાહ જુઓ" રાજુભાઈ કશી મૂંઝવણમાં હોય તેવું તેના અવાજ પરથી લાગી રહ્યું હતું

"જી હેલો ગુડ આફ્ટરનૂન હું પારિજાત પ્રજાપતિ આપની શું સેવા કરી શકું?" કોઈ પીઢ ઉમરનો માણસ હશે તેમ અવાજ પરથી લાગ્યું.

"હાઈ હું માનવ શાસ્ત્રી આઈ એમ ડેપ્યુટ હિઅર. મારે મેનેજમેન્ટ એકાઉન્ટના બધા સ્ટેટમેન્ટ જોઈએ છે."

"સો સોરી શાસ્ત્રીજી પરંતુ અહીં કનેક્ટિવિટી નથી. જેવું નેટવર્ક આવશે તો સૌથી પહેલાં તમારા સ્ટેટમેન્ટ પ્રીન્ટ કરાવી દઈશ."

·"ઓકે થેન્ક્યુ. શક્ય હોય તો મને ઈ-મેલ પણ કરી આપશો"

"હેવ નાઈસ ડે મિસ્ટર શાસ્ત્રી"

***

"શું ચાલે છે યાર?" રાઘવ ભાઈએ મારા પીઠ પર ટેપ કરતા કહ્યું.

"કૈં નહીં માય માઈન્ડ ઈસ બ્લેન્ક નાઉ"

"નીડ ટી?"

"યા સ્યોર"

તેમણે ચા મંગાવી.

"ક્યાં પહોંચ્યુ તમારું કામ?" તેણે ફરી મારા પીઠ પર હાથ પછાડ્યો. મેં એમને આખી વાત કરી. રાજુભાઈનું બેંકે જવું, ત્યાં નેટવર્ક ના હોવું, મારું કામ અટકી જવું અને મેનેજર એફ એન્ડ એની ઉઘરાણી વગેરે.

"ઈટ્સ સરપ્રાઈઝીંગ, સવારે હું બેંકે ગયો હતો ત્યારે તો બધું બરાબર ચાલતું હતું. રાઘવભાઈએ મારી પાસેની ખુરશીમાં બેસતા કહ્યું.

"આ તો ભારતનું નેટવર્ક છે ભાઈ.' હું જરા મલકાયો. આમ તો વાતોના વડા કરવા મને બહુ ફાવે નહીં. પણ રઘુભાઈ મને મૌન થોડો રહેવા દે. થોડી વાતોનો દોર ચાલ્યો ત્યાં તો અમારી ચા આવી ગઈ. મારા ટેબલ પાછળ હતી.

એક કેબિન હતું. તેથી ચાલવા માટે બહું સાંકડો પેસેજ જ રહેતો. એક ચા રાઘવભાઈને આપી. ચા વાળો મારી પાસે આવ્યો. સાંકડી જગ્યામાં તે પરાણે ઘૂસ્યો. જલ્દી જલ્દી ચા ભરી અને ઉતાવળમાં બહાર નીકળવા જતા ટેબલ પરની ફાયલો, પેપર્સ બધું જ નીચે પાડ્યું. અને પોતે પણ ગબડી ગયો. તે ઝટપટ ઉભો થયો શરમના મારે તેના હાથમાં જેટલા કાગળ આવ્યા તેને ટેબલ પર મૂકી અને ઉભી પૂંછડીએ ભાગ્યો. વાતનો દોર ચાલુ હતો ત્યાં જ થોડા પોલીસી હોલ્ડર પ્રીમિયમ ભરવા આવતાં કેશિયર સાહેબ ગપાટા મારવાનું બંધ કરી પાછા તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

ચાની ગરમાહટથી મગજ જરા હળવું થયું. હું ફરીથી કામ કરવા લાગ્યો. પેલો ચાવાળો મારું કામ વધારીને ચાલ્યો ગયો હતો. હું બધું ફરીથી શોધવા લાગ્યો. મારી રફ-શીટ ટેબલ પર ન હતી. નીચે વિખરાયેલા કાગળને સમેટી. મેં ફરીથી ડેસ્ક પર મુક્યા.

પેલું સવા લાખની ચાર એન્ટ્રીવાળું પેકેટ તો અડધું વિખરાઈ ગયું હતું. મેં તેના છુટા પડેલા કાગળો એકઠા કર્યા. રાજુભાઇ નથી તો હવે પ્યુનનું કામ પણ કરવું પડશે ?" હું સ્વગત બોલ્યો અને હસ્યો. જેટલા પેપર્સ પેકેટમાં રહી ગયા હતા તેને પણ મેં બહાર કાઢી લીધા અને ફાટેલા પેકેટને બદલે નવું પેકેટ લઈ સમય અને ક્રમાનુસાર કરવા લાગ્યો. અચાનક મારા હાથમાં એક એવું કાગળ આવ્યુ કે જેને જોતા વેંત જમારુ હૃદય તેજ ધબકવા લાગ્યું. મારુ શ્વસનતંત્ર તેજ થઈ ગયું. મારા આંખમાંથી થોડા અશ્રુઓ તે પેપર પર્સ પડ્યા અને મારા હાથમાંથી તે પેપર પડી ગયું.

"ઓહ માય ગોડ" મેં આગબબુલા થતા કહ્યું અને તે પેપર સિવાયના બધા જ પેપર એક સાથે પેકેટમાં ઠૂસી દીધાં !

· ***

દિવસ ૩, ૫:૧૫

"આર યુ સ્યોર મિસ્ટર શાહ્ત્રી?" ગાંધી સાહેબ ગંભીર સ્વરે બોલ્યા.

"૧૦૦% સ્યોર સર" મેં સ્વસ્થ સ્વરે કહ્યું.

"આપણી પાસે કોંક્રિટ કેસ જોઈએ માનવ."

"આઈ નો."

"માત્ર ધારણા પર આપણે કોઈ આક્ષેપ કરીએ તો ક્યારેક ઊંધા મોં પડવાનો વારો આવે."

"આઈ નો સર."

"હા પણ તારી પાસે શું પુરાવો છે. જેના આધારે આપણે કહેવું કે તેણે ક્રાઈમ કર્યો છે."

"વેલ મેં આપણા ડિવિઝનલ ડેટાબેઝમાંથી સર્ચ કર્યું છે કે આ વ્યક્તિએ બીજી બે નવી પોલિસી લીધી છે. જે બંને અલગ-અલગ બ્રાન્ચમાં લીધી છે."

"તો શું થયું પણ."

"આઈ સેઈડ તું ન્યુ પોલીઈસી આફ્ટર ડેથ."

"ઓહ માય ગોડ, આ તો કોન્ક્રેટ પ્રૂફ છે બોસ" ગાંધી સાહેબ મારી પીઠ થાબડતા બોલ્યા.

"થેન્ક્યુ સર."

"હું હમણાં જ તેને કોલકરું છું."

દિવસ-૪

"હેલ્લો ગુડ મોર્નિંગ, હું Mr. પ્રજાપતી સાથે વાત કરી શકું" રાજુભાઈ પાસેથી નંબર મેળવી મેં બેન્કમાં ફોન કર્યો.

"ગૂડ મોર્નિંગ સર, હોવ્ મેં આઈ હેલ્પ યુ ?" મિ..પ્રજાપતિ બહુ મીઠા છતાં એક કૃત્રિમ લહેજાથી બોલ્યો.

"મારે સ્ટેટમેન્ટ જોઈએ છે તમે કહો તો કોઈને મોકલું."

"સોરી મિ.. શાસ્ત્રી માત્ર એક જ પ્રિન્ટર ચાલુ છે"

"સર ટ્રાય ટુ અંદરસ્ટેન્ડ, તે મારા માટે બહુ જ જરૂરી છે. કાન યુ ઈ-મેલ ઇટ?"

"હું હમણાં જ કરી આપુ"

***

"આ તો મુસીબત છે. સાલું આમ તો કઈ રીતે કામ કરવું. લડવા માટે આવ્યો છું અને હથિયાર જ નથી. ખેર આપણે તો કામ કરવું જ છે ને. હજી ફાઇલ ખોલીને નજર ફેરવતો હતો ત્યાં તો મારા ડેસ્ક પર ઇન્ટરકોમ રણક્યો. "ઓ હો હો" મેં ત્રાસીને ફોનનું રિસિવર ઉપાડ્યું.

"બે મિનિટ માટે ચેમ્બરમાં આવો" ગાંધી સાહેબનું ફરમાન આવ્યું.

"પ્લીઝ કમ ઇન માનવ" ગાંધી સાહેબ બોલ્યા.

થોડા જિજ્ઞાષાવશ અને થોડા કેર-ટેકર તરીકે રાઘવભાઇ પણ મારી સાથે ચેમ્બરમાં આવીને મારી પાસે બેસી ગયા. રાઘવભાઈની આંખો ચકળવકળ થતી હતી. તે ઘડીક મારી સામે જુએ, ઘડીક ગાંધી સાહેબ સામે અને ઘડીક ચેમ્બરમાં બેસેલા અપરીચીત માણસ સામે જુએ.

"આમને મળો આ છે આપણા વહાલા પોલીસ ધારક મિત્ર તોગાભાઈ" ગાંધી સ્મીત સાથે થોડા વ્યંગમાં બોલ્યા. અમે સામે બેઠેલા માણસ તરફ જોયું તેણે પોતાના દાંત સાફ કરતાં કરતાં અમારી તરફ બનાવટી સ્મિત કર્યું.

''આપણા લકી કોમ્પિટિશનના વિજેતા છે તોગાભાઈ" ગાંધી સાહેબ ઉમળકાથી બોલ્યા.

રાઘવભાઇ મને કોણી મારી તે પોતાની જિજ્ઞાષા રોકી શક્યા નહીં. પરંતુ મેં માથું ધુણાવ્યું. મારી પાંચ આંગળીઓથી રાહ જોવાનો નિર્દેશ કર્યો.

"હા તો મને શું ઈનામ આપવાનું છે" તોગો મલકાતો મલકાતો બોલ્યો.

"સવાલાખનું પ્રથમ ઈનામ છે" ગાંધી બોલ્યા. તોગાના મનમાં તો હરખના ફુવારા ફૂટવા લાગ્યા.

"પણ થોડી રાહ જુઓ હમણાં પોલીસ અધિકારીશ્રી આવી જાય પછી તેમના વરદહસ્તે પાછો તમને સવા લાખનો ચેક આપવાનો છે" ગાંધી સાહેબ પોતાની ચેપોલીસ પોલિસએટલે શું" તોગાનું મોઢું પીળું પડી ગયું.

"કૈં નહીં ભાઈય આપે થોડો કોઈ ગુનો કર્યો છે તો ગભરાઓ છો. આપ તો અમારા માનવંતા ગ્રાહક છો."ગાંધીજી તોગાની ખુરસી પાછળ ઉભા રહ્યા.

પરિસ્થિતીનો તાગ પામી ગયેલો તોગો દરવાજા તરફ દોડ્યો. એક શ્વાસે તેનાથી જેટલું બળ થાય તેટલું બળ લગાડી તે ભાગ્યો. પરંતુ તેની આ કોશીશ બેકાર ગયી. રાઘવભાઈ તેની પાછળ દોડ્યા અને થોડી જ વારમાં તેની બોચી પકડીને ખેંચતાં આવ્યા.

"મને પોલીસના હવાલે ના કરશો. મારા નાના બચ્ચા છે" તોગો રડમસ થઈને બોલ્યો.

"હા તારા નાના નાના બચ્ચા છે એટલે જ તો તેને ઓનપેપર મારી નાખી અને પૈસા કમાવાનો ખેલ આદર્યો છે તે." ગાંધી સાહેબ પોતાના સ્વભાવથી વિરુદ્ધ પહેલીવાર ગરમ થઈને બોલ્યા.

"સાહેબ હું પૈસા પાછા આપવા તૈયાર છું અને આવું કોઈ જગ્યાએ નહીં કરું. મને માફ કરો" તોગાને રાઘવભાઇએ સારો ઠમઠોર્યો લાગે છે તે હજી સુધી ધ્રુજી રહ્યો હતો.

"હા તો પૈસા આપ અને ચાલતો થા" ગાંધી સાહેબ બોલ્યા.

"વેઈટ અ મીનીટ. ઇટ ઈસ નોટ ઇનફ" મેં વચ્ચે બોલતા કહ્યું.

"તો" ગાંધી સાહેબ અને તોગો બન્ને એક સાથે બોલ્યા.

"સંસ્થાને તેના પૈસા મળે તે યોગ્ય છે પરંતુ તે બાળકને પણ કશું મળવું જોઈએ ને" મેં કહ્યું.

"શું" ફરીથી તેઓ એકસાથે બોલ્યા.

"જો સંસ્થાને પૈસાના બદલે પૈસા જોઈએ છે તો મારે તે બાળકના નકલી મોતના બદલે તેની અસલી જિંદગી જોઈએ છે"

"પણ કેવી રીતે''

"તેને સ્કુલ મોકલીને, તારા હાથે મારી નખાયેલો રવી ઉર્ફે પોન્ટીંગ કદાચ શિક્ષાના હાથે સજીવન થઈ જાય!" મેં તે પળની કલ્પના કરતા કહ્યું.

"અને તેનો ખર્ચ? તેને કઈ સ્કુલ રાખશે? હું તો એક રૂપિયો પણ નહીં આપુ" તોગો વ્યાકુળ થતાં બોલ્યો.

"એની ચિંતા મને કરવા દો."

"પણ તું આ બધું શા માટે કરે છે?" ગાંધી સાહેબે પૂછ્યું.

"Well ૨૦ રૂ. માટે."

"શું ૨૦ રૂ. માટે?"

"હા ચાર દિવસ પહેલાં જ્યારે હું મહુવા આવવા સ્ટેશન પર ગાડીની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આનો દીકરો મને મળ્યો હતો, મારી સાથે ફ્રેન્ડશીપ કરી અને મને ચા પીવડાવી અને મારી નજર સામે તેનો પિતા તેને 'કામચોર કહીને' ઢોર મારઓફ પેપર તેના બાળપણનું ગળું ઘોંટી નાખ્યું. આ માણસે તેના હિસાબને આપણી શાખાના હિસાબ કરતા પણ વધારે જટીલ બનાવી દીધો છે. બસ એ જ વાતનો તાળો મેળવવા હું આ બધું કરી રહ્યો છી. હવે મારા માટે ચેલેન્જ તો એ છે કે બટકું જમવા માટે અને મારથી બચવા માટે તે માસૂમ બાળક બાકીના ૨૦ રૂપિયા ક્યાંથી લાવતો હશે. તે શોધું. અને ભવિષ્યમાં તેના આ ૨૦ રૂ.ના ઓવરડ્રાફ્ટને બદલે જિંદગીની પાસબુકમા સિલ્ક તરીકે લખું તો જ હું એનો હિસાબ ટેલી કરી શકું" થોડું ભાવાવેશમાં થોડી સ્વગત અને કોઈને સમજાય કે ન સમજાય તેની પરવા કર્યા વગર હું બોલ્યો!

****

"હા સાહેબ, આઈ વિલ ટ્રાય" મેં ડીવીઝનલ મેનેજરને ધરપત આપતા કહ્યું.

"વોટ ટ્રાય માનવ ? હજી તે એક જ એકાઉન્ટ ટેલી કર્યું છે."

" હા સર, બીજું કમ્પ્લીટ થવા આવ્યું છે."

"ઓકે કીપ ઇટ, ડૂ ઇટ વેલ" તેમણે કોલ મુક્યો.

રાજુભાઇ બેંક સ્ટેટમેન્ટ શું છે હવે? ફોન મુકતાની સાથે મારા મુખ પર આ પહેલું વાક્ય હતું. મેં રાજુભાઈને ફરીથી બેંક સ્ટેટમેન્ટ લેવા મોકલ્યા.

"ખૂબ સરસ માનવ, યુ ડીડ ગૂડ જોબ!" રાઘવભાઈ ગપ્પા મારવા આવી ગયા.

"મેં વળી શું કર્યું ભાઈ?"

"તે એક બાળકના ઘણા સપના ને મરતા બચાવ્યા છે" રાઘવભાઈના ચેહરા પર ગર્વ દેખાઈ રહ્યો હતી.

"એવું કશું નથી પણ મને એ કહો કે તમે તોગાને કેટલો માર્યો. તે ડરના માર્યે ધ્રૂજતો હતો.

"બહુ પહેલાં તો મને મેટરની જ ખબર નહોતી કે આ સાલાએ પોતાના જ બાળકનો ખોટો ડેથ ક્લેમ મુક્યો છે જો મને પહેલા જ આ ખબર હોત તો વાત પછી કરેત મારેત પહેલા" અમે હસ્યાં.

'પણ અડધા દિવસ તો આમ જ ચાલ્યો ગયો અને લંચ પછી જે થાય તે ખરું."

"અરે યાર છોડને મારા ઘેર તને કોઈ તકલીફ પડે છે."

"નહીં તો કેમ?"

"તો આરામથી કામ કરને આ લોકો ડેપ્યુટેશન એક્સ્ટેન્ડ કરશે. આફ્ટર ઓલ એટલું તો કદાચ ને."

"પણ મને એવું લાગ્યું કે મારા ભાગના વાસણ પણ તમે માંઝી અને થાકી ગયા હશો. એટલે મારે કામ વહેલા પતાવી જતું રહેવું જોઇએ." અમે ફરીથી હસી પડ્યા.

***

"સાડા પાંચ વગાડી દીધા" મારા ટેબલ પર બેન્ક સ્ટેટમેન્ટ મુકતા રાજુભાઈ બોલ્યા.

કોઈ બાળક ઝડપભેર ટોફી ઝડપી લે તેમ મેં બેન્ક સ્ટેટમેન્ટ પકડી લીધું. રાજુભાઈ તેના કપાળ પર બાજેલો પરસેવો લૂછવાનો દેખાવો કરી રહ્યા. પરંતુ મને તો તેના કપાળ પર કોઈ પરસેવો દેખાયો નહીં.

"અરે યાર આ શું છે. આ તો માત્ર ગયા મહીનાનું જ બેન્ક સ્ટેટમેન્ટ છે. મારે છેલ્લા દોઢ વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ જોઈએ છે. અને એ તો તમને પણ ખબર છે" મેં જરા ઊંચા સ્વરે કહ્યું.

"એવું થયું છે સોરી સાહેબ" રાજુભાઈ નતમસ્તક બોલ્યા.

"વોટ સોરી, આમ તો કેવી રીતે કામ કરવું."

"હું કાલ સવારે વહેલા જઈને લઈ આવીશ."

મેં માત્ર આંગળીના ઈશારે તેમને દૂર ચાલ્યા જવા કહ્યું.

· ***

"ઈટ્સ ડન મેં રાઘવભાઇને થમ્સઅપ કરતા કહ્યું.

"ઓહો કોન્ગ્રેટ્સ!" રાઘવભાઇ પોતાની ચેર પરથી ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા.

"હજી પણ એક બાકી છે."

"અરે એ પણ થઈ જશે દોસ્ત" રાઘવભાઇએ થમ્સઅપ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Crime