Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Janakbhai Shah

Inspirational Children

3  

Janakbhai Shah

Inspirational Children

ચેંગ-ફુંગ-સી પાર્ટ-૧૫

ચેંગ-ફુંગ-સી પાર્ટ-૧૫

3 mins
7.2K


સોનેરી તક પાર્ટ-૧૫

હું મારું ગામડું છોડી ઘોંઘાટિયા ગીચ પેકિંગમાં રહેવા ગયો. મેં મારા એક સહાધ્યાયી સાથે એક ઘરમાં કમરો ભાડે લીધો. આ ઘરની બાંધણી પ્રાચીન હતી. બારણા અને દીવાલો પર જૂનું કોતરકામ દેખાઈ આવતું હતું. આ ખંડેર ઘરને લોકો ભૂતિયું ઘર કહેતા. પણ તે મોટું અને શાંત ઘર હતું. અમારો ભાડાનો કમરો એક ઉજ્જડ બગીચા સામે આવેલો હતો. ત્યાં ઘણિયાણીના ડુક્કરો ઘાસ ખાતા પડ્યા રહેતા.

બીજા વર્ષે મારા કાકા પેકિંગના કારખાનામાં જે કામ કરતા હતા તે બંધ પડ્યું. ત્રીજા નંબરના ભાઈએ ધંધામાંં જબરી ખોટ કરી. કુટુંબ માટે અન્નના પણ સાંસા પડવા લાગ્યા. ઘરની બીજી વ્યક્તિ કરતા મારે પૈસાની જરૂર વધુ રહેતી. મા દરરોજ એક એક પંખી કે પ્રાણી વેચતી અને દા'ડા કાઢતી. ઘણીવાર તો એક ઘરથી બીજે ઘેર ઊછીના પૈસા લેવા માને ભટકવું પડતું. નિશાળની મેસમાં ભોજન-બીલ ચૂકવવાનું આવ્યું ત્યારે માએ કહ્યું, ''બધાની પાસેથી ઊછીના પૈસા લઈ આવી છું. હવે તો બચેલી મરઘીઓ વેચવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.'' છેવટે તેમ કરીને મારું ભોજન બીલ ચૂકવ્યું.

મેં મારી જાતે મારા ખર્ચ પૂરતું કમાવવાનો નિર્ણય કર્યો. નિશાળ પૂરી થયા પછી દરરોજ હું ઇલેક્ટ્રીકના સામાનની દુકાનોએ, ઘડિયાળ સમી કરનારાની દુકાનોએ, ફોટોગ્રાફર પાસે અને સોનાની દુકાને ભટકતો અને સૌને આજીજી કરતો, ''સાહેબ, તમારે કોઈ કામ કરનાર માણસની જરૂર છે ?''

મને હંમેશા 'ના'માં જ જવાબ મળતો.

મને બીજી પણ ચિંતા હતી. માધ્યમિક શાળામાં લશ્કરી તાલીમ અને રમત-ગમત ફરજિયાત હતી. ફરીથી મોટા ભાગની વ્યક્તિઓએ મને કહ્યું, ''હવે તને આગળ અભ્યાસ કરવાની તક નહિ મળે.'' મેં આ અંગે શેગ કુંગ ડેઈલી ન્યૂઝના વાંચન વિભાગને પૂછ્યું. તેમણે મને જવાબ લખી મોકલ્યો. ''શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે ઘૂંટણીએ ચાલનાર વ્યક્તિ પોતાની જાતે ભણવા સમર્થ હોય તો, તે સિનિયર મિડલ સ્કૂલ એક્ઝામીનેશન આપી શકે છે. મને ખાતરી થઈ કે મારામાં તે માટેની સંપૂર્ણ લાયકાત છે.

મિડલ સ્કૂલની પરીક્ષા પસાર કર્યા પછી હું માધ્યમિક શાળામાં દાખલ થયો. મને રમત-ગમત અને લશ્કરી તાલીમમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ વધારામાં મને આગળના અભ્યાસનું કામ સોંપવામાં આવતું. શિયાળા અને ઉનાળાની રજાઓ દરમિયાન ઘરે રહી હું માછલીઓ અને પક્ષી પકડી તેને વેચવામાં મદદ કરતો હતો. ઘણીવાર મગફળી વીણવા પણ જતો. કેટલીકવાર ઠંડાપાણીની અને રમકડાંની ફેરી કરતો. છતાંય મારે મારા કુટુંબ પર આધાર રાખવો પડતો.

એકવખત પ્રિન્સિપાલે તાઓથી આવેલ ચાઈના ડેઈલી ન્યુઝના પત્રકારને મળવા મને બોલાવ્યો. તેણે મને ઘણા પ્રશ્નો પૂછ્યા. પછી મારો ફોટો લેવા, ટોપી પહેરી, સ્કૂલબેગ લઈ સાઈકલ પર ચઢી સ્કૂલ આગળ ઊભા રહેવા કહ્યું.

મારો ફોટો લીધા પછી તેણે મને કહ્યું, ''હું તારી વાત બે કારણોસર છાપામાં પ્રસિદ્ધ કરવા ઇચ્છું છું. એક તો બીજા કમનસીબ બાળકો માટે તું એક ઉદાહરણરૂપ બને. બીજું મેડીસીનની દુનિયા તારી વાત જાણે. તેઓને હું વિનંતી કરવાનો છું તે તેઓ તારા માટે કૃત્રિમ પગો બનાવી આપે.

આ સાંભળી હું ખૂબ જ ખુશ થયો. પરંતુ પ્રથમ સત્રના અંત સુધી આ વાત પ્રસિદ્ધ થઈ ન હતી. બીજા સત્રના અંતે શ્રી તાઈ પો વેન શાળાના પ્રિન્સિપાલ બન્યા. તે એક મહાન લોકપ્રિય કેળવણીકાર હતા. દરરોજ સવારે અને સાંજે તે તાસોનું નિરીક્ષણ કરતા. એક દિવસ તેમણે મને બોલાવ્યો.

''દરરોજ હું તારા વર્ગ પાસેથી પસાર થાઉં છું. તને ઘૂંટણીએ ખુરશી પર ઊભા રહી પાટિયા પર લખતા જોઉં છું. શું તેથી તને શ્રમ નથી પડતો ?''

''ના. હું પાટિયા પર લખવા ટેવાયેલો છું.''

''કોઈ તારા માટે કૃત્રિમ પગ બનાવી આપે તો તું શું કહે ?

મારે મન તે વાત દિવાસ્વપ્ન જેવી હતી. કાંઈ હું જવાબ વિચારું તે પહેલાં તો પ્રિન્સિપાલે કહેવાનું ચાલું રાખ્યું, ''અમે લોકોને મદદ કરવા કહીશું. કોઈ ડૉક્ટરને પ્રેરણા થશે તો અમે બીજા લોકોની જેમ ચાલતો તને જોઈ શકીશું. હમણાં કાંઈ નક્કી ન થાય તે પહેલાં બીજા કોઈ વિદ્યાર્થીને કહેતો નહીં.

આ વાત સાંભળી મેં અવર્ણનીય આનંદ અનુભવ્યો. આટલો ખુશ હું જિંદગીમાં ક્યારેય થયો ન હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational