Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Others

3  

Sapana Vijapura

Tragedy Others

ઊછળતા સાગરનું મૌન ૯

ઊછળતા સાગરનું મૌન ૯

3 mins
14.6K


રાત ઢળતી હતી. ચાંદની ખામોશ હતી. શીતળ ચાંદની હ્રદયનાં દાવાનળને શાંત કરી શક્તી ન હતી. નેહા ચૂપ હતી. પણ હજું અંતરમાં દાવાનળ પ્રજળી રહ્યો હતો. સાગર ઊભો થયો અને નેહાને આરામ કરવાં કહ્યુ.નેહા પણ થાકી હતી. "સાગર, તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો ?" સાગરે નકારમાં માથું ધુણાવ્યું. શું બોલવું એ પણ સમજાતું ન હતું.

નેહા જાણે અર્ધ સ્વપ્નમાં હોય તેમ બોલી,"કદાચ તને એમ લાગશે કે નેહા કેટલી સ્વાર્થી અને બેશરમ બની ગઈ છે. પણ આજ મારે જે તને કહેવું છે તે કહીશ. કારણ મને ખબર નથી આવતી કાલે આ જિંદગી મને ક્યાં લઈ જશે અને આપણે ફરી મળીશું કે નહી. પણ મેં તને હોટલનાં રૂમમાં શા માટે બોલાવ્યો ? મારાં દિલમાં સખત ભાવના હતી કે હું આકાશ સાથે બદલો લઉં મારાં એક એક આંસુંનો હિસાબ ચુકતે કરું. હું સાગરનાં બાળકની મા બનું. ભલે આકાશ એ બાળક્ને પોતાનું સમજતો રહે અને પોતાનો પુરુષ હોવાનો અહમ પોષતો રહે. પણ જ્યારે હું અહી આવી હોટલનાં આ એકાંત કમરામાં. મારી નૈતીકતા જાગી

ઊઠી. સાગર જિંદગીએ મારી સાથે જે કર્યુ તે કર્યુ. પણ હું મારાં સંસ્કારને કેવી રીતે ભૂલી શકું ? હું મારાં માબાપની ઈજજત છું. એ કેમ ભૂલું આકાશે જે કરવાનું હતું એ એને કર્યું. પણ એનાં અવગુણો અપનાવી હું શા માટે મારી નજરમાં જ હું નીચી પડું ? હા ઘડીભર માટે સાગર કિનારે

તને જોઈ મારું મન વિચલિત થયું હતું. અને બાળકની લાલસા પણ. પણ હવે હું એકદમ મક્કમ અને શાંત છું. તું ઈચ્છે તો બીજો રૂમ લઈ શકે છે. તું અહીં પણ સુઈ જઈશ તો મને વાંધો નથી. આપણા મન પવિત્ર છે પછી મને દુનિયાની પરવા નથી." નેહા એક શ્વાસે બધું બોલી ગઈ. અને આંખો બંધ કરી પથારીમાં લંબાઈ ગઈ.

સાગર એકીટશે નેહાને તાકી રહ્યો હતો. સુંદર ચહેરો..કાળા ઘૂંઘરાળા વાળ. ગુલાબી ગાલ હોઠ તો જાણે લાગતું હતું કે બે ગુલાબની પાંખડીઓ બીડાઈને પડી છે. ગુલાબી.. ગુલાબી.. હોંઠ. અને મોટી મોટી આંખો બંધ હતી તો જાણે બે કળીઓ લજાઈને બીડાઈ ગઈ હોય એવું લાગતું હતું. સાગર વિચારતો હતો. એક સમયે આ રૂપને એને દિલથી ચાહ્યુ હતું. પણ આજ એ પારકી બની ગઈ છે. અને એ પણ એક ફ્રૂર ઇન્સાનની પત્નિ. મેં મારાં નાજુક પ્રેમને પથ્થરને હવાલે કર્યો છે. મારાં લીધે મારી નેહા કેટલી રીબાઈ. ભગવાન મને માફ કરજે. પણ આજ હું નિર્ણય લઉં હું કે નેહાને બનતી મદદ કરીશ સુખી કરવાં માટે. મારાં જીવને ભોગે પણ. આકાશે એક ઓશીકું નેહાની પથારીમાંથી લીધું. અને આરામ ચેર પર જઈને આડો પડ્યો.

બન્નેની આંખો બંધ હતી પણ બન્નેનાં હ્રદયમાં ચેન ન હતું. સુહાગરાત પછીની આ બીજી લાંબામાં લાંબી રાત હતી. જે કીડીની ચાલે પસાર થઈ રહી હતી. નેહાએ મંદિરનો ઘંટારવ સાંભળ્યો. ઊઠીને વોશરૂમમાં ગઈ ને ગરમ પાણીથી શાવર લીધો. બહાર આવીને બે હાથ જોડી પ્રાર્થના કરી અને પ્રભુનો આભાર માન્યો. કેવી અગ્નિપરીક્ષા હતી. જેમાંથી પાર ઉતારી હતી. ભગવાન તારો ઉપકાર. તે મને મોટા પાપથી બચાવી લીધી. સાગર સામે નજર કરી ઘૂંઘરાળા વાળ એનાં કપાળ પર શોભતાં હતા. આછી દાઢી અને મૂંછમાં ખૂબ મેચ્યોર લાગતો હતો. નેહાએ નજર હટાવી લીધી. સાગર મારો નથી. મારે આવાં વિચાર પણ ન કરવાં જોઈએ. સાગરે આંખો ખોલી. સામે એની એક સમયની મહોબત બેઠી હતી. જિંદગીમાં ક્યારેય એવી સવાર આવશે જ્યારે નેહા એની સામે હશે એવું કદી બનશે એવું સપનાંમાં પણ વિચાર્યુ ન હતું. અને નેહા સામે હતી. અજબ સવાર હતી.

"સુપ્રભાત!!" સાગરે નેહાને કહ્યુ.નેહા થોડું મલકી. સાગર ઊઠીને શાવરમાં ગયો. બન્ને ફ્રેશ થઈ ગયાં. નેહા એકદમ હળવીફૂલ બની ગઈ હતી, જ્યારે સાગરનાં દિલનો બોજ વધી ગયો હતો.. એની નેહા કેટલી ઉદાસ હતી. એ પૂરતાં પ્રયત્ન કરશે. નેહાની જિંદગીમાં ખુશી લાવવાં માટે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે હવે તારાં દુખના દિવસો પૂરાં થયાં નેહા. બસ હું આવી ગયો છું. તારો સાગર સાગરે આંખમાં આવેલાં ઝળઝળીયાને રૂમાલથી લુછ્યાં.

બન્ને હોટલનો રૂમ ખાલી કરી બહાર વેઈટીંગ એરીયામાં આવ્યાં. સાગરે રૂમની ચાવી કાઉન્ટર પર આપી. સાગરે નેહાને પૂછ્યું, 'ચા પીવી છે ને?" નેહાએ કહ્યુ "ના, હું હવે નીકળીશ કાકી રાહ જોતા હશે. અને સાગર મારી વાતો દિલ પર ના લેતો. અને જીવ ના બાળતો ! સાગરે નેહાનો હાથ પકડીને કહ્યુ.."તું વચન આપ કે ક્યારેય આત્મહત્યા જેવું પગલું નહીં ભરે અને સંજોગો ખરાબ થાય તો મારી પાસે આવીશ. કોઈ અજુગતું પગલું નહી ભરે. તને મારાં સમ છે. "નેહાએ આંખોથી વચન આપ્યું. સાગરને નેહાનો હાથ છોડવાનું મન ન હતું. જાણે હવે નેહા મળશે નહીં.

બન્ને ભારે હૈયે હોટલમાંથી નીકળ્યાં. સામેથી આકાશનાં દૂરના એક સગા મહેશભાઈ આવતાં હતાં. "નેહાભાભી !"નેહા એકદમ ચોંકી પડી અને થોડી ગભરાઈ પણ ગઈ. સાગર સામે જોયું. સાગર પણ સમજી ના શક્યો. શું કહેવું. નેહા ગભરાતી ગભરાતી બોલી," કેમ છો મહેશભાઈ??સાગર તરફ ઈશારો કરીને બોલી,

"મારાં સગા છે. " મહેશભાઈ લુચ્ચું સ્મિત કરી સાગર સાથે હાથ મેળવ્યો. સાગરે કહ્યુ,"મારૂ નામ સાગર છે. "સારુંસારું સાગરભાઈ આપને મળીને આનંદ થયો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy