Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

રજા નો દિવસ

રજા નો દિવસ

4 mins
14.5K


આજે રજા નો દિવસ... હાશ... !

આજે નિરાંત નો દિવસ.......

આજે રાત્રીથી ગોઠવેલી એલાર્મ ઘડિયાળ પરોઢની ઘડીએ અંતરને ધ્રુજાવી મુકશે નહીં. એલાર્મ ના તાલ ઉપર યંત્ર માનવની જેમ પથારી છોડી દુનિયા ની કોલાહલ માં ભાગ ભજવવા નીકળી પડવાનું નથી.

સમાચારપત્રો ના કડવા અહેવાલો થી ચા નો સ્વાદ દૂણવવાનો નથી .

નાસ્તા ના નામે બે ત્રણ કોળિયા પાણી સાથે ઉતાવળે ગળા નીચે ઉતારી ઓફિસ માટે શ્વાસવિહીન ડોટ મૂકી ભાગવાનું નથી. દસ- બાર કિક પછીજ એક્સિલેટર પકડતી મોટરસાયકલને શરૂ કરવા શરીરની બધીજ ઉર્જા નકામી વ્યય કરવાની નથી. પેટ્રોલ પમ્પ સુધી પહોંચતા હૃદય ને રાતોરાત પેટ્રોલ ના વધી ગયેલા ભાવ થી ધ્રુજાવવાનું નથી. ઓફિસની ઘડિયાળ અને ટ્રાફિકની કતાર વચ્ચે 'સેન્ડવીચ ' બની ભીંસાવાનું નથી. ટ્રાફિક સિગ્નલ પરની લાલ બત્તીને વિના વાંકે ગુસ્સામાં તાકવાનું નથી.

પાછળથી ભૂલથી મારી મોટરસાયકલ ને અડકીને ઉભી રહેલી અન્ય મોટરસાયકલના ચાલક ઉપર મારી ઉતાવળ અને મોડા પહોંચવાના ભયને આક્રમણ સ્થળાન્તર સ્વરૂપે લાદવાના નથી.

ઓફિસ પહોંચી માલિકની સામે સમયસર ન પહોંચવાના કારણ તરીકે અવનવી કોઈ વાર્તા વિચારોમાંથી શ્રમ કરી ઉપજાવવાની નથી. ઓફિસના એક અંધારિયા ખૂણામાં મારા જીવનના અતિમુલ્ય કલાકો કી- બોર્ડ પરથી અનંત આંકડાઓને કમ્પ્યુટર માં ભેગા કરવા પાછળ વેડફવાના નથી. બાળકોના સુરક્ષિત ભવિષ્ય અંગેની ચિંતા અને તાણના પરિણામ રૂપી ઉંચકેલ મોટી લોનની ભરપાઈની વિવશતા હેઠળ માલિકની દરેક બળજબરી મૂંગા મોઢે સહન કરવાની નથી. 'ઓવરટાઈમ'ના નામે શરીરની જોડે આત્માને પણ થકાવતો એ થંભી ગયેલો મૃત સમય પાંજરામાં પુરાયેલ પંખી સમો નિસહાય વિતાવવાનો નથી. સૂર્યોદયથી શરૂ કરેલ અંતવિહીન કાર્ય સૂર્યાસ્ત સુધી વણ થંભીએ આદરીએજ જવાનું નથી.

થાક થી નિધાળ સાંજે ઘરે પરત થઇ રહેલ બેજાન શરીરને આવતી કાલે સવારે ફરીથી એજ કંટાળાજનક યાંત્રિક દિનચર્યા માટે માનસિક રીતે ઢંઢોળીને તૈયાર કરવાનું નથી. સામાજિક જવાબદારીઓના ભાર નીચે મરી પરવારેલા મારા સ્વપ્નોની લાશને સતત કાંધાં ઉપર રાખી વલોવાયેલા હય્યા સાથે ખેંચવાની નથી. શહેર ની ફેકટરીઓ, ચીમનીઓ, ગગનચુંબી ઇમારતો અને પ્રગતિ-વિકાસને નામે ઉભી કરાયેલ ઠેરઠેર ભ્રમણાઓની વચ્ચેથી પસાર થતા થતા ભૂરા નભ, વિહરતા પંખીડાઓ, શ્વાસ લેતા વૃક્ષો, આકર્ષક વાદળાઓ, મુક્ત પવનની અવગણના કરી પ્રકૃતિને અપમાનિત કરવાની નથી. આખા દિવસનો થાક ઓફિસના થેલામાં સંકેલી, ઘરના સોફા ઉપર ઊંધા પડી, ટીવીનો રિમોટ લઇ નિષ્ક્રીયપણે પછડાવાનું નથી.

આખા દિવસના માનસિક ત્રાસ અને ભાવાત્મક તાણનો ગુણાકાર કરી આપતા નકારાત્મક ન્યુઝ ચેનલોને બિનજરૂરી વેઠવાના નથી.

આખો દિવસ પરિવાર માટે ઉભા પગે કરેલી શ્વાસવિહીન ભાગદોડથી સૂજી ગયેલા શરીર અને મનને પરિવારના સભ્યોની ફરિયાદો , અસંતુષ્ટ વાણી અને અતૃપ્ત ભાવનાઓ થી વધુ પીડા આપવાની નથી.

બે સમય નું ભોજન મેળવવા માટે કરેલી અંધાધૂંધ દોડાદોડીને અંતે "બહુ થાક છે , ભૂખ નથી " કહી ,એજ ભોજન ન ટેબલ પર પડતું મૂકી ઊંઘી જવાની અસંસ્કારી ટેવ પુનરાવર્તિત કરવાની નથી.

'ઓવર ટાઈમ ' કરી હફ્તાઓ ચૂકવી ખરીદેલા અતિ મોંઘા આરામદાયક પલંગ ઉપર ઉંઘ માટેની ટીકડીઓ ગળી, ફરીથી એલાર્મના કર્કશ સ્વરના ભરોસે બળજબરીથી આંખો મીંચવવાની નથી.

ખુશીના, હાસ્યના , સુખના, સંતોષના, શાંતિના 'મ્હોરાંઓ' શયનખંડના અંધકારમાં ઉતારી ફેંકી દુઃખ, પીડા, અસંતોષ, અશાંતિ અને રુદનની 'વાસ્તવિક્તાઓ' થી ઓશિકા ભીંજવવાના નથી.

આજે દરેક અન્યાયથી મુક્તિનો દિવસ.

આજે દરેક થાકથી મુક્તિનો દિવસ.

આજે રજાનો દિવસ.

હાશ !!

આજે નિરાંતનો દિવસ .

આજે સાચા અર્થમાં 'જીવવા'નો દિવસ.

આજે નવી 'શ્વાસો' મળવાનો દિવસ.

આજે 'સજીવન' થવાનો દિવસ.

પણ આ લોકો આમ શા માટે રડી રહ્યા છે ?

છાતી અફાળી કેવો શોક મનાવી રહ્યા છે ?

મારી 'હાજરી ' પ્રત્યે બેદરકારી દાખવનારા મારી 'ગેરહાજરી 'ની આવી દરકાર શાને સેવી રહ્યા છે ?

જીવતાજીવત કઈ ન પૂછનાર પુષ્પોના ઢગલા શા માટે ઠલવી રહ્યા છે ?

મારા પાર્થિવ શરીરને વીંટળી વળેલા આ લોકો મારી આત્માની ખુશી થોડી નિહાળી શકે ?

"શા માટે દુનિયા છોડી ગયા ?"

"શા માટે અમને છોડી ગયા ?"

થઇ શકે તો મારો સંદેશો એમના સુધી પહોંચાડી દેજો.

એમના પ્રશ્નોના ઉત્તરમાં ફક્ત આટલુંજ કહી દેજો :

"આજે તો મારો રજાનો દિવસ ."

"હાશ !"

"આજે તો મારો નિરાંતનો દિવસ."

"આજે તો મારો 'મુક્તિ 'નો દિવસ."


Rate this content
Log in