Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishwadeep Barad

Inspirational Others Thriller

3  

Vishwadeep Barad

Inspirational Others Thriller

લીના બહાર ના આવી !

લીના બહાર ના આવી !

4 mins
13.9K


એ છ મહિનાની હતી ત્યારથી હું તેણીની સંભાળ રાખુ છું. તેણી સુંદર, હોશિયાર અને વાત કરવામાં બહુંજ મીઠડી પરી છે. તેણીના મા-બાપ મીસીસ ભટ્ટ અને મિસ્ટર ભટ્ટ બન્ને ડૉકટર છે.અમારો સંબંધ માત્ર નેની તરીકે નથી અમો અવાર-નવાર બેકયાર્ડમાં ફળીયામાં ચુલાની રસોઈ કરીએ ત્યારે અચુક એકબીજાને બોલાવી વીકએન્ડમાં લન્ચ કે ડીનર માટે ભેગા થઈએ. હું એકલી, બે વખત મારા દારૂના બંધાણી પતિ સાથે છટ્ટા છેડા પછી નક્કી કરેલ કે ફરી લગ્ન નહી કરું, એકલીજ રહીશ અને મારે કદી બાળકો થયા નહોતા. હું નિવૃત પોલીસ ઓફીસર છું. જ્યારથી લીનામારે ત્યાં બેબી સીટીંગ માટે આવે છે ત્યારથી મને એમજ લાગે છે કે મારું પોતાનું બાળક છે અને મારી પોતાની છોકરીની જેમ રાખું છું.

'મીસીસ બ્રાઉન, તમે મને પાસ્તા અને મેકરોની બનાવતા શિખવાડશો? હા, લીના તું હવે ૧૦ વર્ષની થઈ અને હવે રસોઈ બનાવતા શિખવી એ સુંદર કામ કહેવાય, એ સારી શરૂઆત છે. હું ધારૂ છું કે તારા મા-બાપને વાંધો ના હોય છતાં મારે તેમની રજા લેવી જરૂરી છે.'

મીસીસ ભટ્ટે હા પાડી અને મેં તેણીને ધીરે ધીરે બહુંજ સાવચેતથી ઘણીજ સહેલાયથી બનાવી શકાય તેવી રસોઈ સાથે કુકી, બિસ્કીટ બનાવતા શિકવાડી દીધુ. લીના પણ એટલીજ હોશિંયાર કે તેણીને શિખતા વાર ના લાગી.

ક્રીસમસને માત્ર પંદર દિવસ બાકી હતાં, હું અને લીના સાથે મળી ઘરમાં ક્રીસમસ ટ્રી મુક્યું. સ્નોની પડવાની શરૂઆત થઈ ગઈ હતી. આમેય શિકાગોમાં ઠંડીની ઋતુ વહેલી આવે છે. મારી ઉંમર ૮૨ થવા આવી છતાં ઉપરવાળાની મહેબાનીથી હજું જાતે રસોઈ અને ઘરકામ કરી શકું છુ. મને ઈન્ડીયન ફુડ બહુંજ ભાવે છે, થોડું સ્પાઈસી હોય પણ ખાવાની મજા આવે.ઘણીવાર મીસીસ ભટ્ટ, પુલાવ,બટરચીકન, નાન અને સ્વીટમાં ગુલાબ જાબું આપી જાય અને તેઓ મારું ઘણુંજ ધ્યાન રાખે છે. મને એક મા તરીકે સનમાન આપે છે. લીના પણ બાર વર્ષની થઈએ એટલે એ પણ કાયદા પ્રમાણે એકલી રહી શકે. મારે હવે લીનાનું બેબીસિટીંગ નહોતું કરવાનું. છતાં ઘણીવાર સ્કુલેથી ઘેર બેકપેક મુકી મારા ઘેર આવે. અને અમો બન્ને બેસી કોફી અને હોમમેઈડ ગરમ ગરમ કુકીનો આસ્વાદ સાથે માણીએ.

ઉંમર સાથે રોગ વગર આમંત્રણે આવે! થાયરોડના પ્રોબલેમને લીધે મારું શરીર ઘણુંજ વધી ગયુ. ૨૫૦ પાઉન્ડ. હું વ્હીલચેરમાં આવી ગઈ. ઈલેક્ટ્રીક વ્હીલચેરમાં ઘરમાં ફરતી અને માંડ માંડ મારા પુરતી રસોઈ બનાવી લેતી. સાંજે વેધર સારૂ હોય ત્યારે મારા સબ-ડિવીઝનમા પાર્ક સુધી જતી.

આજ સવારથીજ માઈનસ ૧૦ ડીગ્રી ટેમ્પ્રેચર હતું અને આખી રાતમાં ૧૨ ઈન્ચ સ્નો પડેલ અને ટી.વીમાં સમાચાર આવ્યા કે આજે શિકાગોની બધી સ્કુલ ભંયકર ઠંડીને લીધે બંધ રહેશે.મેં લીનાને ફોન કર્યો.

'લીના,તું મારા ઘેર આવી શકે ? આપણે સાથે લન્ચ લઈ, આનંદ કરીએ.'

'જરૂર, આપણે લંચમાં શું જમવાના છીએ ?'

'તારું ભાવતું ! ચીકન પાસ્તા, સલાડ! ઓહ, મારી મમ્મીને ફોન કરી રજા લઈ લવુ પછી હું તુરતજ આવી.'

'હા પણ ઠંડી બહુંજ છે તેથી હેવી જેકેટ, સ્નોહેટ, સ્નો શુઝ બધું પહેરીને આવજે.'

'ઓકે મિસીસ બ્રાઉન. લીના આવવાની હતી મેં ફાયર-પ્લેસ પણ ચાલું કર્યું અને ક્રીસમસ સોન્ગની સીડી મુકી. પાસ્તા કાઢી, તપેલીમાં પાણી, મીઠુ અને ઓલીવ ઓઈલ મીક્સ કરી સ્ટવ પર મુક્યું અને સલાડ કાપવા બેસી…

”ઓહ માય ગૉડ ! ફાયર પ્લેસના બળતા લાક્ડામાંથી મોટો કટકો કારપેટ પર !” વ્હીલચેર સાથે ઝડપથી ગઈ તો સોફા સાથે એવી અથડાઈ કે હું પડી ગઈ. કારપેટ વધારે બળવા લાગી. માંડ માંડ ઉભી થઈ લીનાને ફોન કર્યો, ૯૧૧ને જાણ કરી. એમ્બ્યુલન્સ અને ફાયરબ્રીગેડ આવે પેલા લીના આવી ગઈ. હું બહુંજ ગભરાયેલી હતી..

'મીસ બ્રાઉન, જલ્દી અહીંથી બહાર નીકળી જઈએ. અગ્ની-જ્વાળા ચારે કોર વધતી જાય છે.' લીવીંગરૂમમાંથી મારી વ્હીલચેર ઝડપતી દોડાવી. ઈલેકટ્રીક વ્હીલચેર એની લિમિટ કરતાં વધારે ના જાય! માંડ માંડ ઘરના દરવાજા પાસે પહોચે એ પે’લા મારી વ્હીલ ચેરને લીનાએ જોરથી ધક્કો માર્યો….! હું ગભરાય ગઈ..પડતી પડતી રહી ગઈ! પણ ઘરની બહાર આવી ગઈ. ફર્ન્ટ-યાર્ડમાં. એક ભંયકર ચીસ બહાર આવી પણ લીના બહાર ના આવી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational