Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો (૧૭)

એક સાંજનો ઓછાયો (૧૭)

5 mins
7.5K


ક્રાઇમબ્રાંચ, સી.આઇ.ડી, RAW સંસ્થા, ડિફેન્સ સિક્રેટ સર્વિસ - બધા ખાતાનાં ઉચ્ચ અધિકારીઓની એક મીટીંગ ડી.એસ.એસ.ના અંડર ગ્રાઉન્ડ બેઝમાં બોલાવવામાં આવી. આ મીટીંગ ખૂબ સિક્રેટ રાખવામાં આવી હતી, દેશના વડાપ્રધાનજી આ મીટિંગ માટે આવ્યા હતા - એ પરથી ખ્યાલ આવી જાય મામલો કેટલો ગંભીર બની ગયો છે-દેશની સુરક્ષાનો!

મીટિંગમાં મી. રાવે - રણવીરે આપેલી માહિતી અને ફોટોગ્રાફસ બતાવ્યા સાથે સાથે રાઘવ કેવી રીતે કેમ્પસમાં ઘુસી માઇક્રોકેમેરાથી ચેતક મિસાઇલના ફોટોગ્રાફસ લીધા અને કયાં પહોંચાડવાના હતા એ જણાવ્યું. આ માહિતી જાણી બધાને આંચકો લાગ્યો. વડાપ્રધાનજી એ ખેદ વ્યક્ત કરતા કહ્યું - થોડા ભષ્ટ અધિકારીઓની લાલચે આજે દેશ કેટલી મોટી મુસીબતના દ્રારે આવી ઊભો રહી ગયો છે એનો એમને અંદાજ પણ નથી?

આગળ કેવી રીતે અને કેવા એકશન પ્લાન લેવાના એ બધા સાથે ચર્ચા કરી નકકી કર્યુ. ડી.એસ.એસ.ના ચુનંદા અધિકારીઓ મી. રાવને જે મદદ જોઇશે એ આપવા સમંત થયા. મી. રાવે સેટેલાઇટના માધ્યમથી આવનારા કન્સાઇન્મેન્ટના વેવ્સ પકડી શકાય તો કામ સરળતાથી પાર પડશે.

સમય ખૂબ ઓછો હોવાથી બધાએ જવાબદારીઓ વહેંચી લીધી. દરિયાઇ માર્ગે આવનાર એ કન્સાઇન્મેન્ટ માટે મુંબઈ ગેટ વે ઓફ ઈન્ડિયા પરના કોસ્ટ ગાર્ડને સાવધાન કરવામાં આવ્યા. ગુજરાતના પોરબંદર, જખૌ, કંડલા, કોટેશ્ચરના કોસ્ટ ગાર્ડસને માહિતી આપી સાવચેત કરવામાં આવ્યા.

માર્શલ પાસેથી શસ્ત્રો મેળવી તેને છોડનાર મિસાઈલ લોન્ચરના જુદા જુદા ભાગોને ઇન્ડિયા મોકલવાની તૈયારી થઇ ગઇ હતી. સુલેમાને એ માટે રાજકીય નેતાને કોડવર્ડમા વાત કરી જાણી લીધું હતું. મીટિંગ બાબતે એ નેતા અંધારામાં હતા અને સુલેમાન ગેરસમજમા.

નિર્ધારિત સમયે રાતના અંધારામાં એ કન્સાઇન્મેન્ટ મુંબઈના દરિયાકિનારેથી દૂર આવી ગયું હતું. ડી.એસ.એસ.ના સેટેલાઇટના માધ્યમથી તેમનું લોકેશન ઝડપથી પકડાઈ ગયું હતું. ધીરે ધીરે એ લોકો ઘેરાઈ રહયા હતા. એનાથી જહાજવાળા અનજાણ હતા.

રણવીર કરણ ત્વરીત રામેશ્વરમ્ પહોંચ્યા, મી. રાવને ખબર પડતા ગુસ્સે ભરાયા. દેશ પર કટોકટી આવી ગઈ છે  અને  આ બે સ્ટયૂપિડો રામેશ્વરમ્ કેમ પહોંચ્યાં? શાંત ચિત્તે વિચારતા તેમના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. જે બધા મળીને ન વિચારી શકયા એ આ બે નવયુવવનો એ સરળતાથી વિચારી શકયા.

રામેશ્વરમથી થોડે દૂર ઈન્ડિયા - શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદ નજીક 'બ્લૂગોન' નામનું જહાજ આવી ઊભું. રણવીર અને તેની ટીકડી તૈયાર હતી તેના સ્વાગત માટે. રણવીરને અમેરિકામાં જ બાતમી અને તેનો કોડવર્ડ મળી ગયો હતો. ખૂબ સહેલાઈથી એ કન્સાઇન્મેન્ટ મેળવી મુંબઈ તરફ રવાના થયા.

સુલેમાન અને તેની કંપનીને આ ફ્રોડ વિષે ખબર પડશે ત્યારે? આ કન્સાઇન્મેન્ટ એમના માટે ખૂબ અગત્યનું છે. આ એક મિસાઈલ લોન્ચર છે જે પરમાણુ શસ્ત્રને છોડવામાં ઉપયોગી બને છે. આની બનાવટ એવી છે કોઈ રડાર તેની હાજરી પકડી શકે નહી. એટલેજ એને ભારતમાં ઘૂસાડવામા આવ્યું. ભારતમાંથી પરમાણુનો પ્રયોગ કરી ભારતનો ખાતમો બોલાવવાનું નકકી કર્યુ હતું જેથી કોઈ દેશ પર ભારત આંગળી ચીંધી ન શકે.

સુલેમાનને આ વિષે ખબર પડતા પોતાની તમામ તાકાત લગાડી રણવીરના એ જહાજ પાછળ પડયા. મી. રાવ એમના સંપર્કમાં રહયા હતા. જયારે જાણ્યું એ જહાજનો પીછો કરવામાં આવી રહયો છે, ઇન્ડિયન નેવીની મદદ માટે વડાપ્રધાનજી ને કહયું, તાત્કાલિક ઓર્ડર મળતા દરિયાની સુરક્ષા માટે તૈયાર 'વિક્રાંત' તેમની મદદ માટે આવી ગયું. વિક્રાંતને જોતાં દુશ્મન જહાજને પીછેહઠ  કરવી પડી. રણવીર અને એ જહાજ મુંબઈ ગોદીએ પહોચ્યું. ઈમરજન્સીને કારણે તરત જ એને કલીયરીગ મળી ગયું. અને એ કન્સાઇન્મેન્ટ ડી.એસ.એસ.ના અંદર ગ્રાઉન્ડ બેઝમાં પહોંચ્યું.

સાઇઅન્ટિસ્ટોની હાજરમાં એને ખોલવામાં આવતાં એને જોતાં રણવીરના મુખેથી હલકી સીટી નીકળી ગઈ. તેની હરકતથી બધાનું ધ્યાન તેના તરફ જતાં સોરી બોલ્યો, બધા હસી પડ્યા.

કન્સાઇન્મેન્ટમા - ઘોરી મિસાઈલની હમશકલ જેવી એક નાની મિસાઈલ લોન્ચર હતું. જેને આધુનિક ટેક્નોલોજીથી સજજ કરવામાં આવ્યું હતું. તેની ટેકનોલોજી અને વિશાળ રેન્જર જોતા વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત હતા. દરેક મનમાં વિચારવા લાગ્યા - પાકિસ્તાન પાસે દેશ ચલાવવા રૂપિયા નથી, આટલી મોંઘી ટેકનોલોજી કેવી રીતે વિકસાવતા હશે?

રણવીર કરણની સૂઝબૂઝને કારણે આ મિશન સહેલાઈથી પાર પડયું, બધાએ તેમને બિરદાવ્યા. મી. રાવે તેમને ગળે લગાડી શાબાશી આપતા બોલ્યા-બ્રેવો યંગમેન! આઇ પ્રાઉડ ઓફ યુ! મિશનની સફળતાનો સંદેશો વડાપ્રધાનજીને મોકલાવ્યો. દેશ પરથી મોટું જોખમ ટળી ગયું એનો સંતોષ બધાના ચહેરા પર ઝળકતો હતો!

રાઘવ પર ભારત વિરોધી ષડયંત્રમાં મદદ કરવા માટે આજીવન કેદની સજા થઈ. જેલની સજા સાંભળી તેના ચહેરા પર સ્મિત આવી ગયું, મહેશની નજરથી એ બચી શકયું નહી.

રાઘવને જેલમાં મળવા માટે કેટલી કોશિશો પછી સંમતી મળી. ઘણા મહિના બાદ રાઘવને જોતા મહેશની આંખમાં આંસુ આવી ગયા. દોસ્ત - મને માફ કરી દે, તને આ દશામાં લાવનાર હું જ છું. હું તારો અપરાધી છું - મને માફ કરી દે એમ બોલી મહેશ રડી પડ્યો.

તેને સાંત્વના આપતા રાઘવ બોલ્યો - તું રડ નહી મને એની ખબર હતી!

શું? તને ખબર હતી? આ કામ મે કર્યું છે? કેવી રીતે?

રાઘવે હસતા- હસતા કહયું, મહેશ-હું તારો દોસ્ત છું. તમારા બધાને છાંયો આપનાર વૃક્ષ છું! વૃક્ષની કઈ ડાળી કયાં કેટલી લાંબી ટૂંકી થાય એ વૃક્ષને ખબર હોય છે દોસ્ત!

સૌથી પહેલાં - મને ગોળી વાગી એ પોલીસને બાતમી આપનાર આપણીજ ગેંગનો બોબડો હતો.જેને મે એની ભૂલ માટે બધાની વચ્ચે માર્યો હતો. એ એને અપમાનજનક લાગ્યું હતું. એને બદલો લેવા એ માહિતી ઇ. સુજોયને પહોચાડતો હતો. તેને સાથ આપનાર બાબુ કાણિયો હતો. સુલેમાનની નજરમાં મારા આવવાથી તેનું સ્થાન શૂન્ય થઈ ગયું હતું.

માલાની હત્યા સુલેમાનના માણસોએ કરી હતી, તેમને મારી જરૂર હતી. આ કાવતરામાં.અને તને આ માહિતી આપી મોનાએ જેને રોઝી અને નાસીરની વાતો સાંભળી લીધી હતી. મોનાના દિલમાં મારા માટે લાગણી હતી.

મારા લગ્નની રાતે જે થયું એના પરથી એને ખાતરી થઈ ગઈ હતી મારું જીવન મુસીબતમાં છે. તારો સંપર્ક કરીને તને જણાવ્યુ, અને તે મારી જિદંગી બચાવવા ઇ. સુજોયને સંપર્ક કરી મને ગોળી મારી હત્યા નહી કરે એવી બાંહેધરી લઇને મારી માહિતી એમને આપી.

રાઘવની સચ્ચાઇ જાણી મહેશને આશ્ચર્ય થયું, તે ભારત વિરુદ્ધ કામમાં સાથ કેમ આપ્યો? રાઘવ હસતા બોલ્યો, મને દુબઈની મીટિંગમાં સુલેમાન મારો ઉપયોગ પ્યાદા તરીકે કરશે એનો ખ્યાલ આવી ગયો હતો. એ લોકો શું પ્લાન કરે છે એ જાણવું હતું એટલે સાથ આપ્યો.

માઇક્રોકેમેરામા જે ફોટા હતા એ કોઇ ચેતક મિસાઇલના ફોટોગ્રાફસ નહતા, એ ફકત મીરાજ પ્લેનની ફૂટપ્રિન્ટ હતી - રાઘવ હસતા હસતા બોલ્યો. મારે એ લોકો એને કયાં પહોંચાડવા માંગતા હતા તે જાણવું હતુ. તેથી એમને હું નકલી ચીપ જ આપવાનો હતો. મી. રાવ આ જોયું હેરાન થઈ ગયા, મારી સાથે એકલા ઘણી વાતો કરી, મને જે માહિતીની ખબર હતી એ એમને જણાવી અને અસલ ચેતક મિસાઇલની ચીપ એમને આપી દીધી! મારા દેશની વિગતો હું એમ થોડો દુશ્મનને આપી દઉં? સાચે જ ભાઉ તારા પર મને અને આખી ગેંગને ગર્વ છે!

ગર્વ, રાઘવ મનમાં વિચારી રહયો, મારા જેવા અનાથનો કોઈ નાથ ના હોય તો ગર્વ કોણ લે મારો? મારા ગુનાહિત જીવનની સચ્ચાઇ એ જ છે-જેનો જન્મ એક મજબૂરી હતી અને મોત?

મારી આવી જિંદગી માટે જવાબદાર કોણ છે? મારી માતા, જેને મને ત્યજી દીધો ઠોકરો ખાવા? એ નરાધમો જેના અત્યાચારનો ભોગ મારી માતા બની? કે એ જિદંગીનો ઓછાયો - જેનાં કારણે હું ગુનેગાર બન્યો. કોણ છે જવાબદાર? હું કયાં ગર્વનો હકકદાર છું?

સમાપ્ત!


Rate this content
Log in