Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Drama Tragedy

3  

Vishwadeep Barad

Crime Drama Tragedy

.કાળોકેર વરસાવતી એક સાંજ..!

.કાળોકેર વરસાવતી એક સાંજ..!

6 mins
14.1K


‘નિશા, આ ઘરમાં મારું શૈશવકાળ ફૂલોની સુગંધથી મહેંકતું હતું, ચારે બાજું ખુશીનાં ગીતો ગવાતાં હતાં. જે માંગુ એ મળે. સ્ટોરમાં જેવાં નવાં ટોય્ઝ આવે તુરંત મમ્મી-ડેડી અમારાં માટે લઈ આવે. મારાં અને મારી નાની બહેન રિન્કી માટે ટોય્ઝ માટે જ સ્પેસિયલ રૂમ હતો. મારો બેડરૂમ અલગ, મારી પસંદગીનો રૂમનો કલર, વૉલ-પેપર અને મને ગમતાં માઈકલ જેકશનનાં ફૉટા મારાં રૂમમાં, જેવો રૂમમાં જાવ એટલે ઓટોમેટીક લાઈટ અને મને ગમતું મ્યુઝીક શરૂ થઈ જાય અને રિન્કીનો રૂમ પણ 'ડૉરા'ની ડોલ્સથી અને પિન્ક કલરનાં જુદા જુદા વૉલ-પેપર્સની ડિઝાઈનથી સુંદર અને સુશોભીત લાગતો હતો. નીલેશ એનાં જુના ઘર પાસે પસાર થતાં જ પોતાની જુની વાતો વગોળવાં લાગ્યો.

‘આવી સુંદર મજાની યાદોની સાથે સંકળાયેલી એક તોફાની ભયાનક સાંજે…’

‘નીલેશ, Be positive'( સારૂં વિચાર)! જે બની ગયું તે તારો પીછો છોડતું નથી અને તને nightmare(ગમગીન) થઈ જાય છે હવે તું એ વિચારવાનું જ છોડી દે!’

નિશા ડાર્લિંગ, કહેવું સહેલું છે કરવું કઠીન છે. તને ખબર છે કે મેં કેટલી સાયકાટ્રીકની મુલાકાત અને ડીપ્રેશનની દવાઓ લીધી છે પણ એ ઘટના મારાં માઈન્ડમાંથી ૧૦૦% દૂર થતી જ નથી.’

બે વર્ષ પહેલાં નિશા સાથે લગ્ન કરતાં પહેલાં નીલેશે પોતાનાં જીવનમાં બનેલી કરૂણ ઘટનાની સઘળી વાત કરી હતી. નિશા સાથે લગ્ન બાદ નીલેશ ઘણોજ ખુશ રહે છે. નિશા કદી પણ નીલેશનાં જીવનમાં બનેલી કરૂણ ઘટનાનું રિપિટ કરતી નથી જો નીલેશ કંઈક તેની વાત કરે તો તુરંતજ બીજી વાત પર એને ચઢાવી દે!

‘નીલેશ, Make a right turn on next traffic light, do not forget that we are going to your favorite Italian'Anna Restaurant’.'( નીલેશ,ધ્યાન રાખ, બીજી ટ્રાફીક લાઈટ પર જમણી બાજું વળવાનું છે..ભુલી નહીં જતો કે આપણે તારા મન-ગમતા “ઈટાલિ'યાના રેસ્ટોરન્ટ”માં જવાનું છે).

‘ હા હની..હું તો વાતમાં અને વાતમાં ભુલી ગયો હતો..સારૂં કર્યું કે તે યાદ કરાવી દીધું.’

નીલેશનાં પેરેન્ટ્સ લોસ-એન્જલસમાં સબર્બ કૉરૉનામાં રહેતાં હતાં. છ બેડરૂમનું ભવ્ય મકાન, હીટેડ સ્વીમીંગ પુલ, ઝકુઝી ,બેક-યાર્ડમાં પણ બાળકો માટે સ્વીંગ-સેટ અને યાર્ડમાં બીગ ઓરેન્જ ટ્રી, બનાના ટ્રી, લેમન ટ્રી અને જુદી જુદી જાતનાં ફ્લાવર્સ. બગીચાની કેર કરવાં નર્સરીવાળાને કોન્ટ્રાકટ આપેલ. આટલી જાહોજલાલીમાં જીવી રહ્યાં હતાં.નીલેશનાં ડેડી મહેશ ૩૦ વર્ષની નાની વયે ‘લોટસકંમ્પુટર કંપની’ માં પ્રેસીડેન્ટ હતાં. બન્ને બાળકો માટે અત્યારથી એક એક લાખ ડોલર્સ એજ્યુકેશન માટે ૫૨૯ એકાઉન્ટમાં મુકી દીધા હતાં. ઈન્ડીયાથી એમનાં સાસું-સસરા તેમજ તેનો સાળો, તેની પત્ની અને એક છોકરાને અહીં બોલાવી લીધા હતાં. ઘર આલિશાન હતું. તેથી સૌને અલગ અલગ બેડરૂમની વ્યવસ્થા હતી. સાળા માટે મહેશે સબવે-સેન્ડવીચની ફ્રેન્ચાઇસી લઈ આપી જેથી એમનો સાળો અને સાળાની વાઈફ સેન્ડવીચ શૉપ ચલાવે. સાસુ સસરા બાળકોનું ધ્યાન રાખે જેથી બેબી-સીટીંગનાં પૈસા પણ બચે. આજનાં મોર્ડન યુગમાં પણ સૌ સાથે એકજ ઘરમાં સંપથી રહેતાં તે જોઈ ઘણાં ગુજરાતી ફેમીલીને નવાઈ લાગતી.

‘ડેડી કદી પણ ઘરમાં કોઈ જાતની દખલગીરી કરે નહીં. સૌ સાથે રહે તેથી ઘણો ઘરનો ખર્ચ વધી જાય છતાં ડેડી સૌની સાથે હસી-મજાકથીજ વાતો કરતાં હોય. મારાં મામા અને મામી કંજુસ ખરાં. ઘર ખર્ચીમાં એક પૈસો ના ખર્ચે. ડેડીનો સેલેરી અને એમણે કરેલાં પૈસાનાં ઈન્વેસ્ટમેન્ટમાંથી મહિને ઘણી સારી આવક આવતી હતી. ડેડીએ સ્ટૉકમાં બનાવેલ પૈસામાંથી ચાર-મિલિયનનું ઘર પણ ભરપાઈ કરી દીધેલ.'

‘નિશા, મને યાદ છે કે હું ૧૦ વર્ષનો હતો. ઘરમાં સુખ શાન્તિ હતી અને એક દિવસ અચાનક…’

‘નીલેશ પાછી એકની એક વાત કરે છે. તું ડ્રાઈવીંગમાં ધ્યાન આપ.’

‘હા પણ.. અમો સૌ સાંજે મારાં મામા-મામી. દાદા-દાદી, ડેડી, મમ્મી સાથે ડાઈનીંગ ટેબલ પર જમતાં હતાં અને એ સુંદર સોહામણી સાંજ કાળ-કોટડી બની ગઈ. જમતાં જમતાં મામાએ વાત કાઢી અને મારાં ડેડીને કહ્યું.

અત્યારે સ્ટોક માર્કેટમાં કેટલી ખોટ ખાધી?.’

‘તમે એની ચિંતા ના કરો. એ મારે જોવાનું છે.’ ગ્રાન્ડપા એ અંદર ટપકો પુરાવ્યો.

‘અત્યારે માર્કેટ સારૂં નથી અને મને ખબર છે કે તમોએ ઘણાં પૈસા ગુમાવ્યા છે. જો આવી રીતે કરતાં રહેશો તો દિવાળું ફૂંકવાનો વારો આવશે.’

‘પપ્પા, તમે આ ઉંમરે આ વાતમાં ધ્યાન ના આપો..ઈશ્વર-ભજન કરો.’

વચ્ચે ગ્રાન્ડમા બોલ્યાઃ

‘આતો તમારાં હીતની વાત છે. મારી દીકરી રસ્તા પર ના આવી જાય એતો અમારે જોવું પડે ને?’

‘ મમ્મી, એ તમારી દીકરી છે પણ મારી તો પત્ની છે તમારાં કરતાં મને વધારે પડી છે.

સાથો સાથ મારી મમ્મી વચ્ચે બોલીઃ

‘પણ તમોએ પાંચ લાખ ડોલર્સ સ્ટોકમાં ગુમાવ્યા. પૈસાનો ધુમાડો કર્યો અને વધારે ગુમાવશો તો આ ઘર પણ વેંચવાનો વારો આવશે..ઘરમાં નવ જણાં છીએ અને બધાં રસ્તા પર આવી જશે.’

ડેડીએ કહ્યું.’ તમો બધાં સાથે મળી મારાં પર હુમલો કરતાં હોય એવું મને લાગે છે. મને શાંતીથી જમી લેવા દો અને તમો સૌને કહી દઉં છું. ઘરમાં મારાં એકલાની આવકમાંથી તમારાં સૌનું ગુજરાન ચાલે છે અને હજું સુધી કોઈ પાસે મેં હાથ લાંબો કર્યો નથી.

અને મમ્મી તરફ ફરીને કહ્યુઃ ‘તારાં ભાઈ-ભાભીને સબવે મેં અપાવી, આવક પણ સારી છે છતાં મેં કદી એની પાસેથી એક પૈસો માંગ્યો નથી.’ તુરંતજ મારાં મામા ડાઈનીંગ ટેબલ પરથી ઉભાં થઈ બરાડાં પાડવાં લાગ્યા.

‘બહેન, મારાં બનેવીને કહી દે કે મને ખોટા મેણાં ના મારે..એમનો એક એક પૈસો હું આપી દઈશ..એમાં મોટો ઉપકાર કોઈ નથી કર્યો.’

મામાની તરફેણ કરતાં ગ્રાન્ડમા બોલ્યા.

‘હા, મારો દીકરો અને અમો સૌ તમારાં રોટલા ખાઈએ છીએ એટલે અમારે આ બધું સાંભળી લેવું પડે છે. અમોને ખોટા મેણાં તોણા સંભળાવવાની કોઈ જરૂર નથી. તમો ભણ્યા છો પણ ગણ્યા જ નથી. ડેડીએ નમ્રતાથી કહ્યું.

‘મમ્મી તમો આવું ના બોલો, મેં તમને એક દીકરાની જેમ માન આપ્યું છે અને તમો મારા વિશે આવું બોલો છો?’

ડેડી પર એકી સાથે શબ્દ પ્રહાર શરૂ થયાં. એક તો પાંચ લાખ માર્કેટ તુટતાં ગુમાવ્યા અને ઉપરથી જમતાં વખતે સૌ એકી સાથે આંધીની જેમ તુટી પડ્યા. ઝેર ઓકવાં લાગ્યા. છતાં ડેડીએ ઠંડા કલેજે બધું સંભાળવાની કોશિષ કરી.

‘મહેરબાની કરી સૌ શાંત થઈ જાવ. તમારે કોઈને રસ્તા પર નહી જવું પડે હું બધુ સંભાળી લઈશ.” પણ કોઈએ એની વાત પર ધ્યાન ન આપ્યું.

‘ખોટી..ખોટી ડાહી..ડાહી વાતો ના કરો..કંપનીનાં પ્રેસિડેન્ટ તમને કોણે કર્યા? પાંચ, પાંચ લાખ ડોલર્સ ગુમાવ્યા છતાં સાન ઠેકાણે જ આવતી નથી.જવાદોને આ માણસ નહીં સમજે. જ્યારે ભીખ માંગવાનો વારો આવશે અને છોકરા-બૈરી સૌને શેલટરમાં મુકવાનો વારો આવશે ત્યારે સમજ પડશે.’ દલીલ એક પક્ષિય બની ગઈ હતી ડેડીમાં રહેલી અથાંગ ધીરજ અને શાંતી પર કુટુંબીજનોનો અસહ્ય શબ્દ પ્રહારનાં તણખલાં ઉગ્ર બની ગયાં અને અચાનક બોમ્બની જેમ વિસ્ફોટ થયો! ડેડીનો ગુસ્સો ગયો.

‘Go to hell, You are all selfish, cunning. Pulling trigger on me. No way! (જહન્નમમાં જાવ, તમો બધાં સ્વાર્થી અને લુ્ચ્ચા છો. આવી રીતે મારી પર હુમલો! નહીં ચલાવી લઉં!) ડેડી જમતાં જમતાં થાળી પછાડી સીધાં બેડરૂમમાં! …બહાર આવ્યા,, હાથમાં ગન હતી… જોઉં છું કે હવે કોણ બચે છે?

મોટી રાડ પાડી. સૌ ગભરાય ગયાં..ધડા ..ધડ ..આડે ધડ… ગોળીઓનો વરસાદ…ગ્રાન્ડપા-ગ્રાન્ડમા, મામા મામી… હું ગભરાઈને છાનોમાનો લપાઈ મમ્મી-ડેડીનાં રૂમનાં ક્લોઝેટમાં નીચે જઈ સંતાઈ ગયો. ગોળીઓનો અવાજ ચાલુ હતો! એક વખત ડેડી, બેડરૂમમાં દોડતાં આવ્યા..નીલેશ! પણ હું કશું બોલ્યો નહીં અને એ જતાં રહ્યાં. પંદર મિનિટમાં પોલીસ, એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો..તેઓ ઘરનો દરવાજો તોડી ઘરમાં આવ્યા. કોઈ નેબર (પડોશ)માંથી ગોળીનાં અવાજને લીધે પોલીસ અને ૯૧૧ને ફોન કરી દીધો હતો. મને પોલીસે કહ્યુ.

‘Do not worry, come out..You are safe..Worse is over (ચિંતા ના કર, બહાર આવ! તું સલામત છો, હવે ભય નથી)

મને આંગળી ઝાલી લઈ ગયાં, ચારે બાજું લોહીનાં રેલા..બધાં બેભાન જેવાં કોઈ કશું બોલતું નથી..મારા ડેડી કયાં છે? મેં પોલીસને પુછ્યું…પોલીસ જવાબ દે એ પહેલાં મેં ડેડીને જમીન પર પડેલાં જોયાં…અઠવાડીયા પછી ખબર પડી કે મારાં સિવાય કોઈ બચ્યું નહોતું.. બધાને મારાં ડેડીએ ફૂંકી માર્યા હતા અને પછી ખુદ પોતાની જાતને..

‘નીલેશ! Watch out...( ધ્યાન રાખ)’ નિશા કહેવાં જતી હતી એજ ઘડીએ નીલેશની કાર બીજી કાર સાથે… ધડા..ધડ…બે ત્રણ કાર અથડાઈ…નીલેશ, દર્દભર્યા વિચારોમાં અને વિચારોમાં રેડ-લાઈટમાં જતો રહ્યો અને મોટો એકસેડન્ટ કરી બેઠો…પહેલી વખત ખુદ ડેડીનાં ગોળીબારથી બચી ગયો..આ વખતે નિશા કે જે બે મહિનાની પ્રેગનન્ટ હતી એ બચી સાથો સાથ નીલેશ પણ બચી ગયો… કોના નસીબથી?


Rate this content
Log in

Similar gujarati story from Crime