Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી-૧૭

ચેંગ-ફુંગ-સી-૧૭

3 mins
7.3K


પાર્ટ-૧૭ સ્વર્ગંનું સુખ

અમારા લગ્નના દિવસે ચી ચાઓના મા-બાપ પીંગ-ટુંગ થી આવ્યાં. અમે અમારો લગ્ન સમારંભ એક રેસ્ટોરન્ટમાં રાખ્યો હતો. મારા કાકાએ ચેંગ ચી-ટીએ મારા લગ્નનો ખર્ચ ઉઠાવ્યો હતો. તેમણે તેમના જીવનમાં ઘણું મેળવ્યું હતું અને ગુમાવ્યું હતું. હમણાં તેમણે ચી.આઈમાં એક કારખાનું નાખ્યું હતું. તેમાં તેમને સફળતા મળી હતી. સંધ્યા થતાં હું અને ચી-ચાઓ એક શણગારેલી મોટરકારમાં બેન્ડવાજાની પાછળ ગીચ શેરીમાંથી પસાર થતાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. લગ્નસ્થળે અમે પહોંચ્યા ત્યારે મોટેથી દારૂ-ગોળો ફોડવામાં આવ્યો. બેન્ડની ધૂન મોટેથી વાગવા લાગી. મિત્રો અને સગાસબંધીઓના તાલીઓના ગડગડાટથી ખંડ ગાજી ઊઠ્યો હતો. ટેલિવિઝનના કેમેરાના પ્રકાશથી અમારી આંખો અંજાઈ ગઈ.

૧૯૭૪માં ચીનમાં દસ વિશિષ્ઠ યુવાન વ્યકિતાઓ માંહેની એક વ્યકિત તરીકે ટ્રોફી મેળવનાર ચેંગ-ફુંગ-સી જે પોતાની ટ્રોફી દર્શાંવે છે અને તેની પત્નીના હાથમાં એવોર્ડંનું પ્રમાણપત્ર છે.

મેં મારી માને મહેમાનો સાથે જોઈ. હું તેની પાસે ગયો અને કહ્યું, ''મા.'' મા આનંદાશ્રુ લૂછતાં મારા ગાલને ખરબચડા હાથોથી સ્પર્શ કરી એટલું જ બોલી શકી, ''હું ખૂબ ખુશ છું.''

પછી ચી ચાઓ અને હું દેવળની વેદી પાસે ગયા. પ્રિન્સિપાલ અમારી લગ્નવિધિ જોવા હાજર હતા. તેમણે અમને બન્નેને અભિનંદન આપ્યા. ઘણા મિત્રો અને સહાધ્યાયીઓ પણ ત્યાં હાજર હતા. શ્રીમતી લી. અને શ્રીમતી સુ. વગેરે પણ ત્યાં હાજર હતા. સૌએ અમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા.

અમે બે એકલા પડ્યા ત્યારે હું ચી.ચાઓને ભેટી પડ્યો. મારી આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ચી.ચાઓએ મારા આંસુ લુછ્યાં.

મારી માતૃભૂમિ દેખાવે અણગમો ઉપજાવે તેવી હતી. પરંતુ મારે મન તે એક સુંદર અને હૂંફાળી જગ્યા હતી. વાતાવરણ હંમેશાં જોકે દૂષિત જ રહેતું. રેતીના તોફાન અને તીખા તાપના લીધે રસ્તાઓ સ્વચ્છ ન હતા. ઘરો પણ ખંડેર હાલતમાં દેખાતાં હતાં. આ બધું હોવા છતાં હું ત્યાં ઊછર્યાે હતો એટલે મારે મન તે બધું ગૌણ હતું.

શાળામાં મારા જેવા જ ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હતા. મારી માફક તેમની પાસે પગે પહેરવા પગરખાં પણ ન હતા. તે લાકો મીઠા બટેટા નિશાળે ખાવા લઈ આવતા. તેમની માફક હું પણ નિશાળે જતો ત્યારે મીઠા બટેટા લાવતો. બાળકો શાળામાં મારા અભ્યાસ દરમિયાન મને લંગડો કહીને ચીડવતા ત્યારે મારે તેમને ઠપકો આપવો જોઈતો હતો. પણ મને અત્યારે સમજાય છે કે તેઓ અભણ અનેે અપરિપકવ હોવાના કારણે તેમ કરતા હતા. તેઓ મારું અપમાન કરતા ત્યારે બીજા મિત્રો પાસેથી મનેહિંમત અને મદદ મળી રહેતી. કોઈને કહું તે પહેલાં જ મારા સાથીદારો અને સહાધ્યાયીઓ મને દાદરા પર ઊંચકીને લઈ જતા. રસ્તા પર મને ભારે વજન ઊંચકીને લઈ જતો જોઈ તેઓ તરત જ મારો બોજો હળવો કરતા. આ બધું મારા સ્મૃતિપટ પર થોડીક ક્ષણ પસાર થઈ ગયું.

હવે હું આખો દિવસ થાક્યા વગર ઊભા રહીને ભણાવી શકતો હતો. નિશાળ પૂરી થયા પછી હું વિદ્યાર્થીઓ સાથે પીંગ પોંગ બેઈઝ બોલ, બાસ્કેટ બોલ, કે વોલીબોલ રમતો. સાથે તેઓ મારી વાર્તા સાંભળવા માટે ઘેરી વળતા. અઠવાડિયાના અંતે અમે દરિયા કિનારે ફરવા જતા.

બીજા વર્ષે હું ખુશ હતો. કારણ મારી પત્નીએ આગળ અભ્યાસ શરૃ કર્યાે હતો. હવે એમ લાગતું હતું કે પૃથ્વી પર મારે માટે ક્યાંય દુઃખ નથી. ઘણીવાર વહેલી સવારે અમે બન્ને ગ્રામ્યપ્રદેશની કેડી પર લટાર મારવા નીકળી પડતા અને કુદરતે બક્ષેલ સૌંદર્યનું પાન કરતા. સાંજે નદી કિનારે બેસી સંધ્યાના અવનવા રંગો નિહાળતા.

અમારા પ્રથમ બાળકના જન્મ પહેલા હું ખૂબ ચિંતિત હતો. મને હતું કે અમારું પ્રથમ બાળક અપંગ જન્મશે. મા ચી.ચાઓને સરકારી જનરલ હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. થોડીવારમાં પ્રસૂતિખંડમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. મા મને સમાચાર આપવા બહાર દોડી આવી.

''પૂર્ણ પગો છે.'' માએ કહ્યું.

તે દીકરી હતી. અમે તેનું નામ ચી.યુ. પાડ્યું





Rate this content
Log in

Similar gujarati story from Inspirational