Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Tragedy

2.5  

Vijay Shah

Inspirational Tragedy

એવા વીરલા કો’ક…

એવા વીરલા કો’ક…

3 mins
14.1K


નવી નવી પેઢી જમાવવી તે સહજ વાત નહોતી અને તે પણ મશીન ટૂલ્સમાં કે જ્યાં ગળાકાપ સ્પર્ધામાં પૈસાવિના તે તો લગભગ અશક્ય જ કે તે કામને અખીલે પોતાનું સર્વસ્વ બનાવી દીધું અને ઓછા નફે બહોળો વહેપારની રણ નીતિ અપનાવી નાના ખોબલા જેવી ઓફીસમાં ભાણાને સાથે લઈને કામ શરુ કર્યુ. જબાને સાકર અને વહેવાર ચોખ્ખો વેપારી જામતા વાર ના લાગી પણ તે બહુ જ ફરતો અને દરેકે દરેક વાતમાં સાચી સલાહ આપતો અને પૈસા કરતા સબંધોને વધુ મહત્વ આપતો પ્રશાંત તે દિવસે સી જે ટુલ્સના ચેરમેનને પ્રભાવીત કરી એજન્સી મેળવી લઈ શક્યો.

એજન્સી હાથમાં આવતા વિશ્વાસ વધ્યો અને બેંકમાં શાખ વધી. જે આવકો નોકરી છોડ્યાને કારણે અસ્થિર થયેલી તે સ્થિર થઈ.

છો બેનોનો સૌથી નાનો ભાઈ પત્ની અને બે પુત્રીઓનો પિતા કુદરતને શું સૂઝ્યું કે એક પગે એક હાડકું રોજેરોજ વધે. એક ઓપરેશન, બે ઓપેરેશન, ત્રણ ઓપરેશન થયા પણ જેમ ઓપેરેશન વધે તેમ રોગ ઘટવાને બદલે વધ્યા જ કરે. ઘણા ઈલાજો થયા પૈસા પાણીની જેમ વહ્યા. દુખતા પગે પણ સ્કૂટર ઉપર ધંધાની દોડતો એવીજ્. સહેજ જો ઢીલો પડે તો એજન્સી જોખમાય…

તે દિવસે ખૂબ જ લોહી વહી ગયું ડોક્ટર પાસે ઓપરેશન ઉપરાંત કોઇ જ ઈલાજ નહોંતો ડોક્ટરે કહી દીધું વધતુ હાડકું કીડનીને નુક્શાન કરે છે તમે હવે આરામ કરો કે ભ્ગવાનનુ નામ લો કારણ કે બોન કેન્સર હવે છેલ્લા તબક્કામાં છે. બધી બહેનોની રડારોળ સાથે પત્ની અને બે પુત્રીઓની ચિંતા. અને શરુ થયો જીવલેણ કેન્સર સાથે ખરાખરીનો જંગ. બને તેટલું રોકાણ ફીક્ષ અને બોંડમાં ફેરવાયું. ભાણેજને છૂટો કર્યો અને તેની દુકાન માંડી અપાવી પત્નીને ધંધામાં બેસી સમજાવવા માડ્યું કે ગમે તે થાય આ પેઢી તું જીવે ત્યાં સુધી રહેવી જોઈએ. આ મારી અન્નપુર્ણા છે અને તે તમને પણ પાળશે.

પત્ની ખૂબ જ સહે છે તે ખબર હોવા છતાં તેને કહેતો આ દેહના દંડ છે દેહે ભોગવવા પડે છે. હું ગમે તેટલી વેદના ભોગવું તું બહુ જ મજબૂત રહેજે. જતાં જતાં છેલ્લે એટલે કહું છું મને આત્મા અને દેહને છૂટો પાડવાની પ્રક્રિયા પ્રભુ શીખવાડે છે. તે શીખતાં મારું હૈયું તમને ત્રણેયને જોઈને વલોવાયા કરે છે. પ્રભુની મહેરબાનીથી ઘર ગાડી બધું લોન મુક્ત છે ધંધો પણ ધીખતો છે. ખાલી પડેલી બાકીની જિંદગી લાંબી છે. મારી વિધવા બનીને જિંદગી તું ન કાઢીશ. જો યોગ્ય પાત્ર મળે તો હું તો રાજી થઈશ.

પત્ની ચોધાર આંસુ એ રડતી રહી અને બાળકની જેમ નાડી દાયણ કાપે તેમ વિધાતાએ છ મહિનામાં પ્રશાંત જતો રહ્યો. અકથ્ય વેદના છતાં મન પર અને આત્મા પર કોઈ બોજ લીધા વીના તેણે જાતને સંકોચી લીધી. તે સમય દરમ્યાન જાતે રોજ મણબંધી કેળા કેટલાય અબોલ પ્રાણીઓને ખવડાવતો રહ્યો અને મનમાં અને મનમાં પ્રભુને પ્રાર્થતો કે સૌનું કલ્યાણ થાય.

કેન્સરના કેટલાય દર્દીઓ પોતાના શરીર ઉપર બંધાયેલ ટાઈમ બોંબને ફાટતા પહેલા કંઇ કેટલીયે વાર મરતા હશે પણ પ્રશાંત તો વીર હતો. તે મૃત્યુને પણ પોતાના આત્મબળે જીવી ગયો. તે વાતની ખબર મને ત્યારે પડી જ્યારે ડોક્ટરે કહ્યું કે તેનું છેલ્લુ ઓપેરેશન તદ્દન નિષ્ફળ હતું અને તેઓ માનતા હતા કે તે દસ પંદર દિવસનો મહેમાન છે. પણ તે ત્યાર પછી ખાસું જીવ્યો લગભગ નવ મહિના... અને જેટલું ધર્મ ધ્યાન, વટ વહેવાર અને કુટુંબ વહાલ અમિ વહેવડાવ્યું. ત્યારે મનમાં અવાજ ઊઠે હા એવા વીરલા કો’ક…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational