Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એકમેકના હાથ મેળવીએ
એકમેકના હાથ મેળવીએ
★★★★★

© Tarulata Mehta

Drama Inspirational Thriller

7 Minutes   14.0K    25


Content Ranking

અલકાએ બારીનો પડદો ખસેડી જોયું. સાંજનો શરૂ થયેલો વરસાદ નવ વાગ્યાં છતાંય ચાલુ હતો. ત્રણ નંબરનાં બંગલાંમાંથી વરસાદનાં અવાજને વીંધીને ઊંચા સાદે થતી ટપાટપી સંભળાતી હતી. તેણે છત્રી લઈને ઇક્ષા-મિહિરને ત્યાં જવા વિચાર્યું. આજે બપોરે ઇક્ષા એને ત્યાં આવી હતી. અંદરથી ભાંગીને ભૂકો થઈ ગઈ હોય તેમ ઇક્ષા બોલી હતી :

'દીદી, રાત્રે મિહિર ઘર છોડીને જવાનો છે.'

અલકાનાં ચહેરા પર કોઈ ચાલ ચાલ્યાનો આનંદ હતો કે શું?

ઇક્ષા દીદીને મલકાતાં જાણી છોભીલી પડી ગઈ. તે એકદમ ધીમેથી બોલી:

'દીદી, તમે ખુશ છો? મારે એને રોકી લેવો જોઈએ ને? પણ પછી મારી નોકરીનું શું? '

અલકા એક ક્ષણ માટે ઇક્ષાની હાજરીને વીસરી જઈ બીજી જ કોઈ વ્યક્તિ સાથે બોલતી હતી:

'હા,હા! હું તારાં પગ પકડીને રોકી લઉં, તું કહે તેમ કરવાં તૈયાર થાઉં એવું જ તું ઈચ્છે છે ને? '

ઇક્ષા ગભરાયેલા અવાજે બોલી:

'દીદી, તમે કોને કહો છો? આટલાં બધાં ક્મ્પો છો કેમ?

ઇક્ષાએ તેને રંગેહાથ પકડી હોય તેમ અલકા નીચું જોઈ ગઈ.'

પાંચ વર્ષ પહેલાં આવાં જ સમયે કમલેશને કહેલાં શબ્દોની નાગચૂડમાં એ સખ્ત રીતે ફસાઈ ગઈ હતી. કમલેશ સાથે ત્યારે તેને નિકટની દોસ્તી હતી. કૉલેજનાં પ્રાંગણમાં બપોરની ચપટીક ક્ષણોમાં તેઓ ગુલમહોરની છાયામાં ચુંબકીય આકર્ષણથી મળતાં. જે દિવસે કમલ દેખાય નહિ તે દિવસે વૃક્ષની છાયામાં બે પડછયાને અલકા દૂરથી મિલન માટે ઝૂરતાં જોયા કરતી.

કમલેશ નડિયાદની ડી.ડી.આઈ.ટી. કોલેજમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો હતો. અલકા સામેની આર્ટ્સ કોલેજમાં સમાજવિદ્યામાં એમ.એ. નાં બીજા વર્ષની તૈયારી કરતી હતી. એક દિવસ સાંજે તેઓ કેમ્પસનાં બગીચામાં 'હાશ' કરી નિરાંતે બેઠાં. કૉલેજની ટર્મ પૂરી થઈ હતી. અલકાએ કમલેશની આંગળીઓને અછડતો સ્પર્શ કરતાં કહ્યુ :

'ભણવાનું પૂરું થાય પછી શું વિચાર્યું છે કમલ ? '

કમલેશની ડોક ટટ્ટાર થઈ. સાંજનાં કિરણોમાં બુદ્ધિથી ચમકતાં તેનાં ચહેરાને અલકા જોઈ રહી. પરિસ્થિતિને સારી રીતે સંભાળી લેવી અને બસ ઊંચા નિશાન તાકતી તેની આંખોમાં મહત્વાકાંક્ષા છલકાતી હતી. તે આકાશમાં દૂર

જોતા બોલ્યો:

'મારે તો બે વર્ષ અમેરિકા જઈ ભણવું છે.'

અલકાનો હાથ દ્રઢ રીતે પકડીને કહે:

'બે મહિનાં પછી આપણે સાથે જઈશું. તું ત્યાં નોકરી કરજે, હું સારી રીતે ભણી શકીશ.'

અલકાને પોતાનો હાથ કમલેશની પૌરુષી હથેળીઓમાં ચૂરચૂર થતો લાગ્યો. તેનામાંની સઘળી તાકાત જાણે કમલેશે ગ્રહી લીધી હતી. તેણે ઘીમેઘીમે પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. હમેશાં કોઈનાં સહારાંની જરૂર ન પડે તેથી તે પગભર થવા માંગતી હતી. પરવશ જિંદગી તેને માન્ય નહોતી.

અલકાએ એક ઝાટકે બળપૂર્વક પોતાનો હાથ ખેંચી લીધો.

કમલેશે હસતાં હસતાં કહ્યું:

'તારામાં ય ઘણી તાકાત છે, બોલ તું મને સાથ આપીશ ને? '

અલકાનાં સૂરમાં અંદરની મક્કમતા હતી:

મારે તો અમદાવાદ જઈ ગુજરાત યુનિવર્સીટીમાં સંશોધન કરવું છે, પછી યુનિવર્સીટીમાં નોકરી કરવી છે.'

કમલેશે અલકાને સમજાવવાનાં પ્રયત્નો ચાલુ રાખતાં કહ્યું:

'હું સારું ભણું તો આપણાં કુટુંબનું ભવિષ્ય બને. તું તો પછી પણ સંશોધનકાર્ય કરી શકીશ.'

અલકાનું મન દ્વિધામાં ઝોલા ખાતું હતું. પગભર થવાનાં સ્વપ્નનું તેને ગૌરવ હતું. પણ કમલેશ વિના

કેમ જીવાશે? ચાર દિવસ તે ન મળે તો પાછી પીગળી જતી. મનોમન કહેતી, 'હું તારી સાથે તું કહે ત્યાં જવા તૈયાર છું.. ચલો દિલદાર ચલો મનમાં ગૂંજ્યા કરતું.'


કમલેશ મળવા આવતો ત્યારે તેનું મન ફૂંફાડા મારતું, 'હું શા માટે નમી જાઉં? મારે મારી પ્રગતિ-નોકરી શું કામ છોડી દેવી?'

અલકા તેનાં એકાંત ઓરડામાં આંટા મારતી રહી. ફરી બારી પાસે આવી ઉભી રહી.

***

મિહિરની બેગ ઓટલા પર હતી. તેણે બૂટ પહેરી જવાની તૈયારી કરી હતી. અલકાએ કલ્પના કરી ઈક્ષા ઘરમાં પગ પછાડતી હશે. કેટલાય દિવસો પૂર્વે અલકાએ તેનામાં એક જામગરી ચાંપી હતી. હવે તો તોપનાં ધડાકાથી ફૂરચેફૂરચા ઊડવાનાં હતાં. પણ વીજળીનાં ચમકારામાં તેણે જોયું કે મિહિર પાછો ફરી તેની પ્રિયાને મનાવવા ગયો પણ રુદનને રોકતી ઈક્ષા કહેતી હતી :

'મિહિર, તને મારી પડી નથી, મને અહીં સારી નોકરી મળી એટલે જ ઈર્ષાથી તેં બદલી કરાવી છે.'

મિહિર ઘવાયો, તે એકદમ મોટા અવાજે બોલી ઉઠ્યો:

ઇક્ષા, તું શું બોલે છે તેનું તને ભાન છે? મને પ્રમોશન મળે એટલે બદલી તો થાય જ ને? તારી નોકરી પર થોડું ઘર ચાલવાનું છે? '

ઇક્ષા તોરમાં બોલી: 'બે વર્ષમાં મારા પગારથી ઘરમાં આપણે કેટલું બધું વસાવી શક્યાં.'

મિહિર બહારનાં પગથિયાં સુધી પહોંચી ગયો હતો. તે હતાશામાં બોલ્યો:

'હવે બહું થયું ઇક્ષા બન્ધ કર! આ બે વર્ષથી આપણું ઘર કેવી રીતે ચાલ્યું છે તે તું ય સારી રીતે જાણે છે. સાંજે તું એટલી થાકેલી હોય કે બહાર જમવા ઉપડી જતાં. રવિવારે એક દિવસ સાથે આનંદમાં ગાળવાને બદલે આપણે કામમાં જ રોકાઈ રહેવું પડતું. પતિ-પત્નીનું સહજીવન ગયું, હવે શું અર્થ?'

ઇક્ષાને 'શું અર્થ, શું અર્થનું 'તીર હદયમાં ખૂંપી ગયું.

અલકાને થયું ઇક્ષા બેઠકરૂમમાં ડૂસકાં ભરતી ઘુંટણીયે પડી છે ને મિહિર પગથિયું ઉતરવામાં વિલંબ કરતો હતો.

અલકાને કમલેશ સાથેની અંતિમ મુલાકાત યાદ આવી. બન્નેજણે

એકબીજાને 'કોંગ્રેટ્સ' કહ્યા હતાં, કમલેશને અમેરિકાની બોસ્ટન યુનિ.ની સ્કોલરશીપ મળી હતી, તે પ્રથમ નમ્બરે આવ્યો હતો.

અલકાની આંખો ક્ષિતિજ હોય તેવી રીતે જોતાં બોલ્યો:

'અલકા, આપણે લગ્ન કરી લઈએ. છ મહિના પછી તું પણ સ્ટેટ્સ આવજે'.

અલકાએ તે ક્ષણે અનુભવ્યું કમલેશ બેવડી તાકાતથી ઉડવવાં માંગતો હતો. તે વિચારી રહી કે બુદ્ધિશાળી અને મહત્વાકાંશી કમલેશ માટે તેણે હંમેશા મદદરૂપ થવાનું રહેશે એનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નહિ રહે.

અલકાએ નજર જમીન તરફ વાળી લીધી. તે મક્ક્મતાથી બોલી:

'કમલેશ, છ મહિનામાં મારું સંશોધન કાર્ય પૂરું ન થાય. હું તો અહીં જ રહેવા વિચારું છું.'

કમલેશ નિરાશમાં બોલ્યો :

'ક્યાં રહેવું, શું કરવું એ તો બધું ગૌણ છે અલકા, હું પરસ્પર પ્રેમમાં એક થઈ જવાની ઝન્ખના સેવતો હતો પણ મને આજે ખાતરી થઈ કે આપણે એક નહીં થઈ શકીએ. '

અલકા કંઈ કહે તે પહેલાં કમલેશ એક ઝાટકે ઊભો થઈ ચાલ્યો ગયો. અલકાની ધારણા હતી કે કમલેશ ગુસ્સામાં ગયો છે છેવટે માની જશે. એ વાતને પાંચ વર્ષ થઈ ગયા. અમેરિકા ગયેલાં કમલેશે પાછું વાળી જોયું નહીં.

છતાં ય અલકા 'કમલેશ પાછો આવે તો? નાં થડકા સાથે જીવ્યે જતી હતી.

***

અલકા છત્રી લઈ સોસાયટીનાં ખાડા ટેકરાવાળા પાણીથી ઊભરાતાં રસ્તા પરથી ઈક્ષાનાં આંગણામાં આવી ઊભી રહી. મિહિર નીકળી ચૂક્યો હતો. વરસાદી બૂટનો પાણીમાં છબાક છબાક કરતો અવાજ ડાબી તરફ આવેલા સ્ટેન્ડ પાસે થમ્ભી ગયો. ઇક્ષાનાં ઘરનું બારણું ખુલ્લું જ હતું. ક્યારામાં ખીલેલાં ગુલાબને અલકા જોઈ રહી.

'પારિજાત' સોસાયટીનાં ત્રણ નંબરનાં બંગલામાં ઇક્ષા મિહિર રહેવા આવ્યાં તેથી આખી સોસાયટી જાણે સજીવ લાગતી હતી. તે યુવાન કપલની મીઠી ધમાચકડી, ખુલ્લું ખડખડાટ હસવાનું, મસ્તી મઝાક ઘણાને ગમતી પણ અલકા ઉદાસ થઈ જતી.

મિહિર ઑફિસે જતો તે પછી ઇક્ષા લહેરથી ઘરનું, બગીચાનું કામ કરતી. અલકા ચાર વાગ્યે યુનિવર્સીટીમાંથી ઘેર આવતી ત્યારે કોઈ મેગેઝીન કે પુસ્તક લેવાને બહાને ઇક્ષા તેને ત્યાં આવી જતી. એ મીઠી અને હસમુખી છોકરી અલકાને ગમતી, એની ઉદાસી ઇક્ષાનાં આનન્દથી છલકાતાં શબ્દોમાં ગાયબ થતી. 'દીદી, હું આપણા માટે ચા બનાવું, હું તમારી રાહ જોતી હતી.' બન્ને સાથે અલકમલકની વાતો કરતાં ચા પીતાં. અલકાને પોતાનું પાંચ વર્ષ પહેલાનું પ્રતિબિબ સામે બેઠેલી હોંશીલી ઇક્ષામાં દેખાતું. એ જેને માટે તડપતી હતી તે ઇક્ષાનું રૂપ હતું. પોતાનાં પ્રણયીને સમર્પિત છલકાતી નારી. ઇક્ષાની વાતોમાં મિહિરને આ ભાવે ને તે ગમે ચાલતું. સમય જતાં અલકાને તેમનાં દાંપત્યની બળતરા થવાં લાગી.

એક દિવસ તેણે ઇક્ષાને પૂછ્યું :

'તેં મિહિરને પસન્દ કર્યો ત્યારે તારી કોઈ ઈચ્છા માટે તેં કહ્યું હતું?'

ઇક્ષા શરમાતી બોલી :'અમે એવાં મુગ્ધ હતાં કે કશું બોલવાનું મન થયું નહિ.'

તે વખતે સ્કુટરનું હોર્ન સાંભળી તે એવી રોમાંચિત થઈ ઊઠી કે 'મિહિર આવી ગયો' કહેતી ભાગી.

સાંજે બગીચાનાં હીંચકા પર મિહિર-ઇક્ષા ગોટપોટ ઝૂલતાં, મિહિરનાં સ્નાયુબદ્ધ ખભે ઇક્ષાનાં રેશમી સુંવાળા કાળા વાળની લટો ઝૂમી રહેતી. અલકાને પોતાની બારીનાં પડદાનાં ચીરેચીરા ઉડાડવાનું મન થતું. રાત્રે ઊકળાટમાં તે કેમેય કરી ઊંઘી શકતી નથી. બારી ઉઘાડવાની હિંમત નથી, ત્રણ નમ્બરનો બંગલો રાત્રે તેને માળો લાગતો.

માળાનાં બે પંખીનાં ફફડાટ, સરસરાટ, મધુરી ચહચહાટ ચાંચમાં ચાંચ પરોવી થતી ગોષ્ઠી... ઘીમે ઘીમે અલકાને બધું અસહ્ય થઈ પડ્યું હતું. તેને ઠેસ મારી ચાલ્યાં ગયેલાં કમલેશની પીઠ દેખાતી. તે મિહિર પર મનમાં ગુસ્સે થતી.

'આ ભણેલી છોકરીને પાંજરામાં પૂરી રાખે છે.'

એક દિવસ અલકાએ ઇક્ષાને કહ્યું:

'તેં લાયબ્રેરીનો કોર્સ કર્યો છે, યુનિવર્સીટીમાં એક જગ્યા ખાલી પડી છે, તું અરજી કરી દે.'

ઇક્ષા ઉત્સાહમાં બોલી: 'મેં નોકરી માટે વિચાર્યું નહોતું પણ તમે કહો છો તો પ્રયત્ન કરીશ.'

બે પંખીઓ સવારથી માળામાંથી જુદી જુદી દિશામાં ઉડી જતાં. અલકા મનથી રાજી થઈ. ઇક્ષા -મિહિરનાં સુખલોકમાં તેણે આગ લગાડી હતી.

***

છત્રી લઈને ઊભેલી અલકા અત્યારે શું કહેવા આવી છે? એમ ને કે

'ઇક્ષા તું પગભર છે, જવા દે મિહિરને.'

અલકાએ ઘરનાં ઉંબરમાંથી જોયું, મિહિર વિનાનાં સૂનાં ઘરમાં ઇક્ષા ખૂણાની એક ખુરશીમાં ઢગલો થઈ બેઠી હતી. આકાશમાં વીજળીનો કડાકો થતાં અલકા ઘરમાં આવી ગઈ ને ડરેલી ઇક્ષા તેને વળગી રહી. અલકાએ આવેગથી તેનાં ખભા હચમચાવ્યા :

'ઇક્ષા મિહિરને પાછો બોલાવી લે.'

'ના, દીદી! મિહિર ઈચ્છે છે તેવી પત્ની હવે હું નથી રહી.' ઇક્ષા રુદનને ખાળવાં મથતી હતી.

અલકા મોટીબહેનનાં વાત્સલ્યથી તેનો હાથ ઝાલી કહે:

'ઇક્ષા તું હજી મિહિરની પ્રિયા છું, એને માટે તલસતી સ્ત્રી છું.'

પછી સ્વગતોક્તિ કરતી હતી: 'હું ય એવી જ છું. આ વરસાદમાં કમલેશને હું રોમ રોમ ઝખું છું.'

ઇક્ષાને નવાઈ લાગી:

'દીદી, આ તમે કહો છો? તમે તો મને નોકરીની પ્રેરણા આપી હતી. પગભર થવા સમજાવ્યું હતું.'

અલકાનાં સૂરમાં તડપન હતી:

'મિહિરને તું બોલાવી લે, એકમેકનાં હાથ મિલાવી સપનું સાકાર કરજો.'

'હાલ તો મારે અહીંની નોકરી જતી કરવી પડે.'

'મિહિરને જવા ન દે, એકવાર કાચા સૂતરનો તૂટેલો તંતુ કાળનાં પ્રવાહમાં ક્યાંય તણાઈ જાય છે.' અલકાએ ઇક્ષાને મિહિરને બોલાવવા તૈયાર કરી.

'એ તો ચાલ્યો ગયો---'ઇક્ષા ડામાડોળ જવું કે ન જવુંની સ્થિતિમાં હતી.

***

ઇક્ષા-મિહિરનાં ઘરમાં ઉભેલી અલકા હૂંફ અનુભવતી હતી. ખાટલા, ખુરશી, દિવાનનાં ખૂણે ખૂણેથી શ્વાસ, સ્પર્શ, સુગન્ધની લહેરો ઉઠતી હતી. તેને પોતાનાં કમરાની થીજેલી ઠન્ડક યાદ આવતાં ધ્રુજારી આવી ગઈ. એ પાછી ત્યાં જઈ રહી હતી.

દૂરથી ઇક્ષા બોલાવતી રહી:

'દીદી, તમારી છત્રી લેતાં જાવ.'

અલકાની પીઠ જોઈ રહી એક છત્રીમાં ઇક્ષાનું માથું મિહિરનાં ખભા પર ઢળેલું હતું.

તે ઝડપથી પોતાનાં કમરામાં ધુસી ગઈ. બારીનો પડદો ખસી ગયો હતો. વીજળીના ચમકારે વરસાદમાં ભીંજાતો ત્રણ નમ્બરનો બંગલો, બગીચો, હીંચકો અદ્દભૂત આંનદની દીપ્તિમાં ચમકી ઉઠ્યાં.

#love #Neighborhood #job

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..