Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

વરતારો

વરતારો

3 mins
14.3K


નરોત્તમ શેઠને, એક યુવતી સ્કૂટી પર લાવી અને તાત્કાલિક એમને ઇમરજન્સીમાં એડમિટ કર્યા. ડોક્ટર્સએ પેશન્ટને સંભાળી લીધા કે તરત જ તે યુવતી ઝરણાંએ, ફટાફટ ફોન કરીને શેઠના પત્ની અને દીકરાને બોલાવી લીધા. હોસ્પિટલે આવતાં વ્હેત જ શેઠના દીકરો જિગર, પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર, ઝરણાં પર ગુસ્સો ઠાલવવા માંડ્યો.

"તને કઈ ખબર પડે છે ? તું સ્ફુટીમાં મારા પપ્પાને હોસ્પિટલે લઈ આવી ? આખી બજાર ચીરીને, અહીં સુધી આવતાં, તને શરમ ન આવી ? લોકો ચોરે ને ચૌટે વાતો કરે છે કે, જિગલાની વહુને તો લાજ શરમ જેવું કંઈ રહ્યું જ નથી. સસરાને સ્કૂટી પર લઈ ગઈ ! શું જમાનો આવ્યો છે ? વહુ છે કે દીકરી ? કાઈ વરતારો, કાંઈક તો તફાવત હોય કે નહીં ?"

ઝરણાંની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તે ધીમેકથી સમજાવવા મથી રહી, "પપ્પાની તબિયત અચાનક બગડેલી જોઈને, એણે પહેલા એમ્બ્યુલન્સ માટે અને પછી તને કોલ કર્યા હતા પણ, બન્નેમાંથી કોઈનો કોન્ટેક્ટ ન થતાં, અને ઘરે કોઈ ન હોવાથી, તાત્કાલિક પપ્પાને હોસ્પિટલે પહોંચાડવાનો બીજો કોઈ રસ્તો ન સુઝ્યો અને પપ્પાને, પોતાની પાછળ બેસાડીને અહીં લાવી હતી."

ત્યાં, એના સાસુ પણ રડતાં રડતાં બોલવા લાગ્યા, "સમાજમાં લોકો કેવી કેવી વાતો કરશે તને એનું કાઈ ભાન છે ?"

ઝરણાં કાંઈ જ બોલી ન શકી, તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી.

આપણા દેશની કેવી કમનસીબી કે સ્ત્રી જ્યારે કોઈ ક્ષેત્રમાં મેડલ કે સિદ્ધિ મેળવે પછી, લોકો "બેટી બચાવો, બેટી પઢાવો" કહીને એને માથે બેસાડી સરઘસ કાઢશે. પણ, ત્યાં સુધી તો એને, તેના પિતા, પતિ કે સાસુ સસરાની આમાન્યા રાખીને, ઘરનો ઉંબરો ય પૂછ્યા વગર નહિ ઓળંગવાનો ! 'દીકરો દીકરી એક સમાન' એ ફક્ત, કોઈ દીકરી સફળ બન્યા પછી જ બોલવા માટે છે ? બાકી રહેલી, હજારો લાખો સ્ત્રીઓએ તો, સતત, 'લોકો શુ કહેશે ?' કે પછી 'સમાજ શુ બોલશે ?'નો ડર બતાવીને જાતે કોઈ નિર્ણય નહિ કરવાનો ?"

પણ, ઝરણાં ચૂપ રહી કેમ કે એને સામે નહિ બોલવાના સંસ્કાર જો આપવામાં આવ્યા હતા !! જીગર અને એના મમ્મી, ઝરણાં સામે જોઇને ધૂંધવાતા રહ્યા. સગાંવહાલાં, જેને ખબર પડતી ગઈ, તેમ નરોત્તમ શેઠની તબિયત પૂછવા આવતાં ગયા. ખાસ્સું એવું ટોળું ભેગું થઈ ગયું હતું.

ત્યાં, ડોક્ટર સાહેબ બહાર આવતાં દેખાયા કે તરત, જીગર એમની પાસે ગયો અને પોતાના પપ્પાની તબિયતની પુચ્છા કરી. ડોક્ટર સાહેબ, નિરાંતનો શ્વાસ લેતાં બોલ્યા,

"ડોન્ટ વરી, હવે, ટેન્સનનું કોઈ કારણ નથી. શેઠને એટેક આવ્યો હતો, પણ એમને, તાત્કાલિક અહીં પહોચાડવાને લીધે અમે તેમની સમયસર સારવાર કરી શક્યા. હવે ચિંતાનું કોઈ કારણ નથી."

ડોક્ટર સાહેબ, ઝરણાં પાસે આવીને તેને શાબાશી આપતાં બોલ્યા, "નરોત્તમ શેઠને તારે લીધે નવું જીવન મળ્યું છે, દીકરી, તે મોડું કર્યું હોત તો અમે કશું જ ન કરી શકત ! ધન્યવાદ છે તારી નિર્ણયશક્તિ અને હિંમતને ?"

ડોક્ટર સાહેબે, તેની વાત પૂરી કરી ત્યારે, હાજર રહેલા એમના સ્ટાફે, ઝરણાને તાળીના ગડગડાટથી વધાવી લીધી તો, સાથે ત્યાં ઊભેલા ટોળા એ પણ, ઝરણાના ભારોભાર વખાણ કરવા લાગ્યા. જે થોડીવાર પહેલા જ, જીગરને કાનાફુસી કરીને, દીકરી અને વહુ નો 'વરતારો' નથી રહ્યોની ફરિયાદની પિપૂડી વગાડતાં હતાં !

હવે, જીગર અને તેના મમ્મી શું બોલે ? એ તો ચુપચાપ આઈ.સી.યુ. માં એક પછી એક શેઠને મળવા ચાલ્યા ગયા. હા, પછી તો બહાર આવીને, ઝરણાના વખાણ કરતા લોકોની હામાં હા મેળવતાં કહેવા લાગ્યા,

"અમે તો, દીકરી કે વહુમાં ભેદ જ નથી રાખતાં ! એટલે તો અમારી ઝરણાં આવું, હિંમતભર્યું કામ કરી શકે !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational