Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance Fantasy

4.0  

Sapana Vijapura

Romance Fantasy

ઊછળતા સાગરનું મૌન 1

ઊછળતા સાગરનું મૌન 1

3 mins
14.2K


સાગરના કિનારે બેસી નેહા સાગરને ઘૂઘવતો માણી રહી હતી. સાગરના ગહન પાણીમાં કેટલી વાતો છૂપાઈ હશે... સાગરને કિનારે બેસી કેટલાય પ્રેમી પંખીડાં પોતાની પ્રેમભરી કહાની સંભળાવી જતાં હશે. પણ સાગર પોતાના હ્રદયમાં બધાંની મથામણો છૂપાવી દે... મૌન સાગરના હ્રદયમાં કેટલી વાતો ઊછાળા મારે છે. કોઈ કલ્પી શકતું નથી. નેહા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ. પ્રોઢા અવસ્થામાં પહોંચેલી નેહા હજી પણ સુંદર દેખાતી હતી. જવાનીની એની સુંદરતાની ચાડી એનાં ઘૂંઘરાળા વાળ અને કમનીય દેહ ઉચ્ચ વક્ષ, અણીયાળી આંખો, ગોરું ચંદ્રમા સમુ વદન દેખાતું હતું. આજ ઘણાં સમયે લગભગ પચીસ વરસે સાગરને મળવાની હતી. કેવી રીતે જુદા થઈ ગયાં સમજ પડી ન હતી. નેહાએ એકદમ જોરથી આંખો મીંચી દીધી. જાણે ભૂતકાળમાં ડોકિયું કરવા માંગતી હોય... અને ખરેખર સામે સૌમ્ય શાંત ધીર ગંભીર સાગર આવી ગયો... અને એ પચીસ વરસ પહેલાની નટખટ નેહા બની ગઈ. કોલેજમાં પતંગિયાની જેમ ઊડતી. મજાક મસ્તી હલ્લા ગુલ્લા. અને સાગર... એકદમ ગંભીર... શાંત... કામથી કામ... એનાં દિલમાં ઉતરવું ખૂબ અઘરું હતું. કારણકે દિલમાં તો આંખોનાં માર્ગે જવાય ને અને એ આંખ ઊંચી કરીને જોતો જ ન હતો. હજારો નખરાં થયાં... હજારો બહાના શોધ્યાં પણ વાત આગળ વધતી જ ન હતી. પણ નેહા પણ ક્યાં છોડે એવી હતી...

હા, એ દિવસ બરાબર યાદ છે નેહાને. એની કોલેજ બીજી કોલેજ સાથે ક્રિકેટ રમતી હતી... સાગર કેપ્ટન હતો. કોલેજની બધી યુવતીઓ કોલેજના યુવાનોને પ્રેરણા આપવા માટે ચિયર ગર્લ્સનું કામ કરી રહી હતી. નેહા બ્લ્યુ રંગના ટૂંકા ફ્રોકમાં શોભી રહી હતી. એનો ગોરો વાન અને બોબ હેરમા એનો ચહેરો ચંદ્રની જેમ દમકી રહ્યો હતો. જ્યારે જ્યારે સાગર છ્ક્કો મારતો એ બેન્ચ પરથી ઊભી થઈને તાળીઓ પાડતી. એની કોલેજ જીતી ગઈ. એ એકદમ સાગરની સામે ધસી ગઈ... અને સાગરનો હાથ પકડીને કહેવા લાગી, "અભિનંદન સાગર, તે કોલેજનું નામ રોશન કર્યુ... અભિનંદન દિલથી." સાગરે પહેલીવાર નેહાની આંખમાં જોયું. શરમાઈને હાથ છોડાવી લીધો. પણ આંખોએ કામણનું કામ કર્યુ. હવે સાગર આવતાં જતાં તીરછી નજરે નેહાને જોયા કરતો. અને નેહા ખડખડાટ હસી પડતી. કેટલી ચંચળ હતી... સાગર ધીમું હસી લેતો. સ્મિત અને નજરુંની આપ લે થયાં કરતી... અજનબી હતાં બન્ને પણ હવે અજનબી નહોતા લાગતાં. આંખો આંખોમાં હજારો વાતો થઈ જતી અને રિસામણાં મનામણા પણ થતાં... ક્યારેક નેહા સાગરને ચિડવવા... છૂપાઈ જતી તો સાગર મીઠો ગુસ્સો કરી લેતો અને કલાકો સુધી નેહા સામે જોતો નહી નેહા વિહવળ બની જતી. અને આંખોથી માફી પણ માંગી લેતી... અને જ્યારે એની મિત્ર અવનીના લગ્ન લેવાયા એ દિવસ રાત અવની સાથે રહેતી હતી. અને સાગર અવનીનો પિત્રાઈ ભાઈ હતો. વારંવાર એક બીજાં સાથે મુલાકાત થઈ જતી. અને હા, જ્યારે અવનીના ફેરા ફરાયા... બન્નેની નજર એકાબીજા પરથી હઠતી ના હતી... અને નેહાનું દિલ સાગર પાસે જઈને વસી ગયું... કેટલા વહાલા એ દિવસો હતા. એક ક્ષણ પણ સાગરના વિચાર વગરની ન હતી... બસ સાગર... સાગર... ...સાગર... અને સાગર. પણ ક્યાં ઓછો દિવાનો હતો... હર ક્ષણ નેહાનો ઈન્તેઝાર... નેહા એના મગજ પર કબજો કરી બેઠી હતી...

"હાય, કેમ છે?" સાગરનો શાંત અવાજ સાંભળી નેહા જાણે સપનાંમાંથી જાગી પડી. સાગર કિનારેથી ઊઠવા પ્રયત્ન કર્યો પણ સાગર એની પાસે આવી બેસી ગયો... કેટલા વરસ પછી જોયો. સાગરને... છ ફૂટનો સાગર એવો જ લાગતો હતો કે પછી એ સાગરને પચીસ વરસ પહેલાનો જે છોડી ગઈ હતી એજ જોવા માંગતી હતી.. હા, કાળા વાળ થોડાં સફેદ થયાં હતાં... મધુર ધીમું સ્મિત એજ હતું. આંખોમાં એજ સાગર ઊછળતો હતો... નેહા બસ નજર હટાવી ના શકી... સાગર... સાગર... તને વિંટળાઈ જાઉં સરિતાની જેમ... પણ હાય આ બંધન સમાજનાં... જીવવા નહીં દે મરવા પણ નહીં... નેહા એક એક પથ્થર લઈ પાણીમાં ફેંકતી રહી... સાગર પાણીંમાં ઊઠતા તરંગો... જોતો રહ્યો... નેહાનાં મનમાં ઊઠતાં તંરગોને મેહસુસ કરતો રહ્યો...


Rate this content
Log in

Similar gujarati story from Romance