Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Classics Inspirational

5.0  

Kinjal Pandya

Classics Inspirational

સપનાના વાવેતર

સપનાના વાવેતર

4 mins
1.0K


આમ જુઓ ને તો (માનવ) લોકો ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. અલગ અલગ વિચારોવાળા, અલગ અલગ વાતોવાળા, અલગ અલગ અનુભવોવાળા,આવું તો ઘણું બધું અલગ હોય. હશે..

મારે તો હમણાં બે પ્રકારની પ્રકૃતિવાળા માણસોની વાત કરવી છે. એક જે પોતાની રિયલ લાઈફ જીવે છે અને બીજા પોતાના વિચારોથી ઉત્પન્ન કરેલી લાઈફ જીવે છે. બંને પાસે પોતાના ધ્યેય હોય છે અને એ પાછા સ્પષ્ટ પણ હોય છે. રિયલલાઈફ વાળા એના સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. એટલે એવું નથી કે બીજા મહેનત નથી કરતા,કરે છે ને પણ તનતોડ મહેનત ફકત અને ફકત વિચારવામાં જ કરે છે, સાચી મહેનત નથી કરતા.

તો પછી સપના શું કામ જોવા!? જો એને પૂરા કરવા પાછળ તમે મહેનત જ ન કરતાં હોવ??

અરે સપના પૂરા કરવા દિવસ રાત એક કરવા પડે, પછી સૂતા સૂતા સપના ના જોયા રખાય, એતો મુગેરી લાલ કે હસીન સપને જેવું થઈ જાય.

હું પોતે કૃષ્ણની સખી છું, ભક્ત નથી. હા હું એને રાધા બની ને પ્રેમ કરવા તૈયાર છું પણ એની ભક્તિ કરવા તૈયાર નથી. મેં આખી ગીતા વાંચી નથી મને એવું મન નથી થયું. મેં ગીતા ના પહેલા ચાર અધ્યાય વાંચ્યા છે અને ઉપર ઉપર જોઈ છે કારણ ગીતામાં ફોટા ખૂબ જ સરસ હોય છે અને થયું એવું કે હું જે કોઈ અધ્યાય ખોલુ ને એક શ્લોક વાંચી એનું અનુવાદ વાંચું તો કૃષ્ણ બધામાં જ કર્મ કરવાનું જ કહે છે. મેં ક્યાંક સાંભળ્યું છે કે , "કૃષ્ણ એ ગીતામાં કહયું છે કે જો દુનિયાની દરેક વ્યક્તિ કર્મમાં માનતી થઈ જાય ને તો એકપણ માણસ ગરીબ ના રહે."

હવે આમાં હું ઉમેરુ કે," ના તનથી, ના મનથી કે ના તો ધનથી.."

બસ મારી પીન અહીયાં જ ચોંટી ગઈ. હવે એની ભક્તિ કરું કે કર્મ!!???

એવું નથી કે હું ભગવાનમાં નથી માનતી. અરે, એક સમય તો એવો હતો કે દર મહિને કથા અને હવન કરાવતી. મારા પપ્પા કહેતા ઘરમાં થોડા થોડા સમયે આવા કાર્યો કરતા રહેવું જેથી હરિની સમીપ રહેવાય. હજીયે કરાવું છું,નવરાત્રી ના ઉપવાસ કરું, સંકટ ચોથ કરું, ગણપતિ બાપા ઘરે લાવું, બધું જ. પણ હા હવે પહેલાની જેમ દીવો કરીને એની સામે નથી બેસી રહેતી. કારણ ત્યાં જ બેસી રહીશ તો મારા કામોનું શું??? કંઈ પણ નવું કાર્યની શરુઆત કરતાં હું આજે પણ એટલી જ ગભરાઉં છું. ફર્ક એટલો પડ્યો કે હવે હું પાણીમાં નથી બેસી પડતી અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જાઉં છું. પહેલા હું પરિણામ શું આવશે એ બીકે બેસી પડતી અને હવે કૃષ્ણ હાથ ઝાલીને યા હોમ કરીને કુદી પડું છું.

એક વાત કહું , હું દૂરનું ઘણું વિચારતી જ નથી, હમણાંની પરિસ્થિતિમાં કેમ મોજ થાય એ શોધી લઉં છું.

કદાચ એટલે જ આટલી હસતી રહું છું.

આતો વાત થઈ મારી.

ફરી પાછા સપના પર આવીએ.

સપના જો પૂરા કરવાની ત્રેવડ ના હોય તો સપના જ ન જોવા એવું હું અને મારો કૃષ્ણ બંને દ્રઢ પણે માનીએ છીએ. વાક્ય કડવું છે પણ સત્ય છે. એ તમારે સ્વીકારવું જ પડશે..

અરે! સપના પૂરા કરવા માટે તો રાત રાત જાગવું પડે ત્યારે સપના પૂરા થાય. હાથમાં લાડુ હોય પણ એને મોં માં મૂકીને ચાવવો પડે તો મઝા આવે ખરો સ્વાદ ખબર પડે, સીધે સીધું ગળી ન જવાય. એવું જ સપનાનું પણ છે. એની મિઠાશ અનુભવવા કર્મ અથવા પરિશ્રમ કરવો જ પડે.

હિમાલયની નીચે ઉભા રહેવાથી હિમાલય ચડી નથી જવાતો.

એને ધીરે ધીરે સર કરવો પડે અને જયારે ટોચ પર પહોંચી હર હર મહાદેવ કરીએ ને ત્યારે જ સાચી મઝા આવે.

જીવનમાં મહેનત ફકત અને ફકત પેટનો ખડો પૂરવા એટલે કે પૈસા કમાવા કરીએ છીએ અને હા એ કેમ ભૂલાય મોબાઈલ બીલ ભરવા. તો થોડી મહેનત સપના પૂરા કરવા પાછળ પણ થાય. ભલા માણસ, જીવન જીવવા ખાતર સપનાનો ભોગ ન અપાય.

સપનાનું વાવેતર કરીએ છીએ ને તો એની લણણી લેવાની ત્રેવડ રાખવી. તો મોજ આવે અને એને માટે પોતાની જાત પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે.મન મકકમ હોવું જોઈએ.

પોતાનું સન્માન કરવાથી હંમેશા

આત્મવિશ્વાસમાં વધારો જ થાય છે!


Rate this content
Log in

Similar gujarati story from Classics