Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rena piyush

Crime Drama Thriller

2.8  

Rena piyush

Crime Drama Thriller

લીમડો

લીમડો

4 mins
16.2K


વર્ષો પછી મંદાર આજે એના પ્રિય લીમડાંને નિહાળી રહ્યો હતો. લીમડો પ્રિય તો હતો પણ છેલ્લે છેલ્લે એના સ્વભાવ મુજબ કડવી યાદો દિલમાં મુકતો ગયો હતો. બે ખેતરની બરાબર વચ્ચે લીમડાનું ઝાડ. એક ખેતર મંદારનાં બાપુનું અને બીજું ખેતર ચંદાનાં બાપુ નું એટલે બન્ને નાનપણથી જ સાથે રમતાં મોટા થયાં.

ચંદાનું નામ આમ તો ચંદ્રિકા પણ મંદાર એને ચંદા જ કહેતો હતો અને ચંદાની સગી માઁ તો એ ૪ વર્ષની હતી ત્યારેજ એક ટૂંકી માંદગીમાં ગુજરી ગઈ હતી. સાવકી માં ના આશરે ઉછરી રહેલી ચંદાનું જીવન કોઈ નરકાગારથી ઓછું નહોતું.

ચંદાની સાવકી માં ને ચંદાની ઘરમાં હાજરી બિલકુલ સહન નહોતી થતી. એટલે એ એને ખેતરે ધકેલી દેતી. મંદાર શાળા પત્યાં પછી બાપુ જોડે ખેતરે આવતો. ચંદા અને મંદાર બંને રોજ લીમડાં નીચે રમતાં. બાળપણની નિર્દોષ પકડા-પકડીની રમત રમતાં બન્ને માં યુવાનીએ ધીરેથી ક્યારે પ્રવેશ કર્યો એનાથી એ બન્ને નિર્દોષ જીવ પણ અજાણ હતાં. દિલ માં બચપણ હજી એવુંજ તાજું હતું. મંદારને શાળાનું ભણતા જોઈને ચંદાને પણ ભણવાનો શોખ થતો. ચંદાની ભણવાની તલપ જોઈને મંદાર પણ એને રોજ લીમડાં નીચે બેસીને ભણાવતો. પછી તો રોજનું થયું રોજ ખેતરમાં ચંદા મંદાર પાસે લીમડાંની શીતળ છાયામાં ભણે.

"ચંદા, તું શાળાએ કેમ નથી આવતી? તારું મગજ તો મારા કરતાંય તેજ ચાલે છે. તારાં બાપુ ને મારાં બાપુ જોડે કેવડાવું? તું જો ભણે ને તો મોટી માસ્તરાણી બને."

"છોડને આ બધી વાતો. મંદાર વિધાતા એ જે લખ્યું એની સામે બહુ બાથ નહીં ભરવાની. જે મળે છે એમાં ખુશ રહેવાનું .પણ એક વાત કહું તું મોટો સાહેબ બનજે. એટલે જાણે મેં ભણી લીધું."

મંદારને ચંદાની બહુ દયા આવતી, ખૂબ જીવ બળતો. ઘણીવાર મંદાર ઘરમાં એની માઁ એ કંઈક સારું બનાવ્યું હોય તો રૂમાલમાં બાંધી એ ચંદા માટે ખેતરે લઇ આવતો અને બંને લીમડાંની હેઠળ મોજથી ખાતાં. એવી જ રીતે એક દિવસ મંદારની માઁ એ બનાવેલાં મગદાળનાં લાડુ ચંદા માટે ખેતર લઈને પહોંચ્યો. પણ આ શું લીમડાની ચારેકોર ટોળું. પોલીસની ગાડી....... મંદાર એ ટોળાંને ચીરતો લીમડા ભણી દોડ્યો. અને એની આંખો ફાટી ગઈ. ચંદાની લાશ લીમડે લટકતી હતી. સાવકી માં છાતી કુટતી ચંદાને હજીએ ગાળો દેવાનું ચૂકતી નહોતી, "હરામજાદી ખબર નહીં કોનું પાપ પેટમાં લઈને ફરતી હતી. જતાં જતાં મારાં મોઢે કાળપ મેલતી ગઈ."

મંદાર સડાક થઈ ગયો. ના, ચંદા એવું કંઈ કરે જ નહીં. ચંદા આપણે તો બે એકબીજાનો પડછાયો. તને મારાથી વધુ કોણ ઓળખે. આ વાત શક્ય જ નથી. હું માનતો જ નથી. "ચંદા ,મંદાર ના દિલમાં એક સળગતો સવાલ મૂકી ને સદાય માટે ચાલી ગઈ.

આજે દસ વર્ષ પછી મંદાર ગામમાં પાછો ફર્યો, પોલીસ ઇન્સ્પેકટર થઈને. ચંદાની ઇચ્છા મુજબ જ મોટો સાહેબ બનીને. મંદાર વ્હાલથી લીમડાને પંપાળી રહ્યો હતો. એની ચંદાને શોધતો.

"ચંદા, ભૂતપ્રેતમાં તો નથી માનતો હું, પણ આજે આ હ્ર્દયમાં વર્ષો પહેલા કોતરાઈ ગયેલો ખાલીપો ઝંખે છે કે કાશ એવુ હોય, હું ઈચ્છું કે કાશ એવી રીતે પણ કંઈક મને તું રસ્તો બતાવ. તારાં મોતનું કારણ બતાવ. તારાં ખૂનીને સજા અપાવ. તારી નાલેશીભરી મોતને ખોટી સાબિત કર મંદા. કંઈક તો બોલ મંદા. તને આપણાં નિર્દોષ પ્રેમનાં સાક્ષી એવાં આ પ્રિય લીમડાનાં સમ."

મંદાર ભારે હૈયે ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં ગામનાં નિવૃત હવાલદાર કાનજી કાકા મળી ગયા.

"અરે બેટા મંદાર ... .ઓહોહો ભાઈ તું તો મોટો સાહેબ બની ગયો. જુગ જુગ જીવો બેટા."

"હા કાકા, તમારા આશીર્વાદ."

મંદારના મગજમાં એક વિચાર કંઈક વીજળીની જેમ લિસોટો મારતો ગયો."

કાનજી કાકા કાલે પોલીસ સ્ટેશનમાં આવોને. તમારી થોડીક સલાહ લેવી છે"

બીજે દિવસે મંદારે કાનજી કાકાની મદદથી દસ વર્ષ પહેલાંની બધી જ ફાઈલો ખોલી. કાનજી કાકા ચંદા વાળી ઘટનાનાં સાક્ષી હતા. "શું કહું બેટા મંદાર, એ વખતનો ઇન્સ્પેક્ટર ચંદાની સાવકી માં નો પ્રેમી હતો ..સાવકી માં એની પ્રેમલીલામાં વચ્ચે આવનાર બિચારી ચંદાને મોતને ઘાટ ઉતારી ઉતારી દીધી હતી. અને એના સાવકીમાં ના પ્રેમી એ ઇન્સ્પેકટર સાથે મળી, માં વિનાની બિચારી ચંદાને બદનામ મોત આપી. હું જાણતો હોવાં છતાં કશું જ ન કરી શક્યો. એવું લાગે છે જાણે કંઈક છુપા અણસાર છે ચંદા ના કે આજે તું અહીં જ ઇન્સ્પેકટર થઈને આવ્યો. હું તને બધી જ મદદ કરીશ."

મંદાર એ હવે વધારે તેજ ગતિએ તપાસ ચલાવી. એ વખતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફરી બહાર કઢાવ્યાં અને ચંદાને નાલેશીભરી મોત જે મળી હતી એમાંથી એ ને નિર્દોષ પુરવાર કરી, એની સાવકી માં વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી.

આજે ફરીવાર મંદાર એના પ્રિય લીમડાં પાસે આવ્યો. એ ડાળી ને નીરખી રહ્યો હતો જ્યાં છેલ્લે એને ચંદાને વિધાતા એ લખેલા લેખની સાથે સમર્પણ કરતાં જોઈ હતી. મંદાર લીમડાને બાથમાં લઈને પોક મૂકીને રડ્યો. આજે એ ચંદાને સાક્ષાત ખુદની સાથે અનુભવતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Crime