Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

SHILPA THAKOR

Children Stories Others

3  

SHILPA THAKOR

Children Stories Others

સાતભાઈ અને એક બેન

સાતભાઈ અને એક બેન

3 mins
1.0K


વર્ષો પહેલાની આ વાત છે. એક ગામ હોય છે. તે ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હોય છે. તેમાં કુલ પાંચ સભ્યો હોય છે. બ્રાહ્મણ, બ્રાહ્મણી, તેનો દીકરો, દીકરાની વહૂ અને સૌથી નાની એક દીકરી. આ દીકરીનું નામ સોનબાઈ હોય છે. સોનબાઈ ખુબ જ ડાહ્યી અને સમજણી હોય છે. અને આ ૧૦ વરસની સોનબાઈ તેના માતા-પિતાની ખુબ જ લાડકી પણ હોય છે.

એક વખત આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તિર્થ જાત્રા કરવા જવાનું નક્કી કરે છે. પણ તેમણે નાની લાડકી દીકરી સોનબાઈની ચિંતા હોય છે. એટલે તેઓ યાત્રા કરવા જઈ શકતા નથી. એટલે બ્રાહ્મણના દીકરાની વહૂ, સોનબાઈની ભાભી તેના સાસુ સસરાને કહે છે, ‘બા-બાપુજી આપ સોનબાઈની ચિંતા ના કરો. આપ સુખેથી જાત્રા કરવા જાવ. સોનબાઈને હું સાચવીશ.’ વહુની વાત સંભાળીને બ્રાહ્મણ બ્રાહ્મણીણે સંતોષ થાય છે. પછી તેઓ સોનબાઈને તેના ભાઈ-ભાભી પાસે મુકીને જાત્રા કરવા જાય છે.

સોનબાઈની ભાબી ખુબ જબરી હોય છે. તે હંમેશા મીઠું બોલી બધાને છેતરતી હોય છે. પણ તે સ્વભાવથી ઘણી ક્રૂર હોય છે. તેણે પોતાની નણંદ સોનબાઈ જરાય પસંદ હોતી નથી. વળી હવે તેના સાસુ સસરા જાત્રા કરવા ગયાં એટલે તેણે સોનબાઈને પરેશાન કરવાનો મોકો મળી જાય છે. એકવાર નાની સોનબાઈ ભાભીની ચુંદડી લઈને રમતા હોય છે. રમતા રમતાં ભાભીની ચુંદડીમાં એક દાગ પડી જાય છે. આ દાગ ભાભી જુવે છે. અને તે સોનબાઈને ખુબ જ મારે છે. સોનબાઈ રડવા લાગે છે.

સાસુ સસરાના ગયા પછી ભાભી સોનબાઈને ખુબ જ કામ કરાવે છે. ભાભી સોનબાઈને માટલું લઈને તળાવમાં પાણી ભરવા મોકલે છે. પણ પાણી ભરતી વખતે સોનબાઈનો પગ લપસી જાય છે અને તે પડી જય છે. માટલામાં કાણું પડી જાય છે. એટલે સોનબાઈ તળાવની કિનારે બેસીને રોવા લાગે છે. એણે રડતી જોઈને તળાવમાંથી દેડકા આવે છે. અને રડવાનું કારણ પૂછે છે. ત્યારે સોનબાઈ કહે છે કે મારું માટલું કાણું થઈ ગયું. હવે મારી ભાભી મને મારશે. એટલે તળાવમાંથી એક દેડકું કુદીને સોનબાઈના માટલામાં કાણામાં ભરાઈ જાય છે. એટલે માટલું સાજું થાય છે. પછી સોનબાઈ પાણી ભરીને ઘરે જાય છે. તેની ભાભીને કંઈ જ ખબર પડતી નથી.

પછી બીજા દિવસે સોનબાઈની ભાભી તેણે લાકડા વીણવા માટે જંગલમાં મોકલે છે. તે કુહાડીથી ખુબ મહેનત કરીને લાકડા કાપી કાપીને ભેગા કરે છે. તેની ભાભીએ લાકડાની ભારી બાંધવા માટે એક જુનું સડી ગયેલું દોરડું આપ્યું હોય છે. લાકડાનો ભરો બાંધવા જતાં દોરડું તૂટી જાય છે. સોનબાઈ ફરીથી રડવા લાગે છે. તેને જંગલ વચ્ચે રડતી જોઈને એક સાપ ત્યાં આવે છે. અને પૂછે છે ‘તું કેમ રડે છે?’ ત્યારે સોનબાઈ કહે છે, ‘મારી ભાભી એ સડી ગયેલું દોરડું લાકડા બાંધવા આપ્યું હતું. પણ એ તૂટી ગયું. હું લાકડા શેનાથી બાંધુ.. મારી ભાભી મને મને મારશે. એની વાત સાંભળી સાપ લાકડાની ભારીની ફરતે દોરડાની જેમ વીંટળાઈ જાય છે. અને કહે છે ‘લે હવે તું ભારો ઉપાડી લે. હવે લાકડા નહિ પડે. પછી સોનબાઈ ભારો ઉપાડીને ઘરે જાય છે.

આટલું આટલું કામ કરવા છતાં સોનબાઈની ભાભી સોનબાઈને ખુબજ વઢતી અને મારતી હોય છે. અને કામ પણ ખુબ કરાવે છે. ફરી એક દિવસ સોનબાઈની ભાભી સોનબાઈને પાપડ શેકવા માટે આપે છે. પણ ચૂલામાં લાકડા કે બળતણ હોતું જ નથી. હવે ચૂલો કેવી રીતે સળગાવવો. એટલે સોનબાઈ ફરી રડવા લાગે છે. એણે રડતી જોઈને કેટલીક ચકલીઓ ત્યાં આવે છે. અને સોનબાઈને રડવાનું કારણ પૂછે છે. ત્યારે સોનબાઈ પોતાની પરેશાની ચકલીઓને કહે છે. એટલે ચકલીઓ એક એક પાપડ ચાંચમાં લઈને બાજુના ઘરે જ્યાં ચૂલો સળગતો હોય છે, ત્યાં શેકવા જાય છે.

બધી ચકલીઓ પાપડ શેકીને આવે છે. પણ એક ચકલીથી પાપડ શેકતા શેકતા બળી જાય છે. એટલે તે ખાલી હાથે પાછી આવે છે. એટલામાં સોનબાઈની ભાભી આવે છે. અને બધા પાપડ ગણે છે. પણ એક પાપડ ઓછો હોય છે. એટલે તે સોનબાઈને મારવા લાગે છે. ભાભી સોનબાઈને મારતી હોય છે એટલામાં જ તેનો ભાઈ ખેતરેથી આવે છે. તે પોતાની વહુને સોનબાઈને મારતા દેખી જાય છે. એટલે તે ખુબ જ ગુસ્સે ભરાય છે અને પોતાની પત્ની એટલે કે સોનબાઈની ભાભીને ખુબ જ મારે છે. અને ઘરમાંથી કાઢી મુકે છે.

બીજે જ દિવસે સોનબાઈના માતા–પિતા જાત્રા કરીને પાછા આવે છે. હવે સોનબાઈની ક્રૂર ભાભી પણ ઘરમાં નથી હોતી. અને સોનબાઈના માતા-પિતા પણ પાછા આવી જાય છે. એટલે સોનબાઈની બધી તકલીફો અને બધા દુ:ખ દુર થઈ જાય છે.


Rate this content
Log in