Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Others

5.0  

BINAL PATEL

Others

હા, હું જીતીશ

હા, હું જીતીશ

1 min
504


સંધ્યાનો સમય આજે ફરી આવી ગયો,

અઢેલીએથી એ આથમતા સૂરજની કિરણો આપી ગયો,


આજે જે વીત્યું એ સમય કાલ અતીત કહેવાશે,

રોજ હું એ આથમતા સૂરજને જોઉં,

રોજ દિલમાં એક ઊંડો નિઃસાસો,


સવાર પડતા જ ફરી એ જ ઉમંગની લહેર,

એ જ પ્રભુનું સ્મરણ, એ જ અપાર શ્રદ્ધા,

હાથમાં કોફીનો મગ ને બસ દેખું આખું જગ,


ફરી હાથમાં પાવડો લઇ જતા મજૂરને જોઉં,

ફરી મા-દીકરા વાંહે દોડતી જોઉં,

ફરી યુવાનોમાં કાંઈક કરી છૂટવાની આશ જોઉં,

ફરી જિંદગીની નવી સફર શરુ થતા જોઉં,

ફરી મનમાં ઉમંગ-ઉત્સાહ ભરું,


ફરી જિંદગીની નવી જંગ લડું,

સપનાને હું સોનાથી મઢું,

એમાં મહેનતના હીરા જડું,


બસ સાહેબ,

ક્યાં સુધી નિષ્ફળતાની થપાટ ખાઈશ ?

ક્યારેક તો સપનાની લગામ હાથમાં લઈને,

ગર્વથી કહીશ, હા, હું જીતી ગઈ, સાહેબ !

આજે હું જીતી ગઈ,


ના, દુનિયાથી નહીં, લોકો સામે નહિ,

દેખાડો કરવા નહિ,

મારા ખુદના માટે, ખુદની ખુશી માટે,

જીવનમાં કાંઈક કરી શક્યાના સંતોષ માટે,


શાંતિ માટે, અનંત પ્રયત્ન પછી,

અતીતના ડરથી પરે થઈને,

વર્તમાનના નિયમને સંગ ધરી,

હું ભવિષ્યના ભયને જીતીશ હું જીતીશ.


Rate this content
Log in