Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન
★★★★★

© Ramesh Parekh

Classics

1 Minutes   104    4


Content Ranking

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,

રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,

પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,

હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,

તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

OC PAREKH આંખ ગજરો પડઘો ખાબોચિયું ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..