Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો

1 min
440


ત્રિનેત્રેશ્વરમાં શિવ ધોમ ધૂણી ધખાવે  

ઈતિહાસનો પૌરાણિક સ્વાદ ચખાવે 


નજરો મળતી તરણેતર ભર યૌવને

હૈયા એકરાર કરે ત્યાં પ્રેમના સ્તવને


મલક મનખ્યો તરણેતરને મેળે મળે

કુંવારા રહેનાર યુવાનોના મેણા ટળે


શ્રાવણ વિશ્રામ વરસી સરુડા થાક્યા

પાંચાળે લીલાછમ મોલ પ્રેમ પાક્યા


ભાતભાત વેશ દુહા ને છંદની રમઝટ

મળે જો પ્રિયતમ તો મટે મોટી ઝંઝટ


ઋષિપંચમીએ યુવા ખોલે મસ્તીનું દ્વાર 

તરણેતર જાણે બને ગંગા ને હરદ્વાર 


ત્રિનેત્રેશ્વરમાં શિવ ધોમ ધૂણી ધખાવે  

ધર્મ સંસ્કૃતિ ને પ્રેમની વાતો લખાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama