Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

બંસીબટનો ચોક

બંસીબટનો ચોક

1 min
178

આ શો રૂડો બંસીબટનો ચોક,

કે મળી મહી વેકવા રે લોલ;

મારગ મળિયા મ્હારા નાથ,

કે મુજને આંતરી રે લોલ.

ફોડ્યાં મ્હારાં મહીનાં માટ,

કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

ગોપી ચાલી નન્દ દરબાર,

કે ગોકુળ ગામની રે લોલ.

વારો, જશોદા ! તમરા (ક હા)ન,

કે નિત આડી કરે રે લોલ.

ફોડ્યાં મ્હારાં મહીનાં માટ,

કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

જશોદાને ચડિયલ રીસ,

કે લટકે નીસર્યાં રે લોલ;

હાથમાં લીધી કરેણની સોટી

કે કૃષ્ણ કદંબ (ચહ)ડ્યા રે લોલ.

ઊતરો – ઊતરો, મ્હારા બાળ!

કે કહું એક વાતડી રે લોલ;

માતા જશોદા ! તંમારી આણ,

કે ગોપી સર્વે જૂઠડી રે લોલ.

Rate this content
Log in

Similar gujarati poem from Classics