Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
લાંબી રજા ઉપર છે
લાંબી રજા ઉપર છે
★★★★★

© Gaurang Thaker

Others

1 Minutes   13.7K    5


Content Ranking

કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું,
પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
ધરાથી લઈ ને ગગન સુધીનું,
તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી,
અને તમારે ઉપરથી અહીંયા, બધાં જ પંખીની ચાંચ માટે,
કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો,
નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે,
ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

દરેક બાળકનાં સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી,
તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર,
વહાલ થઈને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌનો,
પછીથી શ્રધ્ધા જીવાડવાની,
તમે જ બોલો થશે બધું આ,
નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..