Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Classics

4  

Sapana Vijapura

Classics

આવડી ગયું

આવડી ગયું

1 min
13.7K

જિંદગીની ચાલ રમતા આવડી ગ્યું,

તું કરે છે એમ કરતા આવડી ગ્યું.

આ જગતની દોર તારે હાથ છે તો,

આ જગતને હાથ ઉડતા આવડી ગ્યું.

છેતરી છે જાતને તે તો મને પણ;

આંખ મિંચોલી ય કરતા આવડી ગ્યું.

તે કહેલી વાત સાચી તો નથી પણ;

કાનમાં એ ઝ્હેર ભરતાં આવડી ગ્યું.

સાપ જેવી આ ત્વચા છે તો સુંવાળી,

ચામડીના મેલ અડતાં આવડી ગ્યું.

આંખનાં સપનાં તો છે લલચાવનારા,

આંખને પણ લાંચ ધરતાં આવડી ગ્યું.

Rate this content
Log in

Similar gujarati poem from Classics