Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

3  

Kiranjogidas Oghani

Others

આ શહેર ધગતું વાસણ

આ શહેર ધગતું વાસણ

1 min
6.9K


છોને  ઢળી ગઈ  સાંજ  છતાં, 
લૂ ઝરંતુ આંગણઅંગ દઝાડે હવા અહી,

આ શહેર ધગતુ વાસણ             
રસ્તા ઉકળે, ઉકળે મકાન         
 સીમેંટનુ આ જંગલ વેરાન     
 વૃક્ષો  જાણે થાકી  હાર્યા   
છાયા પણ ન આવે કામ


સૂરજ જાણે ઉભરાયો,એને  કેમ  ઢાંકવું  ઢાંકણ
અંગ દઝાડે હવા અહી,આ શહેર ધગતુ વાસણ 

અગનજળમાં મારી ડુબકી  
કરે  સોનલ  સ્નાન  ધરતી        
સૂરજ જાણે બેઉ હાથોથી       
પસવારે  અવનીને  ઉરથી

સૂરજનુ  હોવુ  ધરતી  પર  કેવું  કરતું  કામણ!
અંગ દઝાડે હવા અહીં, આ શહેર ધગતું વાસણ      

ઉનાળાની  ઓઢી  પછેડી          
અગનજાળને કાખમાં તેડી           
મળવા જાણે હોય આતુર         

ઝાલી ધરાએ સૂરજની કેડી સમજાવો કોઈ ધરાને, 
આ સૂરજ છે ના સાજણઅંગ દઝાડે હવા અહીં, 
આ શહેર ધગતું વાસણ

 

 

 


Rate this content
Log in