Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSHA MAHESHVARI

Others

5.0  

HARSHA MAHESHVARI

Others

વિદાયની વસમી વેળાએ

વિદાયની વસમી વેળાએ

1 min
381


ઉંબરો વળાવવા ન આવોજો પિતા,

વસમી આ વેળાને,

તમારાથી નહીં જીરવી શકાય


તમારાં શમણાઓને,

આંખમાં આંજીને નીકળી છું હું પ્રવાસમાં,

નદી જેમ વહી જઇશ, વસમી આ વેળાને

તમારાથી નહીં જીરવી શકાય,


આખરી વેળાએ જો એક ડૂમો ભરશો,

તો કદમ મારાં અટકી જશે જોવાને તમને,

અને લગાડશો ગળે, તો છૂટા નહીં પાડી શકાય,

વસમી આ વેળાને,

તમારાથી નહીં જીરવી શકાય,


આંખમાં આંખ પરોવીને ન જોજો પિતા,

ન પાડજો બૂમ મારા નામની પિતા,

વરસોથી સાચવેલાં આંસુઓનાં ટોળાંને,

નહીં રોકી શકાય, વસમી આ વેળાને

તમારાથી નહીં જીરવી શકાય.


Rate this content
Log in