Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


પાલવની કોરે

પાલવની કોરે

1 min 13.8K 1 min 13.8K

રૂપલે  મઢેલી મારી રાતડી રે લોલ 
ઝગમગતી   ઝીણા   ઝીણા   તારલે
નવરંગી ભાતે ભીની ચુંદડી રે લોલ ...

પાલવની કોરે ઘમકે ઘૂઘરી રે લોલ 
ઘુઘરીનો ઘેરો રણકાર જો પગલાંની
છાપ જુદી દડદડી રે લોલ ....

મોરલાનો ટહુકો મીઠો ગુંજતો રે લોલ 
પાદરે   જઈ   બેઠી  વડલા  હેઠ જો
ઢેલડ દૂર દેશમાં ઢળી પડી રે લોલ ...

સખીઓ સંગાથે ધરે ગોઠડી રે લોલ 
 હળવેથી  પુછ્યું  એણે  કાનમાં  કે  
આખ્યુંમાં દિસે રમલ રાતડી રે લોલ ..

કેમ કહું કાનુડાની વાંસળીરે લોલ 
રાધા બની ફરતી બારે માસ , ઓલ્યો
કાનુડો સાંભળે ન વાતડી રે લોલ ...


Rate this content
Originality
Flow
Language
Cover Design