સપનાનો મહેલ
સપનાનો મહેલ
સપનાનો એક મહેલ ચણ્યો
એમાં લાગણીઓની દિવાલ
એમાં વાતો કરતી દિલની બારસાખ
પ્રેમથી આવકારતા બારણા
અને સ્નેહ નીતરતી છતો
કાંગરે બોલતી ઓલી મધુમાલતીની વેલ
અને ફરતે મઘમઘતો લીલૂડો બાગ
અને આસોપાલવ પર મધપૂડો..
બાગે બોલે કોયલ અને બાગે બોલે મોર
ઓલી બોલે મીઠડી ઢેલ..
હું બંધ બારણે સાંભળું એના શોર...