Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

જાણી તો જો

જાણી તો જો

1 min
6.5K


કયારેક રડતા હદયને જાણી તો જો.
કયારેક બિડાયેલ હોઠો પર સ્મિત લાવી તોજો.
કયારેક કંટકોની કેડી પર આશાના ફુલ ઉગાડી તો જો.
 
પહોંચી ગયો તુ માનવી ચંદ્ર સુધી
કયારેક માનવીના મન સુધી તુ પહોંચી તોજો.
 
દુઃખોથી ધેરાયેલી છે હરકોઈની જિંદગી.
એ દુઃખોને શાશ્વત સુખમાં પલટાવી તો જો.
પાનખરમાં પણ વસંત લાવી તો જો.
 
બે ઘડીની જિન્દગાની છે મુસાફર.
મૃત્યુ પેલા જીવનને માણી તો જો.
કયાં સુધી તુ દુઃખો ના રોંદણા રોયા કરીશ.
 
જે સુખની પ્રાપ્તિ થઈ છે
મનસ્મિત એને જાણી તો જો.
એષણાનો અંત તો કદી નથી
પણ જે મળ્યું છે એને પેલા માણી તો જો.


Rate this content
Log in