Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

એવું નથી.

એવું નથી.

1 min
13.3K


બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ! તને બધું સમજાઈ જાય એવું નથી.

પવન તો બાગથી ખુશ્બુ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો?
બધાંથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.

જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.

તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી


Rate this content
Log in