Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Others

3  

Shaileshkumar Pandya

Others

આરતીમાં ગઝલ

આરતીમાં ગઝલ

1 min
6.9K


એ પહેલાં ભીંજાઈ પછી ગાય છે,
સાચું ચોમાસુ પંખીને સમજાય છે.

ક્યાં જરુરી છે શબ્દો તને ચાહવા,
આંખથી આંખની ભાષા વંચાય છે.

જોડતો એકબીજાને મનથી ભલા,
પૂછ, ક્યાયે એવો સેતુ બંધાય છે.

શબ્દના ક્યાં મહોતાજ એ હોય છે,
આરતીમાં ગઝલ જેને સંભળાય છે.

સાચવી લે તું એ સ્મૃતિના કાફલા,
આંખથી આંસુ થઈને ઉલેચાય છે.

ધર નહીં તીર્થ થૈ જાય એ મારે મન,
આંગણે દીકરી અવતરી જાય છે.


Rate this content
Log in