Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gaurang Thaker

Others

3  

Gaurang Thaker

Others

તું કહે હા કે હવે ના

તું કહે હા કે હવે ના

1 min
13.7K


તું કહે હા કે હવે ના એ વિષય તારો છે,
મેં તો દુનિયાને કહી દીધું ખુદા મારો છે.

ક્યાંક મંઝિલ તો મળે તોય કશું ખૂટે છે,
જ્યાં નદી દોડતી દરિયો એ બહુ ખારો છે.

દોસ્ત વરસાદ કે ઝાકળ એ નિહાળે ક્યાંથી?
એક માણસને અહીં કેટલા પડકારો છે.

એટલે ડાળથી પંખીને ઉડાડી મૂકયાં,
પાનખરનો હવે આ વૃક્ષને વરતારો છે.

તું હવે એટલા ઊંચે જવું બસ છોડી દે,
ત્યાં હવાનેય ઘણો શ્વાસમાં મૂંઝારો છે.


Rate this content
Log in