Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જિંદગી જીવી ગયો
જિંદગી જીવી ગયો
★★★★★

© Shailesh Chaudhary Agam

Inspirational

1 Minutes   13.6K    7


Content Ranking

જિંદગી જીવી ગયો, કોનો સહારો હતો?
ઘર મહીં મારા, જફાઓનો નઝારો હતો!

પંપાળીને એક ખૂણે પોઢાડ્યા'તા ઓરતા;
કોણે જગાડ્યા એમને? કોનો ઈશારો હતો?

રોજ ઉદાસી પર હસતો, કાં ખરી પડ્યો?
સૂની રાતોમાં દેખાતો, એક સિતારો હતો.

કેમ ખાલીપો રડાવે હવે? જરા યાદ કર;
દૂર કર્યો એને, શખ્સ જે ફક્ત તારો હતો.

તમે મળ્યા એનું, ખૂબ દુ:ખ છે 'અગમ';
લંબાવ્યો'તો હાથ મેં, એ વાંક મારો હતો.

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..