સાબિતી
સાબિતી
1 min
6.9K
હોય જો સાબિતી તો હાજર કરો,
નહીં તો મને બાઈજ્જત બરી કરો.
શું કર્યું છે મેં એવું તો ખોટું;
પ્રેમ ગુનો છે, તો એ સાબિત કરો.
આમ રોજ કઠેરામાં નહિ રહું હું ઊભો;
ગુનેગાર છું તો એમ પ્રસ્થાપિત કરો.
હું અને એ એક જ છીએ સ્વીકાર છે બધું,
પણ તમે તો ન્યાય કરવાને કાબેલ ઠરો.
આપવાની પરીક્ષા તારે ને મારે આમ જ,
આપણને સાબિત કરવા હવે કમર કસો.
એક તું છે તો આવી જાય બધું જ જાણે,
જીવનનો હવે તો એકમાત્ર જ નશો.