Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

વાવીએ

વાવીએ

1 min
13.7K


આંખમાં એકાદ સપનું આજ સધ્ધર વાવીએ,
કાલને અજવાળવી છે, કૈંક નક્કર વાવીએ.

'હું' મટીને, 'તું' મટીને, થઈ શકીશું 'આપણે',
શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ.

એમ ઘરડાંઘર તણો વિસ્તાર પણ અટકી શકે!
બસ, ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.

અેક સાચા સ્મિતથી દુનિયા જીતાતી હોય છે,
બોલ, શાને આંસુઓ, પીડા ને કળતર વાવીએ?

પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો,
માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.

વારસામાં જો, કવિતા કેટલી સધ્ધર મળી!
નવકવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ.

ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ?
એકમાંથી બસ અઢી થઈ જાય, અક્ષર વાવીએ.


Rate this content
Log in