Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

ભોયતળિયું ખોવાતું જાય છે

ભોયતળિયું ખોવાતું જાય છે

1 min
495


જૂના ચાલ-મકાનો તૂટતા જાય છે

નવા ઊંચા ટાવરો બનતા જાય છે

પણ એક વાત પર ધ્યાન જાય છે

ભોયતળિયું ક્યાંક ખોવાતું જાય છે


હવે જે ઘરના નવાં સરનામાં લખાય છે

એમા ગ્રાઉંડ ફ્લોર ક્યાં લખાય છે ?

અડધું ભોયતળિયું કમર્શિયલમાં અપાય છે

અને અડધું પાર્કિંગમાં આપી દેવાય છે

બાકીની થોડીક જગ્યા ઓફિસ/કેબીનમાં જાય છે

ભોયતળિયું ક્યાંક ખોવાતું જાય છે


બાંધકામ કરતી વખતે બેસમેંટ પણ બનાવાય છે

અને એ પણ પાર્કિંગ, ગોદામ વિ. માટે વપરાય છે

પણ એ જગ્યા રહેવા માટે ક્યાં અપાય છે ?

ભોયતળિયું ક્યાંક ખોવાતું જાય છે


હવે તો છેલ્લા માળે સુધી

લિફ્ટમાં જ ઉપર જવાય છે

'ને લિફ્ટમાં જ નીચે અવાય છે

ચોમાસામાં ભોયતળિયું પૂરનાં પાણીમાં ડૂબી જાય છે

કદાચ આવા જ કારણોસર

ભોયતળિયું ક્યાંક ખોવાતું જાય છે!


Rate this content
Log in