Sandip Patel"kasak"

Others


Sandip Patel"kasak"

Others


સમય જોતાં

સમય જોતાં

1 min 13.2K 1 min 13.2K

સત્ય છે ક્યાં કોઇ'દી ફાવે, સમય જોતાં
ને જુઠાણાં જોરમાં આવે, સમય જોતાં.

છે કરી વાતો અહમની, અંધકારે ભૈ, એક આગિયો જ ફફડાવે, સમય જોતાં. છું ઘણો મોટો તવંગર તે છતાં, પેલી પાવલી મન મારું લલચાવે, સમય જોતાં. વશ સમયને કેદમાં ના રાખતો, કારણ, તે સમય પણ સાથ છોડાવે, સમય જોતાં. બંધ આંખે કોઈ દિ' વિશ્વાસ ના કરશો, દેખતા પણ આંધળા થાવે, સમય જોતાં.


Rate this content
Originality
Flow
Language
Cover Design