જિંદગી
જિંદગી
1 min
6.9K
હવે કયાતારા વિના જિંદગી જીવાય છે,
હવે તારા વગર મારાથી ક્યાં રહેવાય છે.
ઓગળી રહી છું તારા અસ્તિત્વમાં
બંધ પાંપણમાં પણ હવે તો હું શરમાવું છું.
મને અણસાર છે ક્યાંક તો ભીતર છે તું,
શોર ના કરે તો પણ મૌન તારૂં મલકાય છે.
મારા હોઠની લાલી તારામાં અદ્રશ્ય થાય છે,
તારી આંખોનો નશો હવે મારામાં શમાય છે.
આજ ગુમસુમ બેઠી વિચારું છું, કે આ એજ છે,
જે વરસો પછી પણ દિલમાં અકબંધ છે.