Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

ઘણી હજુ

ઘણી હજુ

1 min
6.8K


ઘેલું લગાવી રાખતા દુરી ઘણી હજુ,
નીકટ ઢળીને જીવતા અંતર કરી હજુ.
 
આવી સમીપે ભાવથી રાખી હ્રદય લગી,
મનના ઉમળકે ચાલતા તાણી તરી હજુ.
 
ચઢતા પ્રણયના ભાવને મનથી વધાવવા,
કરતા મિલનની કામના ભાવો ભરી હજુ.
 
ચોખટ સજાવી સેજની આશા મનો ભરી,
ફુલો મઢેલા આંગણે ચાહત ખડી હજુ.
 
માથે ચડેલી શોભતી ચૂંદડી નવી નવી,
બજતા નગારે આવતા ઘોડે ચડી હજુ.
 
છેડે લગનની ગાંઠને પાકી લગાવતાં,
ફરતા લગનની ઓઢણી માથે ધરી હજુ.
 
નાતો સદાનો બાંધવા માસૂમ બની ઠની,
મનના તરંગી ઓરતે નાચે બની હજુ!


Rate this content
Log in