Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aarti Saiya

Others

4  

Aarti Saiya

Others

મનાવીએ કુદરતી ઊતરાણ

મનાવીએ કુદરતી ઊતરાણ

1 min
13.9K


તારીખ અને તિથિની ખબર હોત તો,
કરત તેઓ પણ ઉડવાના ઉપવાસ.

 ફાંસીની દોર કોઈને અડી અડકીને,
જખ્મો એ ભોગવ્યો કારાવાસ.

કિલબીલ મધુર કંઠે વર્તાયો,
એકાએક ધ્રુજારીનો ભાસ.

ગગને વિહરતા નિર્દોષ જીવની,
ઓચિંતી ધરતી ખોળે છલાંગ.

ફળફળ ફળ ફળ ફફફફ....ફફફફ...ફ..ફ..ફ..ફ..
'કોની ખુશીનું કોણે ભોગવ્યું?' ન કોઈ ફરમાન.

 તમારા મારાથી કરે જો કોઈ જન આવી મજાલ,
કોર્ટ,નિયમો,જેલ,સજા સામા માર્ગો તમામ !

 મૂંગી જુબાને કરવી કઇ કોર્ટમાં જઈ પોકાર?
અધ્ધર ઉડતા ઉડ્ડયન ખોળે જ કોણે કાપી ઉડાન?

રંગબેરંગી પંખીઓ વિચારે કેવો કરુણ સવાલ!
આભે આજે આ કોણ ઉડે યજમાન કે યમરાજ?

ટહૂંકા ગુંજવ્યા,રંગો પૂર્યા,ટોળેટોળાં તોરણ ઉડ્યા,
લોહી લુંહાણ અરથીઓની ત્યાંથી જ વરસે વરસાદ!

ચાલો ઉડતા મુકી કેદ પંખીઓને ચગાવીએ ઉડાન,
ગગન ખોળું કલશોરથી ભરી મનાવીએ ઊતરાણ.


Rate this content
Log in