Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

તારલા ,

તારલા ,

1 min
6.8K


ચૂંટવા છે આજ નભથી તારલા,
ગૂંથવા છે ચોટલે તવ તારલા.

ખોબલે ને ખોબલે ખૂબ જ ભર્યું,
આજ ભરવા મુજ ગજવે તારલા.

યાદ આવે છે રમત બાળપણની,
આજ રમવા તુજ સંગે તારલા.

ખુશ કરવી છે જરા આજે તને,
ટાંકવા છે પાલવે તવ તારલા.

સૌ મઢે સોને અને ચાંદી વડે,
આજ મઢવા ચૂડલે તવ તારલા.


Rate this content
Log in