પછીની વાત છે
પછીની વાત છે
1 min
14K
ખુદને સંભાળું પછીની વાત છે,
‘સ્વ’ને ઓગાળું પછીની વાત છે.
ઉત્તરો મળશે એ પહેલા પ્રશ્નમાં,
જાતને ઢાળું પછીની વાત છે.
સગપણોની રિક્તતાને પૂરવા,
ઘાવ પંપાળું પછીની વાત છે.
બહાર શોધી ના શકાયા જે પછી,
ભીતરે ભાળું પછીની વાત છે.
ગેરસમજણ તોય નહિ અટકે, અરે!
બોલવું ટાળું પછીની વાત છે.
હિમશિલા જેવું જ રાખું ધ્યેય પણ,
આગ પંપાળું પછીની વાત છે