Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sanjoo Vala

Others

3  

Sanjoo Vala

Others

છલકાઈ ગઈ

છલકાઈ ગઈ

1 min
13.1K


સમજ પણ વિસ્તરીને છેવટે છલકાઈ ગઈ
ઘણીએ ધારણા તૂટી, જરા વળ ખાઈ ગઈ

કરી ઓવાળ શ્રીફળ - ચુંદડી કાંઠે મૂક્યાં
નદી,દરિયાનો વૈભવ ભાળીને ભરમાઈ ગઈ

હજારો હાથ જેને ઝીલવા ઊંચે ઉઠ્યા
એ ઉલ્કા અધવચાળે આવીને વિખરાઈ ગઈ

અચંબો આપવાની ટેવ તારી આગવી
જ્યાં મળવાનું કહ્યું'તુ એ જગા ભૂલાઈ ગઈ?

નવાનક્કોર તમને તોર ચડતા જોઇને
બિચારી કાચી કૂણી લાગણી શરમાઈ ગઈ

ઉઘડવું જાદુપેટી જેવું એની વાતનું
કર્યું અરધું નિવેદન 'ને તરત બિડાઈ ગઈ

પ્રવાહી એકદમ થીજી ગયું તો આંખ થઈ
કદી આંખો પ્રવાહીમાં ફરી પલટાઈ ગઈ

 

 

 


Rate this content
Log in