Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક જ ડૂબકી
એક જ ડૂબકી
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.9K    3


Content Ranking

સુગંધના દરિયામાં ડૂબ્યાં અમે તો ભાઈ,
એક જ ડૂબકીમાં ઊઠ્યાં મહેંકી,
બહાર હજી નીકળ્યાં, ત્યાં તો
મનના આ મોરલા ઊઠ્યાં ગહેંકી!

પ્રેમ ઘેેલા વાદળોને આવી શરમ એમણે,
ઝરમર ઝરમર ફોરાં વરસાવ્યા,
પલળ્યું હૈયું અને પલળ્યું મન
હૈયાની ધરતીએ પાલવ સરકાવ્યા!

તાજી ફૂટેલી લીલીછમ આ લાગણીઓએ,
કેવા તે વેશ જોને કાઢ્યા!
કોઈએ ઓઢી લાલ ઓઢણી ને,
આંખોમાં શરમના શેરડા પાડ્યા!

મનડું તો બન્યું પછી હરખપદુડું એવું કે,
કેમે ઝાલ્યું ના રહે એ હાથ!
ભાવતું હતું ને કીધું વૈદે એમ,
મળ્યો એને તમારો રુડો સંગાથ!

સાતે કોઠે પ્રગટ્યા દીવા વહાલનાં ઝગમગ,
ને વળી ખુશીએ ગાયો મલ્હાર!
ભાગ્યશાળીને ભૂત રળે એમ,
'જશ' મળ્યો અનોખો ઉપહાર!

સુગંધના દરિયામાં ડૂબ્યાં અમે તો ભાઈ,
ઐક જ ડૂબકીમાં ઊઠ્યાં મહેંકી.
બહાર હજી નીકળ્યાં, ત્યાં તો,
મનના આ મોરલા ઊઠ્યાં મહેંકી!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..