Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Dhamal

Inspirational

3  

Devendra Dhamal

Inspirational

બી.એડ.માં

બી.એડ.માં

1 min
13.7K


 

બી.એડ્.માં આ જ્યારથી, પ્રવાસ થઈ ગયો.
એ મોજનો પ્રસંગ તો કૈં ખાસ  થઈ ગયો.

આ બહુચરાજી માતના દર્શન કર્યા અમે,
મન પર ઘણો પાવન પરમ ઉજાસ થઈ ગયો.

ગબ્બરમાં અંબે માતના, ચરણે નમ્યા અમે,
આ માતને મળ્યાનો કૈં અહેસાસ થઈ ગયો.

આ દેલવાડા જૈન મંદિરો ઘણાં અજબ,
નકશી કલાનો કૈં ગજબ વિકાસ થઈ ગયો.

પીસ પાર્કમાં આ મન હ્રદય કૈં ઓગળી ગયું,
જાણે કે આ ઈશ્વર તણો સહવાસ થઈ ગયો.

સન સેટ પોઈન્ટની મજા કૈં આગવી  હતી,
સૂર્યાસ્ત જોવાનો લ્હાવો કૈં ખાસ થઈ ગયો.

સૌથી વધુ આનંદ 'ધમલ' દોસ્તીનો છે,
સાચે જ જાણે પ્રેમનો પ્રવાસ થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational