Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
થવાનું છે,
થવાનું છે,
★★★★★

© Ninad Adhyaru

Others

1 Minutes   13.1K    1


Content Ranking

ન તો મોટું થવાનું છે, ન તો નાનું થવાનું છે,
બધાંનું એકસરખું ત્યાં જઈ ખાનું થવાનું છે.

બધાંએ દર્દને અત્યારથી રાખી દીધાં ઊભાં,
ખબર જયારે પડી કે ત્યાં દવાખાનું થવાનું છે.

આ મોજાઓ જુઓ મઝધારનો ફાંકો લઈ ફરતાં!
ખબર એને નથી આખર કિનારાનું થવાનું છે.

અપેક્ષાઓ બધી છોડી, જતું કરવાનું છે અહીંયા,
મહોબ્બતમાં સફળ થાવા બહુ દાનુ થવાનું છે.

ખબર છે એ છતાં 'નિનાદ' એની રાહ જોવાના,
નવા દિવસે નવી રીતે નવું બહાનું થવાનું છે!

દર્દ અપેક્ષા મહોબ્બત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..