Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


કે ઘમ્મર ધુઘરડી

કે ઘમ્મર ધુઘરડી

1 min 13.6K 1 min 13.6K

હે લીલા વનની ઢેલડી કંઈ સોળે ન્હાતી જાય

કે ઘમ્મર ધુઘરડી

હે વગડે ફરતો મોરલીયો કંઈ લટકાં કરતો જાય

કે ઘમ્મર ધુઘરડી


દૂહો

રાતા રાતા કેસરિયાને, કલગી લાગી ચાર

સાંજ પડે ત્યાં સૂરજને , લાગે પતંગિયાનો ભાર


હે ઘેલુડિ કંઈ ગોવાલણને મહીડા મથતી જાય

કે ઘમ્મર ધુઘરડી

હે મહિડે મહિડે ગીત ગુલાબી મોહન ગાતો જાય

કે ઘમ્મર ધુઘરડી

હે ........


દૂહો

મટુકિ ખોલી જોઈ લે , મોહન મુકુટ સોહાય

વા ' વાયા ત્યાં વાદળી, ગીત મધુરા ગાય


હે પચરંગી પાઘડિયે છોગું, હળવે ઝોલા ખાય

કે ઘમ્મર ધુઘરડી

હે ઘુઘરીના ઘમકારે ઓલી , રાધા ડોલી જાય

કે ઘમ્મર ધુઘરડી


Rate this content
Originality
Flow
Language
Cover Design