મા...
મા...
1 min
6.7K
વિચારોના વમળમાં
અટવાતો જ્યારે,
તારા ખોળામાં
માથું મૂકી દેતો.
તારા સુકોમળ હાથનો સ્પર્શ
બધો જ ભાર હળવો કરી નાંખતો,
તારો હસતો ચહેરો
સર્વે ચિંતાઓને હણી લેતો
પણ આજે...
તારૂં માથું મારા ખોળામાં છે,
હું આધાર વિના... લાચાર....
તારો એ જ હસતો ચહેરો
પણ મારે આંસુની ધાર...
'મા'
શ્વાસ તો ભર..!
તારા હુંફાળા સ્પર્શની
મને જીવનપર્યંત ઊણપ સાલશે.