છે વસંતે
છે વસંતે
1 min
6.8K
કળીઓને બસ છેતરી છે વસંતે,
ગજબની રમત આદરી છે વસંતે.
ધોળે દિવસે તારાઓ દેખાડીને,
કોમળ જાત ને વેતરી છે વસંતે.
કળી તો શરમથી બિડાઈ ગઈ ને,
પવનની અગન નિતરી છે વસંતે.
વફાની કરી વાત ફૂલે ખરી ને,
શૂળોની પથારી કરી છે વસંતે.
કુસુમવત અભાવે ઘડાયો છું 'દિલીપ',
પર્ણ પીડાઓ ઉભરી છે વસંતે.